• Home
  • News
  • હૃતિક રોશન ગર્લફ્રેન્ડ સાથે 'મન્નત'માં રહેશે:રિનોવેશન પૂરું થતાં જ પ્રેમીપંખીડાં 100 કરોડના ફ્લેટમાં શિફ્ટ થશે, ટૂંક સમયમાં કરી શકે છે લગ્ન
post

હૃતિકે સબા સાથે રહેવા માટે મુંબઈમાં બે ફ્લેટ ખરીદ્યા છે, જે એ જ બિલ્ડિંગના ઉપરના માળે છે,

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-17 18:25:00

છેલ્લા એક વર્ષથી પોતાના રિલેશનશિપને લઈને લાઇમલાઇટમાં રહેલા હૃતિક રોશન અને સબા આઝાદ ટૂંક સમયમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા જઈ રહ્યાં છે. હૃતિકે ગયા વર્ષે મુંબઈમાં બે ભવ્ય ફ્લેટ ખરીદ્યા હતા, જેનું રિનોવેશન શરૂ થઈ ગયું છે. કામ પૂરું થયા પછી સબા-હૃતિક સાથે રહેશે. રિપોર્ટ અનુસાર બંને જલદી લગ્ન કરવા જઈ રહ્યાં છે.

100 કરોડમાં બે ફ્લેટ ખરીદ્યા
હૃતિકે સબા સાથે રહેવા માટે મુંબઈમાં બે ફ્લેટ ખરીદ્યા છે, જે એ જ બિલ્ડિંગના ઉપરના માળે છે, 'બોલિવૂડલાઈફ ડોટ કોમ'ના અહેવાલમાં જણાવાયું છે. તેણે આ ફ્લેટ મુંબઈના પોશ વિસ્તારમાં 'મન્નત' નામના બિલ્ડિંગમાં ખરીદ્યા છે, જેના રિનોવેશનનું કામ પણ શરૂ થઈ ગયું છે. બંને ફ્લેટનું રિનોવેશન પૂરું થતાં જ કપલ સાથે રહેવા જશે.

હૃતિક-સબા જલદી લગ્ન કરી શકે છે અન્ય એક રિપોર્ટ અનુસાર, હૃતિક અને સબા આઝાદ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યાં છે. બંને એકબીજા માટે ખૂબ જ ગંભીર છે અને લગ્નની યોજના બનાવી રહ્યાં છે.

વાતચીતની શરૂઆત એક સોશિયલ મીડિયા પોસ્ટથી થઈ હતી
સબા આઝાદ બેન્ડ સાથે પરફોર્મ કરે છે. હૃતિકે એકવાર ટ્વિટર પર સબાનો એક વીડિયો શેર કર્યો હતો અને એનાં વખાણ કર્યાં હતાં, જ્યારે એ સમયે બંને એકબીજાને ઓળખતાં ન હતાં. સોશિયલ મીડિયા પર હૃતિકે વખાણ કર્યાં તો સબાએ તેનો આભાર માનતો મેસેજ કર્યો. ત્યારથી બંનેએ વાત કરવાનું શરૂ કર્યું અને બંને મિત્રો બની ગયા. 2020માં તે બંને મુંબઈની એક રેસ્ટોરાંમાં ડિનર કરતાં અને સાથે બહાર જતાં જોવા મળ્યાં હતાં, ત્યાર બાદ તેમના અફેરના સમાચાર ચર્ચામાં રહ્યા હતા, જોકે બંનેએ અવારનવાર સ્પોટ દ્વારા અફવાઓને સાચી સાબિત કરી હતી.

કોણ છે સબા આઝાદ?
સબાએ પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા પછી તરત ઈશાન નાયરની શોર્ટ ફિલ્મ ગુરુરથી કરી હતી. એ પછી સબાએ દિલ કબડ્ડી ફિલ્મથી વર્ષ 2008માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. 'દિલ કબડ્ડી'માં સબા રાહુલ બોસની સાથે લીડ રોલમાં જોવા મળી હતી. ત્યાર બાદ તેને ન્યૂકમર સાકિબ સલીમની સાથે 'મુઝસે ફ્રેન્ડશિપ કરોંગે'માં કામ કરવાની તક મળી. આ ફિલ્મ વર્ષ 2011માં રિલીઝ થઈ હતી. એક્ટિંગ ફિલ્ડ બાદ સબાએ સિગિંગ ફિલ્ડમાં કરિયર બનાવી હતી. હૃતિક રોશન પહેલાં સબા આઝાદનું નામ એક્ટર ઈમાદ શાહ સાથે જોડાઈ ચૂક્યું છે. ઈમાદ નસીરુદ્દીન શાહનો પુત્ર છે. ફિલ્મ અને ગીત ઉપરાંત સબાએ કમર્શિયલ એડ પણ કરી છે. સબા કેડબરી, પોન્ડસ, મેગી, ટાટા સ્કાય, ગૂગલ, કિટ કેટ, વોડાફોન, સનસિલ્ક, નેસકેફે, એરટેલની એડમાં જોવા મળી છે.

હૃતિકના 2014માં ડિવોર્સ થયા. હૃતિકે વર્ષ 2000માં સુઝાન ખાન સાથે લગ્ન કર્યાં હતાં. આ જ વર્ષે હૃતિકે 'કહો ના પ્યાર હૈ'થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. 2006માં હૃતિક દીકરા રેહાન તથા 2008માં રેધાનના પેરેન્ટ્સ બન્યાં હતાં. જોકે 31 ઓક્ટોબર, 2014ના રોજ બંને અલગ થઈ ગયાં હતાં. ડિવોર્સ બાદ પણ હૃતિક તથા સુઝાન વચ્ચે સારું બોન્ડિંગ છે. સુઝાન ખાન અર્સલાન ગોનીને ડેટ કરે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post