• Home
  • News
  • હૈદરાબાદની મ્યુનિસિપાલિટીની ચૂંટણીના પ્રચારમાં ગૃહમંત્રીનો રોડ શો, કહ્યું- KCR અને ઓવૈસીએ ઈલુ-ઈલુ કરીને સીટો વહેંચી લીધી
post

અગાઉની ચૂંટણીમાં TRSએ 99 અને AIMMએ 44 સીટો જીતી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-30 11:40:21

ગૃહમંત્રી અમિત શાહે રવિવારે હૈદરાબાદ પહોંચ્યા. મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં પ્રચાર કરવા પહોંચેલા શાહે સિકંદરાબાદમાં રોડ શો કર્યો. તે પછી તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યની તેલંગાણા રાષ્ટ્ર સમિતિ(TRS) સરકાર પર તીખો હુમલો કર્યો. શાહે કહ્યું- ચંદ્રશેખર રાવજીને પુછવા માંગુ છું કે તમે ઓવૈસીની પાર્ટી સાથે સમાધાન કરવા માંગો છો, તેમાં અમને કોઈ વાંધો નથી. લોકશાહીમાં કોઈ પણ પાર્ટી સાથે સમાધાન કે ગઠબંધન કરી શકાય છે. વાંધો એ છે કે તમે એક જ રૂમમાં ઈલુ-ઈલુ કરીને સીટો વહેંચી લીધી.

પ્રેસ કોન્ફરન્સમાં શાહે કહ્યું- અમે નિઝામ સંસ્કૃતિમાંથી મુક્ત કરીને એક સારું શહેર આપવા માંગીએ છીએ. તેમણે પૂછ્યું કે મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવના એક લાખ ઘરના વાયદાનું શું થયું ? 10 હજાર કરોડની એક યોજના તમે(TRS) લઈને આવ્યા હતા ? તેનું શું થયું. હુસેન સાગરને ટુરિસ્ટ સ્પોટ બનાવવાનો વાયદો કર્યો હતો, તેનું શું થયું ? તમે કઈ જ કર્યું નથી.

શાહની પ્રેસ કોન્ફરન્સ

·         મોદીજી આયુષ્માન યોજના લાવ્યા. મોદીજી અહીં ફેમસ ન થાય તે માટે તમે આ યોજનાને અહીં લાગુ કરી નથી.

·         હૈદરાબાદ આઈટી હબ છે. મોદીજીએ ઘણા પ્લેટફોર્મ આપ્યા છે. આ કારણે અહીં FDIનો ફ્લો રહ્યો છે.

·         હૈેદરાબાદ મિની ભારત છે. અહીં લોકોને વર્ક ફ્રોર્મ હોમની જગ્યાએ વર્ક ફ્રોર્મ એનીવેર(કોઈ પણ જગ્યાએથી કામ)ની સુવિધા આપીશું.

·         અસદુદ્દીન ઓવૈસી પર કહ્યું કે જ્યારે ફાર્મહાઉસમાંથી નીકળશે, ત્યારે વિકાસ કરશે. જ્યારે હૈદરાબાદ ડૂબી ગયું હતું ત્યારે ઓવૈસી ક્યાં હતા ?

શાહે કહ્યું- આ વખતે મેયર અમારા હશે
રોડ શો પછી શાહે કહ્યું- હું ભાજપને સમર્થન આપવા માટે હૈદરાબાદના લોકોને ધન્યવાદ આપું છું. રોડ શો પછી મને વિશ્વાસ છે કે ભાજપ આ વખતે તેની તાકાત કે સીટો વધારવા માટે લડી રહ્યું નથી. આ વખતે હૈદરાબાદનો મેયર અમારી પાર્ટીનો હશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post