• Home
  • News
  • મસ્જિદમાંથી પાણી લેતાં હિંદુ પરિવારને બનાવ્યો બંધક, હુમલાખોરો પર સાંસદનો હાથ!
post

પાકિસ્તાન (Pakistan) ના રહીમ યાર ખાન શહેરમાં એક હિંદુ પરિવાર (Hindu family) નો ખેતમજૂર મસ્જિદના નળમાંથી પાણી લેતાં મુશ્કેલીમાં મુકાઇ ગયો. ડોન ન્યૂઝના રિપોર્ટ અનુસાર કેટલાક ગામના જમીનદારો કથિત રીતે જગ્યાની 'પવિત્રતાનું ઉલ્લંઘન' કરવા માટે તેને પ્રતાડિત કર્યો અને બંધક બનાવી લીધો.

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-21 10:02:37

નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) ના રહીમ યાર ખાન શહેરમાં એક હિંદુ પરિવાર (Hindu family) નો ખેતમજૂર મસ્જિદના નળમાંથી પાણી લેતાં મુશ્કેલીમાં મુકાઇ ગયો. ડોન ન્યૂઝના રિપોર્ટ અનુસાર કેટલાક ગામના જમીનદારો કથિત રીતે જગ્યાની 'પવિત્રતાનું ઉલ્લંઘન' કરવા માટે તેને પ્રતાડિત કર્યો અને બંધક બનાવી લીધો. 

શું છે મામલો?
ઘટનાના થોડા દિવસ પહેલાં રહીમ યાર ખાનમાં વસ્તી કહૂર ખાન નિવાસી આલમ રામ ભીલ પોતાની પત્ની સહિત પરિવારના અન્ય સભ્યોની સાથે એક ખેતરમાં કાચો કપાસ ઉઠાવવાનું કામ કરી રહ્યો હતો. જ્યારે પરિવાર એક નળમાં પાણી લેવા માટે નજીકની મસ્જિદ (Mosque) ની બહાર ગયો, તો કેટલાક સ્થાનિક જમીનદારો અને તેમના લોકો તેમને મારવા લાગ્યા. 

હુમલાખોરો પર સાંસદનો હાથ?
ડોન ન્યૂઝના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પરિવાર કાપેલા કપાસને ઉતારીને ઘરે પરત ફરી રહ્યો હતો, તો જમીનદારોએ તેમને પોતાના આઉટહાઉસમાં બંધક બનાવી લીધા અને પછી પ્રતાડિત કર્યા. પછી બસ્તૂ કહૂર ખાનના કેટલાક મુસ્લિમોએ ભીલ પરિવારને મુક્ત કરાવ્યો. રામ ભીલે કહ્યું કે એરપોર્ટ પોલીસ મથકે કેસ દાખલ કરવામાં આવ્યો કારણ કે હુમલાખોરો સત્તારૂઢ પીટીઆઇના એક સ્થાનિક સાંસદ સાથે સંબધ ધરાવે છે. 

પીડિતે ધરણા ધર્યા 
રિપોર્ટ અનુસાર કહેવામાં આવ્યું છે કે રામના કબીલાના એક અન્ય સભ્ય પીટર જોન ભીલ સાથે બહાર ધરણા પર હતા. સાથે જ જિલ્લા શાંતિ સમિતિના એક સભ્ય, પીટર જોન ભીલએ ડોન ન્યૂઝને જણાવ્યું કે તેમણે પીટીઆઇ એમએનએ જાવેદ વારિયાચ સાથે સંપર્ક કર્યો જેમણે તેને FIR કરવામાં મદદ કરી. જોને કહ્યું કે તેમણે જિલ્લા શાંતિ સમિતિના અન્ય સભ્યો સાથે આ મુદ્દાઓ પર એક ઇમરજન્સી બેઠક બોલાવવવાનો અનુરોધ કર્યો પરંતુ તેમણે તેને ગંભીરતાથી લીધું નહી. 

પીટીઆઇના દક્ષિણ પંજાબ અલ્પસંખ્યક વિંગના મહાસચિવ યોધિસ્ટર ચૌહાને ડોન ન્યૂઝને જણાવ્યું કે ઘટના સંજ્ઞાનમાં હતી પરંતુ સત્તાધારી પાર્ટીના એક સાંસદના પ્રભાવના કારણે તેમણે દૂર રહેવાનું પસંદ કર્યું. જિલ્લા પોલીસ અધિકારી અસદ સરફરાજે કહ્યું તે કેસને હેન્ડલ કરી રહ્યા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post