• Home
  • News
  • 80% બિઝનેસ સેન્ટર ખુલ્યા, ફ્લાઈટમાં યાત્રીઓની સંખ્યા 50% વધી, વુહાન શહેરને હાઈ રિસ્કમાંથી ઘટાડીને મીડિયમ રિસ્કમાં લવાયું
post

હુબઈમાં 50 ટકા મોટી કંપનીઓએ કામ શરૂ કરી દીધું, જ્યારે સમગ્ર ચીનમાં 90 ટકા મોટી કંપનીઓએ ઉત્પાદન શરૂ કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-28 11:53:27

બેઈજિંગ: ચીન હવે ધીમે ધીમે કોરોનાથી બહાર આવવા લાગ્યું છે. હુબેઈ રાજ્યના વુહાન શહેરથી આ વાઈરસ સમગ્ર દુનિયામાં ફેલાયો છે. હવે શનિવારથી અહીં સબ-વે સર્વિસ પણ શરૂ થઈ ગઈ છે. બજાર ખુલી ગયા છે અને લોકોએ બહાર નીકળવાનું શરૂ કર્યું છે. 9 સપ્તાહ પછી હુબઈ પરથી લોકડાઉન હટાવવામાં આવ્યું છે. અહીં 50 ટકા મોટી કંપનીઓએ કામ શરૂ કરી દીધું છે જ્યારે સમગ્ર ચીનમાં 90 ટકા મોટી કંપનીઓએ ઉત્પાદન શરૂ કરી દીધું છે. જોકે નાની અને મધ્ય કંપનીઓ હજી પણ સંઘર્ષ કરી રહી છે. ચીનના 80 ટકા બિઝનેસ સેન્ટર ખુલી ગયા છે. લક્ઝુરિયસ બ્રાન્ડના સ્ટોરની બહાર ભીડ દેખાવા લાગી છે. રેસ્ટોરાં, હોટલ, પાર્ક અને જીમમાં લોકો નોર્મલ રીતે આવન-જાવન કરી રહ્યા છે.

શુક્રવારે સાંઘાઈના 200થી વધારે સિનેમાઘરો ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ તેની થોડીવારમાં જ ચીનના નેશનલ ફિલ્મ બ્યૂરોએ સમગ્ર દેશના સિનેમાઘરોને આદેશ આપ્યો હતો કે તેઓ સિનેમાઘરો બંધ રાખે. જોકે તેનું કારણ દર્શાવવામાં આવ્યું નથી. બીજી બાજુ કોરોના વાઈરસને ફરી ફેલાતો રોકવા માટે ચીને વિદેશીઓની એન્ટ્રી બંધ કરી દીધી છે. જેમની પાસે ચીનના વિઝા અથવા રેસિડન્સની મંજૂરી પહેલેથી છે તેમણે પણ ચીન આવવા માટે નવી અરજી કરવી પડશે. આવું એટલા માટે કારણકે, તાજેતરમાં જ ચીન પરત ફરેલા 500 લોકો પોઝિટિવ નોંધાયા છે. તેમાંથી 90 ટકા ચીની નાગરિકો જ છે.

બાળકો સ્કૂલ પરત ફર્યા, કોરોનાથી બચવાના ઉપાય શીખવવામાં આવી રહ્યા છે
ચીનમાં સ્કૂલો ફરી ખુલવા લાગી છે. સૌથી પહેલા ક્વીંગહાઈ પ્રોવિન્સમાં 9 માર્ચે સ્કૂલો ખુલી હતી. ત્યારપછી એક પછી એક સ્કૂલો ખુલવા લાગી. સ્કૂલમાં પ્રવેશ સાથે જ બાળકોને સૌથી પહેલાં સુરક્ષાના ઉપાય શીખવવામાં આવી રહ્યા છે. અમુક સ્કૂલોમાં બાળકોનું રોજ તાપમાન ચેક કરવામાં આવે છે.

ઈન્ટરનેશનલ ફ્લાઈટ: દરેક દેશ માટે સપ્તાહમાં એક ફ્લાઈટ
ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન પ્રમાણે 23 જાન્યુઆરીને જ્યારે વુહાનમાં લોકડાઉન કરવામાં આવ્યું ત્યારે ચીનની એવિયેશન ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી મોટો ઘટાડો થયો હતો. માર્ચ મધ્ય સુધીમાં 5 લાખ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. લોડ ફેક્ટર 40 ટકા જ રહ્યું હતું. જે હવે 60 ટકા થઈ ગયું છે. એટલે કે 50 ટકા યાત્રીઓ વધી ગયા છે. 29 માર્ચ દર અઠવાડિયે કોઈ એક દેશ માટે એક ફ્લાઈટ રાખવામાં આવી છે.

હેલ્થ એપ સિવાય ક્યાંય પ્રવેશ નહીં મળે

ચીનમાં હેલ્થ એપ સિવાય કોઈ બહાર નહીં નીકળી શકે. મોલ અથવા દુકાન અવા ઓફિસ જ્યાં સુધી એપ પર ક્યુઆર કોડ સ્કેન નહીં થાય ત્યાં સુધી પ્રવેશ મળશે નહીં. ટ્રેન, ટેક્સી, બસમાં પણ તેના વિના કોઈ યાત્રી મુસાફરી કરી શકશે નહીં. ટેમ્પરેચર વધારે હશે તો એપમાં ચેતવણી આપવામાં આવશે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post