• Home
  • News
  • વિદેશમાં વસતા ગુજરાતીઓએ ક્હ્યું, ઘરમાં બેસી કામ કરવા મજબૂર, મોલમાં ચીજો ખૂટી પડી
post

કેનેડાના ટોરન્ટોમાં ખરીદીની લિમિટ બનાવાઈ, લોસ એન્જલસમાં મોલમાં ચીજો ખાલીખમ થઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-20 18:05:12

સુરતઃસમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસના ભયના ઓથાર હેથળ છે. સાવચેતી માટે બનતા પ્રસાયો કરવામાં આવી રહ્યા છે. અમેરિકા અને કેનેડા જેવા દેશમાં વસતા ગુજરાતી પરિવારો સાથે કોરોના વાયરસ અંગેની અસર બાબતે વાતચીત કરી હતી. જેમાં ખાસ કરીને મોટેલના વ્યવસાય કરતા ભારતીયોના બિઝનેસ પર માઠી અસર વર્તાય હોવાનું જાણવા મળેલ છે. જ્યાંરે જીવન જરૂરિયાતની વસ્તુઓ મળવી મુશ્કેલ બની છે. ઇન્ડીયન ગ્રોસરીના સ્ટોર મોટા ભાગે ખાલી થઇ રહ્યા છે. કેનેડામાં પણ કોમ્પ્યુટર વિભાગમાં જોબ કરનાર ઘર બેઠા છેલ્લા 5 દિવસથી કામ કરી રહ્યા છે. કંન્ટ્રકશન સાઇડ, ટ્રાન્સ્પોટેશન સાઇડ સિવાઇ ખાસ કરી ઘરની બહાર નીકળવાનું ટાળવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

 

લોસ એન્જલસમાં મોલમાં વસ્તુઓ ખુટી

દિવ્યેશ ભાવસારે જણાવ્યું હતું કે, અમેરિકાના એલએલમાં રસ્તાઓ ખાલીખમ છે.મોટલના બિઝનેસને માઠિ અસર થઈ છે.મોલમાં લાંબી કતારો લાગે છે. પીવાના પાણીની પણ શોર્ટેજ વર્તાય છે.અલાબામાથી હેમંત પટેલે જણાવ્યું હતું કે, યુએસના એનીસ્ટોન અને અલાબામા ઈન્ડિય ગ્રોસરી સ્ટોર ખુલી રહ્યાં છે.વોલમાર્ટમાં બ્રેડ દૂધ મુશ્કેલીથી મળે છે.વીક એન્ડના ભેગા થવાના કાર્યક્રમો રદ્દ કરાયા છે.

કેનેડામાં કામ સિવાય બહાર નીકળતા નથી

કેનેડાથી દિવ્યેશ કોંકણીએ જણાવ્યું હતું કે, ઘરમાં બેસીને કંપનીનું કામ કરૂં છું. બહાર નીકળાતું નથી. શાળા કોલેજ રેસ્ટોરન્ટ સહિતની વસ્તુઓ બંધ છે.ટોરન્ટોથી હરદીપ ઠાકોરે જણાવ્યું હતું કે, ખીરીદીની લિમિટ બનાવી દેવામાં આવી છે જેથી ખીરીદી માટે પડાપડી ન થાય. મોલ અને કંપનીઓ સહિતના જાહેર સ્થળો બંધ કરી દેવામાં આવ્યાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post