• Home
  • News
  • હમાસે કહ્યું- બંધકોને મારી નાખીશું:24 કલાકમાં 300 પેલેસ્ટિનિયન માર્યા ગયા; ઇઝરાયલનો દાવો- યુદ્ધમાં હમાસના 7 હજાર આતંકીઓને ઢાળી દીધા
post

હમાસે રવિવારે કહ્યું કે જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી એક પણ બંધકને જીવતો છોડવામાં આવશે નહીં.

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-11 18:27:56

હમાસે બંધકોને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. હમાસે રવિવારે કહ્યું કે જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી એક પણ બંધકને જીવતો છોડવામાં આવશે નહીં.

હમાસે બંધકોના બદલામાં પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાની માંગ કરી છે. 24 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ચાલેલા યુદ્ધવિરામમાં 240 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં 105 બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. હમાસની કેદમાં હજુ પણ 137 બંધકો છે.

આ તરફ અલ જઝીરા અનુસાર, 24 કલાકમાં ઇઝરાયલના હુમલામાં 300 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. 7 ઓક્ટોબરથી શરૂ થયેલા ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં ગાઝાના 18 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. જ્યારે, ઇઝરાયેલે દાવો કર્યો છે કે યુદ્ધમાં અત્યાર સુધીમાં હમાસના 7 હજાર ​​​​​​​આતંકવાદીઓ માર્યા ગયા છે.

CNN મુજબ, ઇઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તઝાચી હાનેગ્બીએ કહ્યું કે એક અંદાજ મુજબ, 7 ઓક્ટોબરથી ગાઝામાં માર્યા ગયેલા ઓછામાં ઓછા 7 હજાર લોકો હમાસના આતંકવાદી હતા. તેમજ ઇઝરાયેલની સેનાએ છેલ્લા 24 કલાકમાં હમાસના 240 ઠેકાણાઓને નષ્ટ કર્યા છે.

આ અંતની શરૂઆત છે: નેતન્યાહુ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ગાઝામાં આતંકવાદીઓએ આત્મસમર્પણ કરવાનું શરૂ કરી દીધું છે. હમાસ માટે આ અંતની શરૂઆત છે. હમાસ ગાઝા પર નિયંત્રણ ગુમાવી રહ્યું છે. તેમણે કહ્યું- હમાસના આતંકવાદીઓએ પોતાના શસ્ત્રો નીચે મુકવા જોઈએ અને યુદ્ધ સમાપ્ત કરવું જોઈએ. ખરેખરમાં, ગાઝામાં પેલેસ્ટિનિયનોના આત્મસમર્પણના ફોટો-વિડિયો સામે આવી રહ્યા છે.

યુદ્ધ સમાપ્ત કરવાનો નિર્ણય અમેરિકા ન કરી શકે
અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું છે કે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવાનો નિર્ણય માત્ર ઇઝરાયલ જ લઇ શકે છે. અમેરિકા માત્ર તેલ અવીવને સલાહ આપી શકે છે.

બીજી તરફ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ કહ્યું છે કે યુદ્ધની શરૂઆતથી લઈને અત્યાર સુધી ગાઝામાં હમાસના કુલ 22 હજાર ટાર્ગેટ પર હુમલો કરવામાં આવ્યો છે. જેમાંથી સાડા ત્રણ હજાર યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ થયા હતા.

અમેરિકા ઇઝરાયેલ સાથે વાત કરી રહ્યું છે
સીએનએન સાથેની મુલાકાતમાં, બ્લિંકને ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ પર વધુ કહેવાનું ટાળ્યું હતું. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું- અમેરિકા યુદ્ધના અંતનો સમય નક્કી કરી શકે નહીં. એ સાચું છે કે અમે ઇઝરાયલ સાથે સતત વાત કરી રહ્યા છીએ. અંતિમ નિર્ણય માત્ર ઇઝરાયલ જ લેશે.

એક સવાલના જવાબમાં અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું- મને લાગે છે કે ઇઝરાયલના ઈરાદા ખોટા નથી. તે ગાઝામાં નાગરિકોને ઓછામાં ઓછું નુકસાન થાય તે સુનિશ્ચિત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. જો કે, પરિણામો હંમેશા આપણી અપેક્ષા મુજબ આવતા નથી. બ્લિંકનનું આ નિવેદન મહત્વનું છે કારણ કે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકાની સરકાર ઇઝરાયલ પર શક્ય તેટલી વહેલી તકે ગ્રાઉન્ડ ઓપરેશન સમાપ્ત કરવા દબાણ કરી રહી છે.

IDFએ કહ્યું- 24 હમાસ કમાન્ડર માર્યા ગયા છે

  • IDFના એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે રાત્રે કહ્યું - હમાસ હવે ગાઝામાં હારની ખૂબ નજીક છે અને તેથી જ તે સતત પીછેહઠ કરી રહ્યું છે. ઇઝરાયલ કોઈપણ સંજોગોમાં આ દબાણ ઘટાડશે નહીં.
  • નામ જાહેર ન કરવાની શરતે ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ સાથે વાત કરતા આ અધિકારીએ કહ્યું - ગાઝામાં જે પ્રકારની તબાહી થઈ છે તે પછી કમાન્ડ એન્ડ કંટ્રોલ કરવું કોઈના માટે આસાન નહીં હોય. યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધી હમાસ પર કુલ 22 હજાર હુમલા કરવામાં આવ્યા છે. જેમાંથી સાડા ત્રણ હજાર યુદ્ધવિરામ બાદ થયા હતા. અત્યાર સુધીમાં તેની બટાલિયનના 24 કમાન્ડર માર્યા ગયા છે.
  • આ અધિકારીએ વધુમાં કહ્યું - અમારી નેવી, એરફોર્સ અને ગ્રાઉન્ડ ફોર્સ સાથે મળીને ઓપરેશન ચલાવી રહ્યા છે. હાલમાં ઉત્તર ગાઝામાં યુદ્ધ ખૂબ જ તેજ છે.

adv

Related News

post
post
post
post
post
post
post