• Home
  • News
  • ગીગી હદીદની એરપોર્ટ પર ગાંજા સાથે ધરપકડ:બે દિવસ સુધી ડિટેન્શન સેન્ટરમાં રહ્યાં બાદ હજાર ડોલરનો દંડ ભરીને જામીન મળ્યા
post

હવે મોડલે આ વેકેશનની કેટલીક તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-19 19:16:15

થોડા દિવસ પહેલાં સુપર મોડલ ગીગી હદીદ કેમેન ટાપુઓ પર વેકેશનનો આનંદ માણવા માટે ગઈ હતી. અહીં 10 જુલાઈના રોજ ગાંજો રાખવાના આરોપમાં એરપોર્ટ પર તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં, ગીગી જામીન પર બહાર છે. મોડલે તાજેતરમાં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેમેન આઇલેન્ડ ટ્રિપના કેટલાક ફોટા શેર કર્યા છે.

ગીગી મિત્ર સાથે ગઈ હતી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે ગીગીની ધરપકડ કરવામાં આવી ત્યારે તે તેની મિત્ર લેહ નિકોલ સાથે મુસાફરી કરી રહી હતી. એરપોર્ટ લગેજ સ્કેનિંગ દરમિયાન કસ્ટમ અધિકારીઓએ તેને પકડી લીધી હતો. અધિકારીઓને તેના સામાનમાંથી ગાંજો અને સામાન મળી આવ્યો હતો.

બે દિવસ સુધી ડિટેન્શન સેન્ટરમાં રહી
અહીંથી ગીગીને પ્રિઝનર્સ ડિટેન્શન સેન્ટર મોકલવામાં આવી હતી, જ્યાંથી તેને બે દિવસ પછી 12 જુલાઈએ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. અહીં ગીગી અને તેના મિત્રએ તેમની ભૂલ સ્વીકારી. 1,000 ડોલરનો દંડ ભર્યા બાદ બંનેને જામીન પર છોડવામાં આવ્યા હતા.

ફોટો શેર કરતાં કહ્યું, 'ઓલ ઇઝ વેલ ધેટ એન્ડ્સ વેલ'
હવે મોડલે આ વેકેશનની કેટલીક તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ પોસ્ટ શેર કરતાં તેણે લખ્યું, 'ઓલ ઇઝ વેલ ધેટ એન્ડ્સ વેલ.' તસવીરોમાં મિત્રો સાથે બીચ પર એન્જોય કરતી જોવા મળી રહી છે.

ગીગી એપ્રિલમાં ભારત આવી હતી
ગીગી આ વર્ષે એપ્રિલમાં ભારત આવી હતી. તેમણે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઈવેન્ટમાં ભાગ લીધો હતો. ગીગી ઉપરાંત આ ઈવેન્ટમાં ટોમ હોલેન્ડ, ઝેન્ડાયા અને પેનેલોપ ક્રુઝ જેવા હોલીવુડ સ્ટાર્સે પણ હાજરી આપી હતી.

ગીગી લિયોનાર્ડોને ડેટ કરી રહી છે
આ દિવસોમાં ચર્ચા છે કે ગીગી હદીદ હોલિવૂડ એક્ટર લિયોનાર્ડો ડી કેપ્રિયોને ડેટ કરી રહી છે. જો કે, સૂત્રોનું માનવું છે કે બંનેની હાલ સેટલ થવાનો કોઇ પ્લાન નથી. ગીગી હદીદ એક અમેરિકન સુપરમોડેલ અને ટેલિવિઝન પર્સનાલિટી છે. ગીગીએ 2 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કર્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post