• Home
  • News
  • જર્મનીની સ્થિતિ સુધરી: કુલ 1.55 લાખ કેસમાંથી 1.10 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ
post

જર્મનીમાં 1.10 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-25 11:14:42

ન્યૂયોર્ક: વિશ્વભરમાં કોરોનાના 28.32 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 1.97 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 8 લાખ 7 હજાર લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. 

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1951 લોકોના મોત, ન્યૂયોર્કમાં કેસ ઘટ્યા
અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1951 લોકોના મોત થયા છે. સૌથી વધારે પ્રભાવિત ન્યૂયોર્ક શહેરમાં શુક્રવારે 422 લોકોના મોત થયા છે.31 માર્ચ પછી પ્રથમવાર અહીં દૈનિક મૃત્યુઆંક ઓછી નોંધાયો છે. અમેરિકામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 9.25 લાખ થઈ ગઈ છે. મૃત્યુઆંક 52 હજાર 185 છે.

જર્મનીની સ્થિતિ સુધરી રહી છે
કોરોના સામેની લડાઈમાં જર્મનીની સ્થિતિ સુધરી રહી છે. અહીં કુલ 1.55 લાખ કેસ નોંધાયા છે. જેમાં હાલ 39 હજાર 439 જ એક્ટિવ કેસ છે. 1.10 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. જર્મનીમાં 5760 લોકોના મોત થયા છે. ગવર્નર એડ્ર્યુ ક્યૂમોએ કહ્યું કે રાજ્યમાં પોઝિટિવ કેસ અકલ્પનિય સ્તરે છે. જોકે સંક્રમણ ઘટી રહ્યું છે. ધીમે ધીમે દર્દીઓની સંખ્યા ઓછી થઈ રહી છે. અહીં 16 હજારથી વધારે લોકોના જીવ ગયા છે. 

અમે ઘણા દેશોમાં વેન્ટિલેટર મોકલી રહ્યા છીએ: ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમે પ્રેસ બ્રીફિંગમાં કહ્યું છે કે તેમની સરકાર દેશને ફરી ખોલવા માટે કામ કરી રહી છે. લોકોને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવાની અને સ્વચ્છતા જાળવવાની અપીલ કરી. તેમણે વધુમાં કહ્યું કે જે દેશોમાં વેન્ટિલેટરની જરૂર છે તેમને અમેરિકા મોકલી રહ્યું છે. અમારી પાસે તેની ક્ષમતા સારી છે. અમે મેક્સિકો, ઈન્ડોનેશિયા, ફ્રાન્સ, હોંડુરાસની મદદ કરી રહ્યા છીએ. સાથે ઈટાલી અને સ્પેનમાં પણ મોકલી રહ્યા છીએ. બીજી તરફ અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને સંક્રમિત દર્દીઓને હાઈડ્રોક્સીક્લોરોક્વીન આપવાને લઈને ચેતવણી આપી છે. જેમાં કહેવાયું છે કે આ દવાથી દર્દીના હ્રદય ઉપર ખરાબ અસર થઈ શકે છે.

ટ્રમ્પે 484 અબજ ડોલરના રાહત બિલ ઉપર હસ્તાક્ષર કર્યા
ટ્રમ્પે નાના વ્યવસાય, હોસ્પિટલો અને કોરોનાની તપાસની સંખ્યા વધારવા માટે 484 અબજ ડોલરન રાહત બિલ ઉપર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પે કહ્યું કે નાના વ્યવસાયો અને શ્રમિકો માટે આ મોટી ભેટ છે. 

પાકિસ્તાને લોકડાઉન લંબાવ્યું
કોરોનાના સંક્રમણના કેસમાં વધારો થતાં પાકિસ્તાને 9 મે સુધી લોકડાઉનને વધાર્યું છે. અહીં સંક્રમણના કુલ કેસ 11 હજાર 940 નોંધાયા છે જ્યારે 253 લોકોએ જીવ ગુમાવ્યો છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post