• Home
  • News
  • શાહે કહ્યું- ઓછા બેડને ધ્યાનમાં રાખીને કેન્દ્ર દિલ્હીને ટ્રેનના 500 કોચ આપશે, 6 દિવસમાં ટેસ્ટિંગ 3 ગણું કરાશે
post

દિલ્હીમાં 30 મેના રોજ કોરનાના કેસ 18 હજાર 549 હતા, જે 13 જૂનના રોજ 38 હજાર 958 થયા થઈ ગયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-15 11:05:06

નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગૃહ પ્રધાન અમિત શાહની દિલ્હીના રાજ્યપાલ બૈજલ અને મુખ્યમંત્રી કેજરીવાલ સાથે દોઢ કલાક ચર્ચા થઈ હતી. ત્યાર પછી અમિત શાહે કહ્યું હતું કે ઓછા બેડને ધ્યાનમાં રાખીને કેન્દ્ર દિલ્હીને ટ્રેનના 500 કોચ આપશે. તેને આઈસોલેશન વોર્ડમાં બદલવામાં આવ્યા છે. તેનાથી 8000 બેડ વધશે. આ બેઠકમાં આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધન, એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા અને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

શાહ-કેજરીવાલની બેઠકમાં મહત્વના નિર્ણય

·         કન્ટેનમેન્ટ ઝોનમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ શોધવા માટે ઘરે-ઘરે જઈને વ્યક્તિના સ્વાસ્થ્યની તપાસ થશે. મોનિટરિંગ સારું કરવા માટે દરેક વ્યક્તિના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવાશે.

·         2 દિવસમાં કોરોના ટેસ્ટ ડબલ અને 6 દિવસમાં ત્રણ ગણા કરાશે.

·         કેન્દ્રના 5 વરિષ્ઠ અધિકારી દિલ્હી સરકારમાં તહેનાત કરાશે જે સ્થિતિ ઉપર નજર રાખશે.

·         ખાનગી હોસ્પિટલના 60% બેડ કેન્દ્ર સરકાર લેશે અને તેનો ભાવ પણ સરકાર નક્કી કરશે.

·         આઈસોલેશન વોર્ડમાં ફેરવાયેલા રેલવેના 500 કોચ દિલ્હીને અપાશે, જેમા 8000 બેડ હશે.

PM મોદીએ સમિક્ષા બેઠક કરી હતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કોરોનાને લીધે ઉદભવેલી સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી હતી. તેમા શાહ, ડો.હર્ષવર્ધન, પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ, ICMRના ડિરેક્ટર તથા એમ્પાવર્ડ ગ્રુપના સભ્યોએ પણ ભાગ લીધો હતો. બેઠક બાદ PMOએ કહ્યું કે દેશમાં કોરોનાના બે તૃત્યાંશ કેસ 5 રાજ્યમાં છે. મોટા શહેરોમાં વધારે સંક્રમણ ફેલાઈ રહ્યું છે.

આ મહિનાના 13 દિવસમાં કેસ બમણા થયા
દિલ્હીમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. 30 મેના રોજ રાજધાનીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 18 હજાર 549 હતી, જે 13 જૂનના રોજ 38 હજાર 958 પર પહોંચી છે. અહીં અત્યાર સુધીમાં 14 હજાર 945 દર્દીને સારું થઈ ગયું છે, જ્યારે 22 હજાર 742 દર્દીનો ઈલાજ ચાલી રહ્યો છે. 1,271 લોકોના મોત થયા છે. અહીં દરરોજ 5-5.5 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

દિલ્હીના નર્સિંગ હોમ્સમાં કોરોનાની સારવાર કરવા આદેશ અપાયો
દિલ્હીમાં શનિવારે 2,134 કેસ મળ્યા. સતત બીજા દિવસે દિલ્હીમાં કોરોનાના 2,000થી વધારે કેસ આવ્યા છે. કેજરીવાલ સરકારે 10થી 49 બેડ સુધીની ક્ષમતાવાળા તમામ નર્સિંગ હોમને કોવિડ ડેડિકેટેડ જાહેર કરી છે. તેના સંચાલકોને કહેવામાં આવ્યું છે કે તેઓ 3 દિવસમાં તેમની તમામ બેડ કોરોના દર્દીઓની સારવાર માટે શરૂ કરે. આ આદેશનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે ટીકા કરી
સુપ્રીમ કોર્ટે કોરોનાના દર્દીની સારવારમાં જે બેદરકારી દાખવવામાં આવી રહી છે તેમ જ મૃતદેહોને લઈ જે કાર્ય પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે તેને લઈ શુક્રવારે આકરી ટીકા કરી હતી. કોર્ટે દિલ્હી સરકારની ટીકા કરતા કહ્યું કે જો મૃતદેહો કચરાના ઢગલામાંથી મળી રહ્યો હોય તો માનવી સાથે જાનવરથી પણ ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં તો ડર ઉપજાવે તેવી સ્થિતિ પ્રવર્તિ રહી છે. દેશની રાજધાનીમાં જે રીતે કોરોનાનો સામનો કરવામાં આવી રહ્યો છે તેમાં કેટલીક અડચણો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post