• Home
  • News
  • અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી:અમેરિકાની ચૂંટણીમાં ‘ટપાલ મતો’ કેવી રીતે નિર્ણાયક બની શકે છે?
post

મોટી સંખ્યામાં થયેલા પોસ્ટલ મતદાનને કારણે આ વરસે સ્પષ્ટપણે અંતિમ વિજેતાની જાહેરાતમાં વિલંબ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-05 10:59:36

આ વખતે અગાઉની ચૂંટણીની તુલનામાં મોટી સંખ્યમાં મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે. આ મતપત્રોને ગણતા વધારે વાર લાગશે. પોસ્ટલ બેલેટ પણ ચૂંટણીના પરિણામમાં નિર્ણાયક બની શકે છે કારણ કે મોટી સંખ્યામાં થયેલા પોસ્ટલ મતદાનથી જે ઉમેદવાર અગાઉ આગળ હતા તે પાછળ થઈ શકે છે. મોટી સંખ્યામાં થયેલા પોસ્ટલ મતદાનને કારણે આ વરસે સ્પષ્ટપણે અંતિમ વિજેતાની જાહેરાતમાં વિલંબ થશે.

ઇલેક્શન વૉકેબ્યુલરી
બેલવેધર સ્ટેટ: ઓહાયો તથા મિસુરી જેવા રાજ્યો જે દર વખતે જે ઉમેદવારને વોટ આપે છે એ ઉમેદવાર જ ચૂંટણી જીતે છે.
પ્રોજેક્શન કોલિંગ: ગણાયેલા મતપત્રોના પરિણામના આધારે સંભવિત વિજેતાની જાહેરાત થાય છે. તેના આધારે દેશવ્યાપી સંભવિત વિજેતાની જાહેરાત કરાયે છે.
બેટલગ્રાઉન્ડ સ્ટેટ: આ એવા સ્ટેટ છે જે સ્પષ્ટપણે કોઈ એક પાર્ટીને જ વોટ આપતા આવ્યા છે. એટલે કે આ રાજયો ડેમોક્રેટીક કે રિપબ્લિક એમ બેમાંથી કોઈ એક પાર્ટીને લાંબા સમયથી વફાદાર રહ્યા છે.
રેડ સ્ટેટ: આ એવા રાજ્યો છે જે રિપબ્લિકન પાર્ટીને વોટ આપે છે.
બ્લૂ સ્ટેટ: આ એવા રાજ્યો છે જે ડેમોક્રેટીક પાર્ટીને વફાદાર રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post