• Home
  • News
  • દેશનાં 4 સૌથી અસરગ્રસ્ત રાજ્યોમાં ગુજરાત અને ત્રણ પડોશી રાજ્ય, 75% મૃત્યુ અને 18000 કેસ અહીં નોંધાયાં
post

દેશમાં 32 હજાર કેસમાંથી માત્ર 4 રાજ્યોમાં 18000 કેસ, 1077 મોતમાંથી 814 મૃત્યુ આ 4 રાજ્યોમાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-30 09:03:52

અમદાવાદ: ગુજરાતની સીમાઓ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સાથે જોડાયેલી છે. ચોંકાવનારી વાત એ છે કે દેશના ચાર સૌથી સંક્રમિત રાજ્યો પણ આ જ છે. જેમાં મહારાષ્ટ્ર 9,915 પોઝિટિવ કેસો સાથે પહેલા નંબરે છે, જ્યારે ગુજરાત 4,082 કેસ સાથે બીજા નંબરે છે. અન્ય બે સરહદી રાજ્ય મધ્યપ્રદેશ (2,560) અને રાજસ્થાન (2,438) છે. આ ચાર રાજ્યોમાં જ 18 હજારથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. જે સમગ્ર દેશના કુલ 32 હજાર કેસોની તુલનામાં 56.25 % છે. માત્ર પોઝિટિવ કેસ જ નહીં પણ મૃત્યુંની બાબતમાં પણ આ ચાર રાજ્ય સૌથી સંવેદનશીલ છે. 

કોરોના વિરુદ્ધની લડાઈ જીતવા 15 જિલ્લામાં વાઇરસ પર નિયંત્રણ મેળવવું પડશે
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 432 મૃત્યું થયાં છે. જ્યારે ગુજરાતમાં 197, મધ્ય પ્રદેશમાં 130 અને રાજસ્થાનમાં 55 મોત થયા છે. એટલે કે દેશભરમાં બુધવારે થયેલા 1077 માંથી 814 મૃત્યુ માત્ર આ ચાર રાજ્યોમાં જ નોંધાયા છે. જે અંદાજે 81.4  % છે. નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે એક ટ્વીટ કરીને જણાવ્યું છે કે દેશમાં જો કોરોના વિરુદ્ધની લડાઈ જીતવી હોય તો 15 જિલ્લામાં વાઇરસ પર નિયંત્રણ મેળવવું પડશે. કારણ કે સંક્રમણનો સૌથી વધુ દર આ 15 જિલ્લામાં જ છે. આ 15માંથી સૌથી વધુ 3 જિલ્લા ગુજરાતના, રાજસ્થાનના 2 જિલ્લા, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના 2-2 જિલ્લા છે. 

દેશભરમાં કુલ પોઝિટિવ કેસોમાં મહારાષ્ટ્રના 15.85%, ગુજરાતના 12.72% કેસ
કુલ કેસોમાં મહારાષ્ટ્ર, ગુજરાતનો સૌથી મોટો હિસ્સો છે. દેશના કુલ કેસોમાં મહારાષ્ટ્રનો હિસ્સો 15.85%, ગુજરાતનો 12.72% અને દિલ્હીનો 12.62% છે. સૌથી વધુ કેસ 3 શહેરોમાં છે. મુંબઈમાં 11.62 %, અમદાવાદમાં 9.43%, દિલ્હીમાં 12.62 % છે. મધ્ય પ્રદેશનો હિસ્સો 5.87 % અને રાજસ્થાનનો 5.07 % છે. 

ગુજરાતના 66% કેસ અમદાવાદમાં, મપ્રના 49.57% કેસ માત્ર ઇન્દોરમાં
રાજ્યમાં શહેરોના કેસોની વાત કરીએ તો પહેલા નંબરે અમદાવાદ છે. ગુજરાતના કુલ કેસોમાં 66% માત્ર અમદાવાદમાં મળ્યા છે. તેલંગાણાના હૈદરાબાદમાં 55.64 % કેસ છે. મધ્ય પ્રદેશના ઇન્દૌરમાં રાજ્યના  49.57 % કેસ છે.  

સૌથી સંક્રમિત ચાર રાજ્યો

રાજ્ય

કેસ

મૃત્યુ

ગુજરાત

4082

197

રાજસ્થાન

2438

55

મહારાષ્ટ્ર

9915

432

મધ્ય પ્રદેશ

2560

130

દેશના હાઇ રિસ્ક જિલ્લા

જિલ્લા

કેસ

મૃત્યુ

અમદાવાદ

2777

137

હૈદરાબાદ

548

18

પૂણે

1174

82

જયપુર

867

27

ઇન્દોર

1476

65

દિલ્હી

3314

54

મધ્યમ રિસ્ક ધરાવતા 8 જિલ્લા

જિલ્લા

કેસ

મૃત્યુ

વડોદરા

270

17

કર્નુલ

343

09

ભોપાલ

483

14

જોધપુર

401

06

આગ્રા

401

12

થાણે

824

14

ચેન્નાઈ

772

14

સુરત

601

22

દેશમાં હૉટસ્પોટ જિલ્લા 15 દિવસ પહેલા 170 હતા જે ઘટીને 129 થયા છે.  કોરોનામુક્ત જિલ્લા 325થી ઘટીને 307 થયાં છે. 

adv

Related News

post
post
post
post
post
post
post