• Home
  • News
  • Howdy Modi, 22 સપ્ટેમ્બરે અમેરિકામાં ટ્રમ્પ-મોદી એક મંચ પર દેખાશે, વ્હાઇટ હાઉસે પુષ્ટી કરી
post

Howdy Modi, 22 સપ્ટેમ્બરે અમેરિકામાં ટ્રમ્પ-મોદી એક મંચ પર દેખાશે, વ્હાઇટ હાઉસે પુષ્ટી કરી

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-21 11:34:56

પીએમ નરેન્દ્ર મોદી અને મહાસત્તા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત એક સાથે દેખાશે, આગામી 22 સપ્ટેમ્બરે હ્યુસ્ટનમાં બંને દિગ્ગજો Howdy Modi કાર્યક્રમમાં સાથે જોવા મળશે, જેને લઇને ખાસ તો પાકિસ્તાનને મોટો ફટકો લાગ્યો છે, કાશ્મીર મામલે અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પને વારંવાર ફરિયાદ કરનાર ઇમરાનખાનને આ મોટો ફટકો છે, પાકિસ્તાન ઇચ્છે છે કે ટ્રમ્પ કાશ્મીરમાં દખલગીરી કરે પરંતુ ભારતે કહી દીધું છે તે કાશ્મીર અમારો અંગત મામલો છે, જેથી અન્ય કોઇ દેશની સલાહની કોઇ જરૂર નથી.  

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21થી 27 સપ્ટેમ્બર વચ્ચે અમેરિકીના પ્રવાસે જશે, જ્યાં હ્યૂસ્ટનમાં Howdy Modi કાર્યક્રમમાં મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક મંચ પરથી ભારતીય-અમેરિકી લોકોને સંબોધશે, વ્હાઇટ હાઉસે પણ આ મામલે પુષ્ટી કરી છે, અમેરિકામાં ભારતીય રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલાએ જણાવ્યું છે કે બન્ને નેતાઓ Howdy Modi કાર્યક્રમમાં હાજરી આપશે અને સંબોધન કરશે, આ કાર્યક્રમમાં 50 હજાર જેટલા લોકો ઉપસ્થિત રહેશે. બાદમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક સત્રને પણ સંબોધશે, ન્યૂયોર્કમાં દ્રિપક્ષીય અને બહુપક્ષીય વાર્તમાં ભાગ લેશે, સંયુક્ત રાષ્ટ્રસભાના 74માં સત્રમાં પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન પણ દુનિયાને સંબોધન આપવાને છે, તેઓ અહી કાશ્મીર મુદ્દો ઉઠાવશે તે નક્કિ છે, જો કે તેઓ ગમે તેમ કરીને ભારતને બદનામ કરી રહ્યાં છે, પરંતુ અમેરિકાએ પણ આ મામલે દખલ કરવાની ના પાડતા ભારતનો હાથ ઉપર રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post