• Home
  • News
  • કોંગ્રેસને મળશે નવા અધ્યક્ષ:હરીશ રાવતે કહ્યું- નવા અધ્યક્ષની પસંદગી માટે પ્રક્રિયા શરૂ, પાર્ટીમાં ગ્રુપ-23 જેવું કંઈ જ નથી
post

રાવતે કહ્યું કે આ એક અફવા છે કે પાર્ટીના સિનિયર લીડર્સ નારાજ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-21 11:40:00

કોંગ્રેસમાં નવા અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પાર્ટીના સિનિયર લીડર હરીશ રાવતે આ માહિતી આપી છે. ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં રાવતે પાર્ટીમાં જૂથબંધી અથવા વરિષ્ઠ નેતાઓની નારાજગીના સમાચારને નકારી દીધી. રાવતે પાર્ટીના 23 નેતાઓ દ્વારા સોનિયા ગાંધીને પત્ર લખવા અંગે તેમણે કહ્યું કે આ નેતાઓને ગ્રુપ-23 કહેવુ ખોટું છે. તે પક્ષનો એક ભાગ છે.

સોનિયા ગાંધીએ શનિવારે પાર્ટી નેતાઓ સાથે ચર્ચા વિચારણા શરૂ કરી છે. આ એક એક સપ્તાહ સુધી જારી રહેશે. આ સાથે એવું માનવામાં આવે છે કે તેલંગાણા, પંજાબ અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બદલવામાં આવી શકે છે.

નારાજ નેતાઓનો અભિપ્રાય મહત્વનો
એક પ્રશ્નના જવાબમાં રાવતે કહ્યું કે પાર્ટીના સિનિયર અને યંગ લીડર્સ વચ્ચે મતભેદના સમાચારનો કોઈ આધાર નથી. કોંગ્રેસમાં દરેક નેતાના સૂચનો અને અભિપ્રાય મહત્વના છે. અમે અલગ અભિપ્રાય ધરાવતા નેતાઓનું સન્માન કરી છીએ. શનિવારે યોજાયેલી બેઠકમાં બે સમાધાન મેળવી લેવામાં આવ્યા છે.

રાવતે કહ્યું કે આ એક અફવા છે કે પાર્ટીના સિનિયર લીડર્સ નારાજ છે. તેમને ગ્રુપ-23 સુધી પણ કહેવામાં આવે છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ગ્રુપ-23 જેવી કોઈ બાબત નથી. આ ફક્ત મીડિયા દ્વારા ઉપજાવી કાઢવામાં આવેલ છે. પાર્ટીએ સ્પષ્ટતા કરી છે કે આ નેતા પણ પરિવારનો હિસ્સો છે. તેમણે જે કંઈ પણ કહ્યું છે કે તે પાર્ટીમાં આંતરિક લોકતંત્રનો હિસ્સો છે. અમે તે અંગે સન્માન કરી છીએ.

કેટલીક સમિતિની રચના કરવામાં આવી છે
નારાજ નેતાઓ અંગે એક પ્રશ્નના જવાબમાં રાવતે કહ્યું કે વરિષ્ઠ નેતાઓએ કેટલાક સૂચન આપ્યા છે. તેના આધાર પર અમે કેટલીક સમિતિની રચના બનાવવામાં આવી છે. આ ઉપરાંત અમે નવા પાર્ટી અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી છે. આ ઉપરાંત પક્ષમાં યુવા સામે વૃદ્ધ નેતાઓ જેવું કંઈ જ નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post