• Home
  • News
  • ગુજરાતીઓને કર્ણાટકમાં પ્રવેશ નહીં, ત્યાની ભાજપ સરકારે પ્રતિબંધ મૂક્યો
post

એકમાત્ર ગુજરાતને બાદ કરતાં બાકીના તમામ ત્રણ રાજ્યોની સીમા કર્ણાટકને સ્પર્શે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-19 11:20:26

ગાંધીનગર: કર્ણાટકમાં ભાજપની યેદિયુરપ્પા સરકારે ગુજરાતી લોકોને રાજ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા ખૂબ વધુ હોવાથી યેદિયુરપ્પાની સરકારે આ નિર્ણય લીધો છે. તેથી હવે ગુજરાતમાં રહેલી કોઇપણ વ્યક્તિને લોકડાઉન-4માં નિયમો હળવા કરાયાં હોવા છતાં કર્ણાટકમાં પ્રવેશ નહીં મળે.


કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા પોતે જ ગુજરાતી
ઉલ્લેખનીય છે કે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા પોતે જ ગુજરાતી છે, જો કે આ નિયમ હવેથી ગુજરાતમાંથી આવતા લોકોને લાગુ રહેશે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, તામિલનાડુ તથા કેરળનો પણ સમાવેશ થાય છે. એકમાત્ર ગુજરાતને બાદ કરતાં બાકીના તમામ ત્રણ રાજ્યોની સીમા કર્ણાટકને સ્પર્શે છે.

adv

Related News

post
post
post
post
post
post
post