• Home
  • News
  • Happy Birthday PV Sindhu: જાણો 8 વર્ષની ઉંમરમાં રેકેટ લઈને રમતી છોકરી કઈ રીતે બની ગઈ બેડમિન્ટન સ્ટાર
post

પીવી સિંધુએ ઓલિમ્પિકમાં વ્યક્તિગત ઈવેન્ટમાં બે મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા ખેલાડી છે. તેની પહેલા સિંધુએ રિયો ઓલિમ્પિક 2016માં પણ સિંધુએ કાલ કરતાં સિલ્વર મેડલ જીત્યો હતો. ઓલિમ્પિક 2020માં સિલ્વર તો જીતી ન શકી પરંતુ બ્રોન્ઝ મેડલ જીતીને પણ ઈતિહાસ રચી દીધો.

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-05 10:18:09

નવી દિલ્લીઃ પી.વી. સિંધુની બેડમિન્ટન કારકિર્દીની વાત કરીએ તો તેણે પોતાને સમયની સાથે સુધારી છે. ઘણો સંઘર્ષ અને ટેકનિક પર કામ કર્યા પછી તેણે પોતાની જાતે સ્ટાઈલ ડેવલપ કરી છે. પીવી સિંધુનો જન્મ 5 જુલાઈ 1995માં હૈદરાબાદમાં થયો હતો. પીવી સિંધુના પિતા પીવી રમન્ના અને માતા પી વિજયા નેશનલ લેવલ પર વોલીબોલ રમી ચૂક્યા છે. રમન્નાને તો તેમની સિદ્ધિઓ માટે અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. 2001માં પુલેલા ગોપીચંદે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશીપનું ટાઈટલ જીત્યા પછી સિંધુએ બેડમિન્ટન પ્લેયર બનવાનું નક્કી કર્યું હતું. સિંધુએ માત્ર 8 વર્ષની ઉંમરમાં બેડમિન્ટનનું રેકેટ પકડ્યું હતું. અને  આ રમત પ્રત્યે તેનો જુસ્સો સમયની સાથે સતત વધતો ગયો.

ક્યાં લીધી શરૂઆતની ટ્રેનિંગ:
સિંધુએ પોતાની પહેલી ટ્રેનિંગ સિકંદરાબાદમાં મહબૂબ ખાનની દેખરેખમાં શરૂ કરી હતી. તેના પછી સિંધુ ગોપીચંદની એકેડેમીમાં જોડાઈને બેડમિન્ટનના ગુણ શીખવા લાગી. કહેવામાં આવે છે કે સિંધુ ટ્રેનિંગ માટે રોજ 56 કિલોમીટરનું અંતર કાપીને ગોપીચંદની એકેડેમી પહોંચતી હતી. તેણે જે પરસેવો વહાવ્યો, તેનું ફળ તેને આવનારા વર્ષોમાં સતત મળતું રહ્યું અને તેણે અનેક ટુર્નામેન્ટ જીતી.

કારકિર્દીમાં કેવો રહ્યો સંઘર્ષ:
2009
માં સિંધુએ કોલંબોમાં જૂનિયર એશિયાઈ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો. જે સિંધુની પહેલી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ હતી. 2012માં સિંધુએ લંડન ઓલિમ્પિકની ચેમ્પિયન લી જુરેઈને હરાવતાં બધાનું ધ્યાન ખેંચ્યું હતું. સપ્ટેમ્બર 2012માં માત્ર 17 વર્ષની ઉંમરમાં સિંધુ દુનિયાની ટોપ-20 ખેલાડીઓમાં આવી ગઈ હતી. 2013ની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિંધુ બ્રોન્ઝ જીતવાની સાથે જ આ ચેમ્પિયનશીપમાં મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ હતી. તેના પછી 2015ને છોડીને તેણે 2019 સુધી દરેક વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મેડલ જીત્યો અને બેડમિન્ટનની દુનિયામાં પોતાનો દબદબો કાયમ રાખ્યો.

કયા એવોર્ડથી સન્માનિત થઈ ચૂકી છે સિંધુ:
પીવી સિંધુએ વીતેલા કેટલાંક વર્ષોમાં બેડમિન્ટનની દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. તે આખી દુનિયામાં એક સ્ટાર બેડમિન્ટન પ્લેયર તરીકે જાણીતી છે. તેણે પોતાની ગેમથી બધાને પ્રભાવિત કરી છે. અને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેને 2016માં રાજીવ ગાંધી ખેલ રત્ન અને 2013માં અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. એટલું જ નહીં તેને 2015માં પદ્મશ્રી અને 2020નો પદ્મ ભૂષણ સન્માન પણ મળી ચૂક્યું છે.

ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો:
સ્ટાર ભારતીય શટલર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો. સિંધુએ ચીનની બિંગજિયાઓને સીધા સેટમાં 21-13,21-15થી હરાવીને બ્રોન્ઝ મેડલ પર કબજો કર્યો. પીવી સિંધુ ઓલિમ્પિકમાં વ્યક્તિગત ઈવેન્ટમાં બે મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા ખેલાડી બની. તેની પહેલા રિયો ઓલિમ્પિક 2016માં પણ સિંધુએ કાલ કરતાં સિલ્વર મેડલ જીત્યો હતો. ઓલિમ્પિક 2020માં સિલ્વર તો જીતી ન શકી પરંતુ બ્રોન્ઝ મેડલ જીતીને પણ ઈતિહાસ રચી દીધો.

 

adv

Related News

post
post
post
post
post
post
post