• Home
  • News
  • અમેરીકન એરલાયન્સ માટે બની ઐતિહાસીક ઘટના, યાત્રીએ પોતાની મરજી પ્રમાણે ફ્લાઇટનું કરાયુ ઉતરણ
post

જે રીતે પ્લેનને યાત્રીએ પોતાની મરજી પ્રમાણે ડાયવર્ટ કર્યુ તેને જોતા ફિલ્મી કહાની જેવુ લાગે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-07 10:09:56

નિરવ ગોવાણી 

ફિલ્મ "થ્રી ઇડીયટમાં" જે રીતે બોલીવુડ સ્ટાર માધવન વિમાન શરૂ થવાની સાથે જ એકા-એક બિમારીનુ બહાનુ કરીને વિમાનને પરત રન-વે પર લાવવા માટે પાયલોટને ફરજ પાડે છે. તે જ રીતે અમેરીકામાં બે દિવસ અગાઉ એક યાત્રીએ પોતાની ઇચ્છા મુજબની જગ્યાએ વિમાન ઉતારવા માટે પાયલોટને મજબુર કર્યા હતા.

આ કોઇ ફલ્મી કહાની નથી પરંતુ, અમેરીકામાં બે દિવસ અગાઉ મીયામીથી શિકાગો આવતુ અમેરીકન એરલાયન્સનુ વિમાન 2796 એકા-એક ફ્લોરિડાના જેક્શનવિલા ખાતે ઉતારવામાં આવ્યુ હતુ. આ ઘટનાની હકિકત એવી છે કે, મીયામી થી ઉપડેલી ફ્લાઇટ નંબર 2796 શિકાગો તરફ રવાના થયુ હતુ, પરંતુ એકા-એક વિમાન બેઠેલ એક વ્યક્તિ જોર-જોરથી બુમો પાડીને કોકપીટ તરફ દોડવા લાગ્યો હતો. અને તેને પાયલોટને વિમાન શિકાગોની જગ્યાએ જેકશનવિલા લઇ જવા કહ્યુ હતુ. આ વ્યક્તિ એટલા નશામાં હતો કે, તે કોઇ અન્ય વ્યક્તિના કાબુમાં પણ આવે તેમ ન હોવાથી પાયલોટે વિમાનને જેક્શનવિલા ખાતે ઉતારી દિધુ હતુ.

વિમાનના અન્ય યાત્રી ગ્રેબીયલ ફર્નાન્ડઝ આ અંગે જણાવે છે કે, પ્લેન મીયામીથી ઉપડ્યુ કે તરત જ એક યાત્રી વિમાનમાં દોડા-દોડ કરવા લાગ્યા હતા અને કોકપીટ તરફ જઇને પ્લેનને જેક્શનવિલા ઉતારવા માટે પાયલોટને કહેતો હતો. જો કે  ફ્લાઇટના પાયલોટે એકા-એક જાહેરાત કરીને પ્લેનને જેક્શનવિલા ઉતારી તે વ્યક્તિને તાત્કાલીક એફબીઆઇના ઓફીસરને સુપ્રત કર્યો હતો.

જે રીતે પ્લેનને યાત્રીએ પોતાની મરજી પ્રમાણે ડાયવર્ટ કર્યુ તેને જોતા ફિલ્મી કહાની જેવુ લાગે છે. પરંતુ પ્લેનમા બેઠેલા અન્ય યાત્રીઓ સાથે વાત કરતા તેઓનુ કહેવુ છે કે, જે તે સમયે તો બધાના જીવ તાળવે ચોંટાયા હતા. અને પ્લેનમા માહોલ પણ ડરનો વ્યાપી ગયો હતો. જો કે, જેક્શનવિલા ખાતે પાયલોટે જે તે વ્યક્તિને એફબીઆઇને સોંપીને ફ્લાઇટ શિકાગો પહોંચાડી દિતે અન્ય યાત્રીઓએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ તો જે  તે વ્યક્તિની તપાસ ચાલી રહી છે. પરંતુ આ ઘટના કોઇ ફિલ્મી કહાની ની જેમ અમેરીકન એરલાઇન્સ માટે ઐતિહાસીક બની ગઇ છે. 

adv

Related News

post
post
post
post
post
post
post