• Home
  • News
  • 46મા રાષ્ટ્રપતિ જો બાઈડનને કેટલો પગાર મળશે? જાણીને તમને ચક્કર આવી જશે
post

અત્યાર સુધીમાં પાંચ વખત વેતન વધારવામાં આવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-21 11:38:09

વોશિંગ્ટન: અમેરિકામાં જો બાઈડન શપથ લેતાની સાથે જ દુનિયાના સૌથી શક્તિશાળી દેશના 46માં રાષ્ટ્રપતિ બની ગયા છે. આમ તો અમેરિકાનો રાષ્ટ્રપતિ દેશનો સૌથી તાકાતવર શખ્સ હોય છે, પરંતુ ફેડરલ કાયદા અંતર્ગત તેમની પણ કેટલીક મર્યાદા અને સીમા નક્કી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ બનતા જ બાઈડનને સેલેરીથી લઈને તમામ ભથ્થાંઓ મળવાના શરૂ થઈ ગયા છે. આવો એક નજર કરીએ કે રાષ્ટ્રપતિ તરીકે બાઈડનની કેટલી સેલેરી હોય છે અને તેમને શું શું સુવિધાઓ મળશે.

અમેરિકાના રાષ્ટ્રપતિની સેલેરી આટલી હોય છે
અમેરિકાના કાયદા મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિનું વાર્ષિક વેતન ચાર લાખ અમેરિકી ડોલર નક્કી કરવામાં આવ્યું છે. ભારતીય મુદ્રામાં આ રકમ લગભગ બે કરોડ 92 લાખ રૂપિયા થાય છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિને વાર્ષિક 50 હજાર ભથ્થું મળે છે. જ્યારે એક લાખ ડોલર નોન ટેક્સેબલ ટ્રાવેલ એલાઉન્સ આપવામાં આવે છે. સાથે જ 19 હજાર ડોલર મનોરંજન ભથ્થું તરીકે આપવામાં આવે છે, જે રકમને રાષ્ટ્રપતિ પોતાના પરિવારના મનોરંજન માટે ખર્ચ કરી શકે છે. ફર્સ્ટ લેડી એટલે કે રાષ્ટ્રપતિના પત્નીને કોઈ સેલેરી મળતી નથી. જો કોઈ રાષ્ટ્રપતિ સેલેરી દાન કરવા માગે તો તે કરી શકે છે.

આ સુવિધાઓનો પણ મળે છે લાભ
અમેરિકાના રાષ્ટ્રપતિને ચાર લાખ ડોલર સેલેરી ઉપરાંત પ્રેસિડન્ટને લિમોઝિન, મરીન વન અને એરફોર્સ વનની સુવિધાઓ પણ મળે છે. આ ત્રણેયમાં રાષ્ટ્રપતિની સફર સંપૂર્ણરીતે મફત હોય છે. આ ઉપરાંત વ્હાઈટ હાઉસમાં રહેવા માટે પણ કોઈ પણ પ્રકારનું ભાડું નથી આપવામાં આવતું. સેવાનિવૃત થયા બાદ પણ રાષ્ટ્રપતિને બે લાખ ડોલર વાર્ષિક પેન્શન, રહેવા માટે ઘર, કાર્યાલય અને હેલ્થ કેર કવરેજ મળે છે.

અત્યાર સુધીમાં પાંચ વખત વેતન વધારવામાં આવ્યું
અમેરિકામાં આઝાદી પછીથી અત્યાર સુધીમાં માત્ર પાંચ જ વખત રાષ્ટ્રપતિનું વેતન વધારવામાં આવ્યું છે. વર્ષ 1789માં જ્યોર્જ વોશિંગ્ટન અમેરિકાના પહેલા રાષ્ટ્રપતિ બન્યા હતા. તે સમયે રાષ્ટ્રપતિની સેલેરી 25 હજાર ડોલર હતી. આ રકમમાં છેલ્લી વખતે વધારો વર્ષ 2001માં કરવામાં આવ્યો હતો. તે સમયે અમેરિકી કોંગ્રેસે રાષ્ટ્રપતિની સેલેરી બમણી કરી દિધી હતી.

વર્ષ

વેતન

1789

25 હજાર ડોલર

1873

50 હજાર ડોલર

1909

75 હજાર ડોલર

1949

1 લાખ ડોલર

1969

2 લાખ ડોલર

2001

4 લાખ ડોલર

​​​​​આ રાષ્ટ્રપતિઓએ સેલેરી લીધી ન હતી

અમેરિકામાં રાષ્ટ્રપતિનું વેતન સૌથી વધારે હોય છે, પરંતુ કેટલાંક રાષ્ટ્રપતિ એવા પણ રહ્યાં છે જેઓએ ક્યારેય સેલેરી લીધી જ ન હતી. અમેરિકાના 31માં રાષ્ટ્રપતિ હર્બર્ટ હૂવરે વેતન લીધું જ હતું અને તે રકમ તેઓએ દાન કરી દિધી હતી. તેઓ વેતનનો ઈનકાર કરનાર પહેલા રાષ્ટ્રપતિ હતા. જે બાદ 35માં રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીએ પણ સેલેરી લેવાનો ઈનકાર કર્યો હતો. કેનેડી પહેલાં કોંગ્રેસના પ્રતિનિધિ સભાના સભ્યા હતા, જે બાદ રાષ્ટ્રપતિ બન્યા. તેઓએ બંને પદ પર વેતન લીધું જ ન હતું. માત્ર ખર્ચ તરીકે 50 હજાર ડોલરના ભથ્થાંનો સ્વીકાર કરતા હતા. કેનેડીએ પણ પોતાની સેલેરી ધર્માર્થ સંસ્થાઓમાં દાન આપી દિધી હતી. આ ઉપરાંત ત્રણ બિલિયન ડોલરની સંપત્તિ ધરાવનાર ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાની સંપૂર્ણ સેલેરી દાન કરવાનો વાયદો કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post