• Home
  • News
  • ન્યૂજર્સીમાં ગુજરાતીની મેયરપદે દાવેદારી:શિવરાજપુરનો સમીપ જોષી એડિસન શહેરના મેયરપદ માટે પોતાની ઉમેદવારી નોંધાવશે, ડેમોક્રેટિવ પાર્ટીના કાઉન્સિલર હતા
post

સેમ જોષીએ અભ્યાસે વકીલની ડીગ્રી મેળવી રાજકીય ક્ષેત્રે ઝંપલાવતા સાલ 2018માં સેમ જોષી એડિસન મહાનગરપાલિકામાં કાઉન્સિલર બન્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-19 10:15:14

પંચમહાલ જિલ્લા હાલોલ તાલુકાના 1500ની વસ્તી ધરાવતા શિવરાજપુરના સમીપ ઉર્ફે સેમ જોષીએ સ્ટેટ ન્યૂજર્સીના એડિસન શહેરની મહાનગરપાલિકાના કાઉન્સિલર બાદ ડેમોક્રેટિવ પાર્ટીના એમ.પી.એમ.એલ.એ. અને સ્ટેટ ગવર્નરે સેમ જોશીને એડિસન શહેરના મેયર બનવા ઉમેદવાર તરીકે પાર્ટીમાં ભલામણ કરવાની જાહેરાતને પગલે સેમ જોશીના પરિવાર સહિત શિવરાજપુર, હાલોલ રહેતા મિત્ર વર્તુળમાં ખુશીનું મોજું ફરી વળતાં સેમ જોષીની વિદેશમાં રાજકીય સફળતાએ પંચમહાલ જિલ્લા ગુજરાત સહિત ભારત દેશનું નામ રોશન કર્યું છે.

2018માં કાઉન્સિલર બન્યા હતા
સેમ જોષીના કાકા રાજ જોષી છેલ્લાં ચાલીસ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા બાદ સેમના પિતા પ્રદીપ જોષી, માતા બીનાબેન જોષી, પુત્રી પાયલ જોષી અને સેમ જોષીને સાલ 1995માં અમેરિકા બોલાવી સ્થાયી કર્યા હતા. સેમ જોષીએ અભ્યાસે વકીલની ડીગ્રી મેળવી રાજકીય ક્ષેત્રે ઝંપલાવતા સાલ 2018માં સેમ જોષી એડિસન મહાનગરપાલિકામાં કાઉન્સિલર બન્યા હતા.

શિવરાજપુરમાં ખુશીનો માહોલ
અમેરિકા ડેમોક્રેટિવ પાર્ટી સાથે સારી કામગીરી કરતા અગાવ યોજાનાર એડિસન શહેર મહાનગરપાલિકાના મેયર પદ માટે યોજાનાર ચૂંટણીમાં સેમ જોષી મેયર બંને માટે ડેમોક્રેટિવ પાર્ટીના એમ.પી.એમ.એલ.એ. સહિત સ્ટેટના ગવર્નરે પાર્ટીમાં ભલામણ કરી હોવાની જાહેરાત કરાતા સેમ જોષીની રાજકીય સફળતાને પગલે પરિવાર સહિત શિવરાજપુર, હાલોલમાં રહેતા મિત્રવર્તુળમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post