• Home
  • News
  • ગુજરાતીએ બનાવેલી ઇ-ટ્રકનો દેશભરમાં દબદબો:અમેરિકા બાદ ખેડામાં શરૂ કરી કંપની, મેક ઇન ઇન્ડિયા ઇ-ટ્રકનું બુકિંગ 22 હજારને પાર
post

આવનારા દિવસોમાં ખેડા હવે ઈલેક્ટ્રિક વ્હીકલોનું ‌હબ બને તો નવાઈ નહીં..

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-12 18:45:50

નડિયાદ: 'ઈલેક્ટ્રિક વ્હીકલ દેશમાં' આ શબ્દ છેલ્લા થોડા સમયથી બહુ ચર્ચામાં છે. લેટેસ્ટ ઇલેક્ટ્રિક કાર, બાઈક, બસમાં બેટરી કેટલા કિલોમીટર સુધી ચાલે છે એ જનરલ ટોકનો વિષય બની ગયો છે. ઇલેક્ટ્રિક કાર બનાવતી વિશ્વભરની કંપનીઓ બેટરી વધુ કલાકો ચાલતી હોવાનો દાવા કરીને માર્કેટમાં આવી રહી છે. ઈલેક્ટ્રિક કાર, બાઈક, ઓટોરિક્ષા, બસ સહિતનાં વાહનો દુનિયાભરના માર્ગો પર તો ક્યારનાં દોડતાં થઈ ચૂક્યાં છે, પણ હવે ભારતમાં પણ મોટી સંખ્યામાં ઇલેક્ટ્રિક વાહનો દોડતાં થયાં છે. ખેડા ખાતે આવેલી ટ્રાઈટન કંપનીએ બનાવેલી મેક ઈન ઈન્ડિયા આધારિત ઈ-ટ્રકનું બુકિંગ 22 હજાર પર પહોંચ્યું છે. આવનારા દિવસોમાં ખેડા હવે ઈલેક્ટ્રિક વ્હીકલોનું ‌હબ બને તો નવાઈ નહીં..

ખેડામાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર બનાવાયું
હાઈટેક સમયમાં ઈ-વાહનોનું ચલણ વધ્યું છે એવામાં હવે ટૂંક જ સમયમાં ઇલેક્ટ્રિક ટ્રક રોડ પર ફરતી જોવા મળશે. જોકે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે આ ઇલેક્ટ્રિક ટ્રક મેક ઈન ઈન્ડિયા છે અને કંપની દ્વારા ગુજરાતના ખેડામાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર બનાવવામાં આવ્યું છે. મૂળ ગુજરાતના અને અમેરિકામાં સ્થાયી થયેલા હિમાંશુ પટેલની ટ્રાઈટન કંપનીએ આ ઇલેક્ટ્રિક ટ્રક બનાવી છે. ઈલેક્ટ્રિક વેહીકલ્સ, સ્માર્ટ મોબિલિટી અને ક્લીન ટેક બેઝ્ડ સ્માર્ટ મોબિલિટી કંપની, ટ્રાઈટન ઈલેક્ટ્રિક વ્હીકલ ઈન્ડિયા પ્રા. લિ.(TEV)એ ઉદ્યોગક્ષેત્રે પ્રથમ ઈલેક્ટ્રિક ટ્રકનું ઉદઘાટન કર્યું છે. મેક ઈન ઈન્ડિયાટ્રકને ગુજરાતમાં ખેડા સ્થિત ટ્રાઈટન ઈવીની આરએન્ડડી સેન્ટર ખાતે લોંચ કરવામાં આવી હતી.

ડીઝલ ટ્રક કરતાં ઓછા ખર્ચે આ ઇ-ટ્રક ચાલી શકે છે
TEV
ના સ્થાપક અને એમડી હિમાંશુ પટેલ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે અમે ટ્રાઈટન ઈલેક્ટ્રિક ટ્રકનું ઉદઘાટન કરતાં ઉત્સાહ સાથે ખૂબ જ ગર્વની લાગણી અનુભવીએ છીએ. આ ટ્રક મેક ઈન ઈન્ડિયાઅને મેડ ફોર ધ વર્લ્ડનું ઉમદા દ્રષ્ટાંત છે. આ ઈલેક્ટ્રિક ટ્રકને વિકસાવતી વખતે મહત્ત્વની બાબતોને ખાસ ધ્યાનમાં રાખવામાં આવી છે, જેમાં વપરાશ અને ડ્રાઈવિંગમાં સરળતા, વ્યાપક સુરક્ષા, સ્માર્ટ કાર્યદક્ષતા અને સ્ટાઈલનો સમાવેશ થાય છે. સામાન્ય વ્યક્તિ પણ આ ટ્રક સરળતાથી ચલાવી શકે એ માટે તમામ ફીચરનો સમાવેશ કરાયો છે. ખાસ કરીને ચાલકની સેફ્ટીનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ડ્રાઈવર રાત્રિ દરમ્યાન લોજ કે ટ્રકની નીચે સૂવાની જગ્યાએ ટ્રકમાં જ આરામથી સૂઈ શકે એવી વ્યવસ્થા કરાઇ છે. ડીઝલ ટ્રકમાં જેટલો ખર્ચો થાય એના કરતાં પણ ઓછા ખર્ચે આ ટ્રક ચાલી શકે છે. એટલું જ નહીં, કાર્બન ફૂટપ્રિન્ટને નિયંત્રણમાં રાખી તંદુરસ્ત અને જાળવી શકાય તેવા પર્યાવરણને તૈયાર કરવામાં યોગદાનને લઈ પ્રતિબદ્ધતાએ ટ્રાઈટન ઈલેક્ટ્રિક ટ્રકને ભારતીય લોજિસ્ટિક્સ સેક્ટર માટે ઈન્ડસ્ટ્રીનું સૌથી પ્રભાવી મશીન બનાવ્યું છે.

1.5 લાખ ચોરસમીટર વિસ્તારમાં ફેલાયેલું છે ટ્રાઈટન ઈવીનું R&D સેન્ટર
ટ્રાઈટન ઈવીએ ગુજરાતમાં અમદાવાદ પાસે ખેડા જિલ્લામાં ખેડા ખાતે એની સર્વગ્રાહી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ(R&D) સુવિધાની સ્થાપના કરી છે. આ સુવિધા 1.5 લાખ ચોરસમીટર વિસ્તારમાં ફેલાયેલી છે. ખેડા સ્થિત ટ્રાઈટન ઈવીનું આરએન્ડડી સેન્ટર થ્રી-વ્હીલર્સ, સ્પેશ્યલ પર્પઝ ડિફેન્સ વ્હીકલ્સ, ઈવી ટ્રક્સ અને હાઈડ્રોજન ફ્યુઅલ પાવર્ડ બસીસ, હાઈડ્રોજન સ્કૂટર્સ સાથે ઓટોમોટિવ ઈનોવેશન માટે ભારતનું ટોચનું સ્થળ બની રહેશે. ટ્રાઈટન ઈલેક્ટ્રિક ટ્રક અને પ્રોડક્ટ પોર્ટફોલિયોની વ્યાપક રેંજ મારફત TEV ભારતની સફળ ઈવી અને સ્માર્ટ મોબિલિટી સ્ટોરીને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે તૈયાર છે.

ઇલેક્ટ્રિક સેક્ટરમાં શ્રેષ્ઠ વ્હીકલ વિકસાવવા માટે તૈયારી
ટ્રાઈટન ઈલેક્ટ્રિક વેહિકલ એલએલસી એ યુએસએ ન્યૂ જર્સીમાં ચેરી હિલ મુખ્યાલય ધરાવતી યુવાન અને ટોચની સાહસિક્તા ધરાવતી ઈલેક્ટ્રિક વ્હીકલ કંપની છે. ટ્રાઈટન ઈલેક્ટ્રિક વ્હીકલ ઈન્ડિયા પ્રા. લિ. એ ટ્રાઈટન ઈલેક્ટ્રિક વ્હીકલ(TEV) એલએલસીની ભારતીય સબસિડિયરી છે. TEV એ એડવાન્સ્ડ મોબિલિટી એન્થુસિઆસિસ્ટ્સ છે, જે એન્થુસિઆસિસ્ટ્સ માટે પોતાની પ્રોડક્ટ્સ ડિઝાઈન તૈયાર કરે છે. ટેકનિકલ સ્કીલ્સ અને ઈન્ડસ્ટ્રી ધગશના સંયોજને TEVને લોંગ-રેંજ ઈલેક્ટ્રિક સેક્ટરમાં વિશ્વકક્ષાની કામગીરી અને સેફ્ટી ફીચર્સ ધરાવતા શ્રેષ્ઠ વ્હીકલ વિકસાવવા માટે તૈયાર કરી છે.

2030 સુધીમાં ભારતમાં 30થી 40% વાહનો ઇલેક્ટ્રિક હશે
વર્ષ 2022ના અંત સુધીમાં સરકારી આંકડા પ્રમાણે ભારતના રસ્તામાં 13 લાખ 92 હજાર 265 ઈલેક્ટ્રિક વાહનો ચાલી રહ્યાં છે. એમાં સૌથી વધુ 7 લાખ 93 હજાર 370 ત્રણ પૈડાંવાળાં વાહનો છે. તો 5 લાખ 44 હજાર 643 દ્વિચક્રી અને 54 હજાર 252 ચાર કે તેથી વધુ પૈડાં ધરાવતાં વાહનોનો સમાવેશ થાય છે. આ આંકડો આગામી ત્રણ ચાર વર્ષમાં ત્રણ કરોડોને વટાવે તેમ છે. વર્ષ 2030 સુધીમાં ભારતમાં ચાલતાં કુલ વાહનોમાંથી લગભગ 30થી 40% વાહનો ઇલેક્ટ્રિક હશે.

adv

Related News

post
post
post
post
post
post
post