• Home
  • News
  • જર્મન ટેબ્લોઈડ બિલ્ડે કોરોના સંક્રમણથી નુકસાની પેટે ચીનને કસુરવાર ઠરાવી 149 બિલિયન યુરોનું વળતર માંગ્યું
post

અખબારના અહેવાલથી ગિન્નાયેલા ચીને સત્તાવાર રીતે ખુલ્લો પત્ર લખીને આવા અહેવાલને ચીનના આત્મગૌરવનું અપમાન ગણાવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-21 10:03:57

બર્લિન : કોરોના સંક્રમણના વિશ્વભરમાં થયેલા પ્રસાર અને પારાવાર નુકસાની અંગે હવે ચીન વૈશ્વિક સ્તરે આરોપીના કઠેડામાં મૂકાતું જાય છે. અગાઉ અમેરિકાએ કોરોના સંક્રમણ ચીનનું કાવતરું હોવા અંગેના શ્રેણીબદ્ધ આક્ષેપો કર્યા બાદ હવે અન્ય દેશોએ પણ ચીનને કસુરવાર ઠરાવવામાં જોડાઈ રહ્યા છે. જર્મનીના અગ્રણી અખબાર (ટેબ્લોઈડ) બિલ્ડ દ્વારા કોરોના વાયરસને લીધે જર્મનીને થયેલ નુકસાનનો અંદાજ મૂકાયો છે અને એ મુજબ 149 બિલિયન યુરો જેટલું વળતર ચીન પાસેથી માંગવું જોઈએ એવી લાગણી વ્યક્ત થઈ છે. ચીને આ અહેવાલની કડક ઝાટકણી કાઢી છે, પરંતુ આ અહેવાલના પગલે સમગ્ર યુરોપમાં ચીનવિરોધી લાગણી પ્રબળ બની શકે છે. 

જર્મનીમાં કોરોના સંક્રમણના આશરે દોઢ લાખ જેટલાં કેસ નોંધાયા છે, જેમાં 4500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. સંક્રમણ અને મૃત્યુઆંકના મામલે અમેરિકા, ઈટાલી, સ્પેન અને ફ્રાન્સ પછી જર્મની પાંચમા ક્રમે છે. ત્રણ અઠવાડિયાથી વધુ સમયના લોકડાઉનના પગલે જર્મનીનું અર્થતંત્ર સદંતર ઠપ્પ થયેલું છે. આથી જર્મનીના લોકપ્રિય ટેબ્લોઈડ બિલ્ડ દ્વારા કોરોના સંક્રમણ માટે ચીનને જવાબદાર ગણીને તેની પાસેથી નુકસાનીનું વળતર માંગવામાં આવ્યું છે. 

બિલ્ડે રજૂ કરેલા અંદાજ મુજબ, કોરોના સંક્રમણને પરિણામે જર્મનીને 27 બિલિયન યુરો ટુરિઝમનું નુકસાન, ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝને 7.2 બિલિયન યુરોનું નુકસાન જ્યારે આઈટી સેક્ટર ઉપરાંત અન્ય તમામ ઉદ્યોગોને 50 બિલિયન યુરોનું નુકસાન થયાનો અંદાજ મૂકાયો છે. બિલ્ડની આ ચેષ્ટા પછી ગુસ્સે થયેલ ચીની બિલ્ડના તંત્રી જુલિયન રેઈશેલને ખુલ્લો પત્ર લખીને આ અહેવાલ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે અને આવી ચેષ્ટાને ચીનની સ્વતંત્રતા અને આત્મગૌરવ સામેનો કુઠારાઘાત ગણાવ્યો છે. જોકે બિલ્ડના પગલે હવે ફ્રાન્સ, સ્પેન અને ઈટાલીમાં પણ નુકસાની માંગવાની લાગણી બળકટ બની રહી છે. આ દેશોમાં પણ સ્થાનિક અખબારોએ ચીનને આરોપી ગણાવવાનું શરૂ કરી દીધું છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post