• Home
  • News
  • અમેરિકાથી આવ્યા રાહતના સમાચાર / H-1B વિઝાધારક આગામી પ્રતિબંધો પહેલાં નોકરી પર પરત ફરી શકે છે, સેવાઓ પર અસર પડતા નિર્ણય લેવાયો
post

અમેરિકામાં ગયા વર્ષે નવેમ્બર સુધીમાં 5 લાખ 83 હજાર 420 H-1B વિઝાધારક હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-13 12:12:21

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા પરના પ્રતિબંધમાં કેટલીક છૂટ આપી છે. હવે આ વિઝા હેઠળના લોકો આગામી પ્રતિબંધ પહેલાં તેમની જૂની નોકરી અથવા જૂની કંપનીમાં પાછા આવી શકે છે. સંબંધિત વ્યક્તિના બાળકો અને પત્નીને પણ પ્રાથમિક વિઝા સાથે અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.

વિદેશ મંત્રાલયે જારી કરેલી એડવાઇઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ટેક્નિકલ સ્પેશ્યલિસ્ટ, સિનિયર લેવલ મેનેજર અને આવશ્યક સેવાઓને લીધે અસરગ્રસ્ત લોકોને અમેરિકા આવવાની મંજૂરી આપવામાં આવી છે. આમાં આરોગ્ય સેવાઓથી સંબંધિત લોકો, સંશોધનકારો પણ શામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના મહામારીને કારણે પ્રતિબંધ લગાવ્યો હતો

·         ટ્રમ્પ વહીવટીતંત્રે H-1B ધારકોને આ વર્ષના અંત સુધીમાં અમેરિકા આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણય કોરોના મહામારીને કારણે લેવામાં આવ્યો હતો.

·         એક અહેવાલ મુજબ અમેરિકામાં ગયા વર્ષે નવેમ્બર સુધીમાં 5 લાખ 83 હજાર 420 H-1B વિઝા ધારકો હતા.

·         અમેરિકા દર વર્ષે લેપ્સ થઈ જતા વિઝાને રિન્યુ કરવા માટે 85 હજાર નવા H-1B વિઝા જારી કરી રહ્યું છે.

·         આ વિઝા 3 વર્ષ માટે આપવામાં આવે છે. તે 3 વર્ષ પછી રિન્યુ કરી શકાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીયને H-1Bના કુલ 70% વિઝા મળી રહ્યા છે.

H-1B વિઝા શુ છે?

·         આ એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે વિદેશી નાગરિકને અમેરિકામાં કરવા માટે જારી કરવામાં આવે છે. જે કંપનીઓ અમેરિકામાં છે, તેમને આ વિઝા એવા કુશળ કર્મચારીઓને રાખવા માટે આપવામાં આવે છે, જેમનો અમેરિકામાં અભાવ છે.

·         આ વિઝા મેળવવા માટે કેટલીક શરતો છે. ઉદાહરણ તરીકે, ગ્રેજ્યુએશન ઉપરાંત, કર્મચારીની કોઈ એક ક્ષેત્રમાં વિશેષતા પણ હોવી જોઈએ.

·         જે કર્મચારી તેને પ્રાપ્ત કરે છે તેનો વાર્ષિક પગાર 40 હજાર ડોલર એટલે કે 45 લાખ રૂપિયાથી વધુનો હોવો જોઈએ. આ વિઝાથી અમેરિકામાં સ્થાયી થવું પણ સરળ બને છે.

·         H-1B વિઝા ધારકો 5 વર્ષ પછી કાયમી અમેરિકન નાગરિકત્વ અથવા ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકે છે.

·         TCS, વિપ્રો, ઈન્ફોસિસ જેવી 50થી વધુ ભારતીય આઇટી કંપનીઓ ઉપરાંત ગૂગલ, માઇક્રોસોફ્ટ જેવી અમેરિકન કંપનીઓ આ વિઝાનો ઉપયોગ કરે છે.

પિચાઇએ કહ્યું હતું- સરકારના નિર્ણયથી હું નિરાશ છું

·         ગૂગલના CEO સુંદર પિચાઇએ H-1B વિઝા અંગે અમેરિકન સરકારના નિર્ણય અંગે નિરાશા વ્યક્ત કરી હતી.

·         તેમણે કહ્યું હતું કે- સ્થળાંતર કરનારાઓએ અમેરિકાને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મદદ કરી, ટેકનોલોજીમાં દેશને નંબર 1 બનાવ્યું. આ લોકોના કારણે, ગૂગલ આ સ્થાન પર પહોંચ્યું. અમે આ લોકોને ટેકો આપવાનું ચાલુ રાખીશું.

ટેસ્લા અને માઇક્રોસોફ્ટે પણ વિરોધ કર્યો હતો

·         આ નિર્ણયનો ટેસ્લાના CEO એલન મસ્ક અને માઇક્રોસોફ્ટના પ્રેસિડેન્ટ બ્રેડ સ્મિથે પણ વિરોધ કર્યો હતો.

·         મસ્કે કહ્યું હતું કે - આ સમય દેશને વર્લ્ડ ટેલન્ટથી અલગ કરવાનો નથી. જ્યારે અમને તેની સૌથી વધુ જરૂર હતી ત્યારે સ્થળાંતરકારોએ અમને મદદ કરી હતી.

·         ફેસબુકે એક નિવેદનમાં કહ્યું - ટ્રમ્પના આદેશથી આપણી જરૂરિયાતની શ્રેષ્ઠ પ્રતિભા અમેરિકાની બહાર નીકળી જશે. ઇકોનોમિક રિકવરી મુશ્કેલ થઈ જશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post