• Home
  • News
  • ટ્રમ્પનું વધુ એક ઓફિસિયલ ‘મરીન વન’ હેલિકોપ્ટર એરપોર્ટ આવ્યું, ટ્રમ્પના પ્લેનને ભારતીય વાયુસેના સુરક્ષા આપશે
post

સોમવારે પણ ગ્લોબ માસ્ટરમાં અમેરિકી સુરક્ષા એજન્સીઓના આધુનિક ઉપકરણોઅને સિક્રેટ સર્વિસના વેપન્સ લવાયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-20 10:14:06

અમદાવાદઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની 24 ફેબ્રુઆરીની મુલાકાત પૂર્વે સોમવારે અમેરિકી એરફોર્સનું ગ્લોબ માસ્ટર કાર્ગો કેરિયર વિમાન આજે બુધવારે ફરી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યું છે. તેમાં સુરક્ષા ઈક્વિપમેન્ટ અને સિક્રેટ સર્વિસ ઓફિસર્સનો રસાલો આવ્યો છે. આ પહેલા સોમવારે અમેરિકી સુરક્ષા એજન્સીઓ માટેના આધુનિક ઉપકરણો તેમજ સિક્રેટ સર્વિસના વેપન્સ સહિતની સામગ્રી લાવવામાં આવ્યા હતા અને સોમવારે બપોરે અમેરિકા પરત ફર્યુ હતું. ડોનાલ્ડ ટ્રમ્પનું વધુ એક ઓફિસિયલ હોલિકોપ્ટર મરીન વનઆજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર આવી પહોંચ્યું છે. જેમાં સેફ્ટી ફ્લાઇંગ મશીન લગાવવામાં આવ્યું છે.

ટ્રમ્પના પ્લેનને ભારતીય એરફોર્સ સુરક્ષા આપશે
ડોનાલ્ડ ટ્રમ્પના આગમન સમયે ભારતીય વાયુસેના એલર્ટ રહેશે. ભારતીય એરસ્પેસમાં પ્રવેશતા જ ટ્રમ્પના પ્લેનને સુરક્ષા આપવામાં આવશે. અમેરિકી પ્લેન એરફોર્સ વનને ઇન્ડિયન એરફોર્સ સુરક્ષા આપવામાં આવશે. જે પ્લેનમાં અમેરિકી રાષ્ટ્રપતિ બેસે છે તે એરફોર્સ વન તરીકે ઓળખાય છે. આ ઉપરાંત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુખોઇ અને મિરાજ-2000થી સુરક્ષા આપવામાં આવશે.


અમેરિકાના ગ્લાબ માસ્ટરની ખાસિયત
ગ્લોબ માસ્ટર 3500 ફૂટ (1064 મીટર) લાંબા અને માત્ર 90 ફૂટ (27.4 મીટર) પહોળા રન-વે પરથી ટેક ઓફ અને લેન્ડિંગ કરી શકે છે. આટલા ટૂંકા રન-વે પરથી વિમાન વળાંક પણ લઈ શકે છે.


ગ્લોબ માસ્ટર વિમાનની વિશેષતા
પાંખોનો ફેલાવો - 169.10 ઈંચ (51.75 મીટર)
ઊંચાઈ - 55.01 ફૂટ (16. 79 મીટર)
વિમાનની લંબાઈ - 174.00 ફૂટ (53.00 મીટર)
વિમાનની ઝડપ - 800 કિમી પ્રતિ કલાક
લંબાઈ - 88 ફૂટ(26.82 મીટર)
પહોળાઈ - 18 ફૂટ (5.48 મીટર)
ઊંચાઈ - 12.4 ફૂટ (3.76 મીટર)


બિસ્ટ કારને પણ ગ્લોબ માસ્ટરમાં લવાશે
અમેરિકી પ્રમુખને ધ બિસ્ટતરીકે ઓળખાતી વિશ્વની સૌથી સુરક્ષિત કારમાં બેસાડવામાં આવે છે. અમેરિકી પ્રમુખ જ્યારે કોઈ દેશની મુલાકાતે જાય તે પહેલાં એરફોર્સના ગ્લોબ માસ્ટર કાર્ગો કેરિયર વિમાનમાં આ રીતે કાર ફીટ કરી જે-તે શહેરમાં લઈ જવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરીએ અમેરિકી પ્રમુખ ટ્રમ્પની અમદાવાદની મુલાકાત દરમિયાન 22 કિલોમીટરનો રોડ-શો પણ યોજાવાનો છે. અમેરિકી પ્રમુખના કાફલામાં 40થી વધુ કાર જોડવામાં આવે તેવી શક્યતા છે. કારના કાફલા પૈકીનું એક રોડરનર સોમવારે અમદાવાદ આવી પહોંચ્યું હતું.

 

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post