• Home
  • News
  • સરકારે એર ઈન્ડિયાની હરાજી માટે બિડની સમય મર્યાદા વધુ 2 મહિના લંબાવી, 30 જૂન સુધી બોલી લગાવી શકાશે
post

કોવિડ-19ને લીધે આર્થિક પ્રવૃત્તિઓ પર લાગેલા નિયંત્રણને લીધે આ નિર્ણય લેવાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-29 11:50:55

નવી દિલ્હી: સરકારે એર ઈન્ડિયા માટે બિડની સમય મર્યાદા બે મહિના લંબાવીને 30 જૂન નક્કી કરી છે.કોવિડ-19ને લીધે વૈશ્વિકસ્તર પર આર્થિક પ્રવૃત્તિઓ પર લાગેલી બ્રેકને લીધે સરકારે આ નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે એર ઈન્ડિયાની બિડ માટે બીજી વખત સમયસીમા વધારવામાં આવી છે. સરકારે ખોટ કરી રહેલી એર ઈન્ડિયામાં તેના 100 ટકા હિસ્સાનું વેચાણ કરવા 27 જાન્યુઆરીએ શરૂઆતી માહિતી જાહેર કરી હતી અને 17 માર્ચ સુધીમાં બિડ મંગાવ્યા હતા. જોકે કોવિડ-19ને પગલે આ સમય સીમા લંબાવી 30 એપ્રિલ કરી હતી.

અરજદારોની વિનંતીને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો

એર ઈન્ડિયાના વેચાણ માટે એક્સપ્રેસન ઓફ ઈન્ટરેસ્ટ (EoI) માટે એક જાહેરાત કરી રોકાણ અને સાર્વજિક સંપત્તિ સંચાલન વિભાગે કહ્યું છે કે વર્તમાન સ્થિતિ (કોવિડ-19)ને ધ્યાનમાં રાખી IB (ઈચ્છુક અરજદારો)ની અપીલને ધ્યાનમાં રાખી સમય સીમા લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત QIB ને સૂચિત કરવાની તારીખને 2 મહિના લંબાવી 14 જુલાઈ કરવામાં આવી છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યુ છે કે અન્ય મહત્વની તારીખને લઈ કોઈ ફેરફાર કરવામાં આવે છે તો ઈચ્છુક બિડર્સને સૂચિત કરવામાં આવશે.

એર ઈન્ડિયા પર રૂપિયા 60,074 કરોડનું દેવુ છે

અત્રે ઉલ્લેખનીય છે કે ખરીદદારોએ એર ઈન્ડિયાના ફક્ત રૂપિયા 23,286.50 કરોડના દેવાની જવાબદારી લેવાની રહેશે. એરલાઈન પર કુલ 60,074 કરોડ રૂપિયાનું દેવુ છે. એટલે કે આશરે 37,000 કરોડ રૂપિયાના દેવાનો બોજ સરકાર પોતે ઉઠાવશે. સરકારે સોમવારે કહ્યું હતું કે બિડિંગના દસ્તાવેજ જારી કરવામાં આવે. ડીલ પ્રમાણે સફળ ખરીદદારે એર ઈન્ડિયાના મેનેજમેન્ટ કંટ્રોલ સોપવામાં આવશે.

88 વર્ષ અગાઉ ટાટાએ શરૂ કરી હતી એરલાઈન

એર ઈન્ડિયાની શરૂઆત વર્ષ 1932માં ટાટા ગ્રુપે કહી હતી. 15 ઓક્ટોબર,1932ના રોજ જેઆરડી ટાટાએ કરાંચીથી મુંબઈ ફ્લાઈટનું ઉડ્ડયન કર્યું હતું. તેઓ દેશના સૌ પ્રથમ લાઈસન્સી પાયલટ હતા. વર્ષ 1946માં તેનું નામ બદલીને એર ઈન્ડિયા કરવામાં આવ્યું હતું. આઝાદી બાદ વર્ષ 1953માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યુ હતું. ડોમેસ્ટીક મૂવમેન્ટ માટે ઈન્ડિયન એરલાઈન્સ અને ઈન્ટનરેશનલ ફ્લાઈટ્સ માટે એર ઈન્ડિયા બનાવી હતી. બન્ને કંપનીએ સંયુક્ત સાહસથી વાયુદૂત કંપનીની શરૂઆત કરી હતી, જે પ્રાદેશિક ફિડર કનેક્ટિવિટી આપતી હતી. અનેક વર્ષો બાદ વર્ષ 1993માં વાયુદૂતનું ઈન્ડિયન એરલાઈન્સમાં વિલિનીકરણ કરવામાં આવ્યું અને ગ્રુપ પર દેવાનો બોજ વધી ગયો.

 

adv

Related News

post
post
post
post
post
post
post