• Home
  • News
  • ગેંગસ્ટર વિકાસ દુબેએ ઓપરેશન કરાવી હાથમાં નખાવ્યું હતું દુર્ગા કવચ, દર વર્ષે ઉજ્જૈન જતો હતો
post

વિકાસે ઘરમાં મંદિર બનાવ્યું, રોજ બે કલાક પૂજા-પાઠ કરતો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-10 11:15:44

કાનપુર: કાનપુરના બિકરુ ગામમાં 8 પોલીસકર્મીની હત્યા કરનાર અને 5 લાખના ઈનામી ગેંગસ્ટર વિકાસ દુબેની ગુરુવારે ઉજ્જૈનના મહાકાલથી ધરપકડ કરી લેવામાં આવી છે. વિકાસ મહાકાળેશ્વરનો ભક્ત છે. ઘરે પણ રોજ 2 કલાક પૂજા કરતો હતો. તે ઉપરાંત તે શ્રાવણ મહિનામાં દર સોમવારે આનંદેશ્વર મંદિરમાં પણ દર્શન કરવા જતો હતો. વિકાસે મહંત શોભન સરકારના કહેવાથી 2003માં હાથની અંદર ઓપરેશન કરાવીને જીનવરક્ષક દુર્ગા કવચ પહેર્યું હતું.


બીજી બાજુ વિકાસની ધરપકડ પછી તેની માતા સરલા દેવીના સુર બદલાઈ ગયા છે. તેમણે કહ્યું છે કે, દીકારાને મહાકાલે બચાવી લીધો છે. સવારે બાળકો ટીવી જોત હતા ત્યારે જ અમને તેની ધરપકડના સમાચાર મળ્યા છે. મધ્ય પ્રદેશમાં વિકાસનું સાસરું છે. તે દર વખતે મહાકાલના દર્શન કરવા માટે જાય છે અને ત્યાં બાબાનો શૃંગાર કરે છે. મહાકાલે જ તેને બચાવ્યો છે. સરકારને જે યોગ્ય લાગે તે કરે, મારા કહેવાથી કશું નથી થવાનું. તે ભાજપમાં તો છે નહીં, સપામાં છે. આ પહેલાં કાનપુર શૂટઆઉટ પછી વિકાસની માતાએ કહ્યું હતું કે, તેમના દીકરાએ જે કર્યું છે તેના માટે તેનું પણ એન્કાઉન્ટર થવું જોઈએ.
 

અકાળે મોતથી બચવા માટે મહાકાલનો સહારો લીધો
વિકાસ દુબે 2 જુલાઈ રાતથી ફરાર હતો. 6 દિવસથી તે પોલીસથી ભાગી રહ્યો હતો. ગુરુવારે તે મહાકાલેશ્વરના મંદિરમાં મહાકાલના દર્શન માટે ગયો હતો. તેનું માનવું હતું કે, મહાકાળના દર્શન કરવાથી અકાળે મૃત્યુથી બચી શકાય છે.

ઘરમાં મંદિર બનાવ્યું હતું
વિકાસે 2001માં કાનપુર દેહાતના શિવલી પોલીસ સ્ટેશનની અંદર ભાજપ નેતા અને રાજ્યમંત્રી સંતોષ શુક્લાની હત્યા કરી હતી. આ ઘટનાના 4 મહિના પછી તેણે કોર્ટમાં સરન્ડર કર્યું હતું. જેલમાંથી છૂટ્યા પછી પણ તેને હંમેશા જીવનું જોખમ લાગતું હતું. ગામમાં તેણે ઘરમાં મંદિર પણ બનાવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post