• Home
  • News
  • ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ સૌથી વધુ ધૂળિયા
post

અમદાવાદમાં સૌથી વધુ ધૂળના કારણે લોકો સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરી રહ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-02 18:02:21

દિલ્હી-એનસીઆરનું પ્રદૂષણ કોઈનાથી છુપાયેલું નથી રહ્યું. પરંતુ શું તમે જાણો છો કે ભારતના કયા શહેરમાં સૌથી વધુ ધૂળ છે જેના કારણે લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે? આ શહેર દિલ્હી નહીં પણ ગુજરાતનું અમદાવાદ શહેર છે. IIT દિલ્હી અને IIT કાનપુરના સંશોધકો દ્વારા કરવામાં આવેલી એક સ્ટડીમાં આ વાત સામે આવી છે. આ સ્ટડી પ્રમાણે ભારતના પાંચ રાજ્યોની દેશના કુલ ધૂળ ઉત્સર્જનની 60% હિસ્સેદારી છે. આ રાજ્યો રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાત છે.

અમદાવાદમાં વધી રહ્યા શ્વાસના દર્દીઓ!

અમદાવાદમાં પલ્મોનોલોજિસ્ટ અને ચેસ્ટ ફિઝિશિયનના ક્લિનિકમાં ગઈકાલે 10માંથી પાંચ દર્દીઓને ધૂળના કારણે શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે ડોક્ટરનો સંપર્ક કરવો પડ્યો હતો. તેનું કારણ જણાવતા ડો.ગોપાલ રાવલે જણાવ્યું હતું કે કેટલાક લોકો બાંધકામની સાઈટો પરથી નીકળતી ધૂળની ડમરીઓના કારણે બીમાર પડ્યા હતા. બીજી તરફ કેટલાક લોકો રસ્તાની આસપાસ રહેતા હતા જ્યાં ભારે ટ્રાફિકને કારણે ધૂળ ઉડતી હોય છે. ડો.રાવલે જણાવ્યું હતું કે ધૂળના કારણે થતી બળતરાના પ્રારંભિક લક્ષણ ક્રોનિક બ્રોન્કાઇટિસ છે જેમાં દર્દીને સૂકી ઉધરસની ફરિયાદ હોય છે જે કોઈપણ સંક્રમણના કારણે નથી થતી.

ધૂળ પ્રદૂષણ મામલે અમદાવાદ એકમાત્ર શહેર નથી

ધૂળની સમસ્યાનો સામનો કરતું એકમાત્ર અમદાવાદ શહેર નથી. IIT દિલ્હી અને કાનપુરના સંશોધકો દ્વારા કરવામાં આવેલી સ્ટડી પરથી સંકેત મળ્યા છે કે, પાંચ રાજ્યોમાં પાર્ટિક્યુલેટ મીટર (PM) 10 અને 2.5 બંનેના સંદર્ભમાં દેશના કુલ ધૂળ ઉત્સર્જનનું 60% યોગદાન છે. આ સ્ટડીમાં 2022 માટે રસ્તાના ધૂળથી PM ઉત્સર્જનની ડિટેલ લિસ્ટ બનાવી છે. સંશોધકોએ માહિતી એકત્ર કરવા માટે દેશભરના 1,352 RTO થી વાહન રજિસ્ટ્રેશન ડેટાનું એનાલિસિસ કર્યું છે. 

પાંચ રાજ્યોમાં સૌથી વધુ ધૂળ

આ સ્ટડીમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાત જેવા રાજ્યો ધૂળ પ્રદૂષણમાં મુખ્ય યોગદાનકર્તા તરીકે ઉભરી આવ્યા છે. 

adv

Related News

post
post
post
post
post
post
post