• Home
  • News
  • રીતિક રોશને CINTAAના રોજમદાર આર્ટિસ્ટ માટે 25 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી
post

રીતિકે આ પહેલાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોશનના વર્કર્સને N95 અને FFP3 માસ્ક આપ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-16 12:11:20

મુંબઈ: કોરોનાવાઈરસને કારણે દેશભરમાં લૉકડાઉન 3 મે સુધી વધારી દેવામાં આવ્યું છે, જેને કારણે રોજમદાર શ્રમિકો-આર્ટિસ્ટને ભોજન તથા અન્ય મુશ્કેલી પડે તે સમજી શકાય તેવી વાત છે. રીતિક રોશને સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશન (CINTAA)માં 25 લાખ રૂપિયાની મદદ કરી છે. 

CINTAAના સીનિયર જોઈન્ટ સેક્રેટરી તથા ચેરપર્સન અમિત બહલે કહ્યું હતું કે થોડાં સમય પહેલાં રીતિક રોશનની ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની KWANએ અકાઉન્ટ ડિટેલ્સ માગી હતી અને પછી સિને આર્ટિસ્ટ વેલફેર ટ્રસ્ટ (CAWT)માં 25 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યાં હતાં. તેમણે રોજમદાર આર્ટિસ્ટ્સને પૈસાની વહેંચણી પણ શરૂ કરી દીધી છે. અમિત બહલે કહ્યું હતું કે વિદ્યા બાલને પણ ફાળો આપ્યો છે. તેણે પ્રોડ્યૂસર્સ ગિલ્ડમાં આર્થિક સહયોગ આપ્યો હતો અને અન્યને મદદ કરવાની અપીલ કરતો વીડિયો પણ શૅર કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે રીતિકે આ પહેલાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોશનના વર્કર્સને N95 અને FFP3 માસ્ક આપ્યા હતાં. આટલું જ નહીં  રીતિક રોશન સ્વૈચ્છિક સંસ્થા અક્ષય પાત્ર સાથે જોડાઈને સ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી ભારતભરના વૃદ્ધાશ્રમો, રોજમદાર શ્રમિકો તથા ઓછી આવક ધરાવતા 1.2 લાખ લોકોને પોષણયુક્ત ભોજન પૂરું પાડી રહ્યો છે. અક્ષયપાત્રે ટ્વિટર પર રીતિક રોશનનો આભાર માનતી ટ્વીટ કરી હતી, જેના જવાબમાં એક્ટરે ટ્વિટર પર ઈમોશનલ રીતે જવાબ આપ્યો હતો અને કહ્યું હતું, હું તમને એ વાત નક્કી કરવાની શક્તિ આપું છું કે આપણાં દેશમાં એક પણ વ્યક્તિ ભૂખી સૂવી જોઈએ નહીં. તમે અસલી સુપરહીરો છો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post