• Home
  • News
  • ઈતિહાસમાં આજનો દિવસ:માનવી પ્રથમ વખત ચંદ્રની કક્ષામાં પહોંચ્યો, જ્યાંથી આવી હતી ચંદ્ર અને પૃથ્વીની એક સાથેની તસવીર
post

1524માં યુરોપથી ભારત પહોંચવાનો સમુદ્રી માર્ગ શોધનાર પોર્ટુગલના નાવિક વાસ્કો ડી ગામાનું કેરળના કોચ્ચિમાં અવસાન થયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-24 11:09:39

વર્ષ 1968ના આજના દિવસે અપોલો-8 ચંદ્રની કક્ષામાં પહોંચ્યુ હતું. ચંદ્રની કક્ષામાં પહોંચનારું આ પ્રથમ માનવ અભિયાન હતું. એસ્ટ્રોનોટ ફ્રેંક બોરમેન, જિમ લોવેલ અને વિલિયમ એન્ડર્સે ચંદ્રની કક્ષામાંથી જીવંત પ્રસારણ કર્યું હતું. જેમા તેમણે પોતાના સ્પેસક્રાફ્ટની અંદરથી ચંદ્ર, પૃથ્વીની તસવીરો મોકલી હતી. એસ્ટ્રોનોટ વિલિયમ એન્ડર્સની 'અર્થરાઈઝ' તસવીરને લીધે જ આ મિશન વિશ્વભરમાં ખૂબ જ પ્રસિદ્ધ થયુ હતું. 27 ડિસેમ્બર 1968ના રોજ આ મિશન પૂરું થયુ હતું. ત્યારબાદ અપોલો સિરીઝના અન્ય એક મિશનથી જ એપોલો-11માં માનવીએ પ્રથમ વખત ચંદ્રની સપાટી પર ઉતરાણ કર્યું હતું. જ્યારે 20 જુલાઈ 1969ના રોજ નીલ આર્મસ્ટ્રોગ, એડ્રિયને ચંદ્ર પર પગ મુક્યો હતો. આ અભિયાનમાં માઈકલ કોલિંગ્સનો પણ સમાવેશ થતો હતો.

દિલ્હી મેટ્રોનો પ્રારંભ થયો
આજથી 18 વર્ષ અગાઉ એટલે કે વર્ષ 2002માં આજના દિવસે દિલ્હીમાં પ્રથમ વખત મેટ્રો ટ્રેન દોડી હતી. શાહદરાથી તીસહજારી કોરીડોર વચ્ચે આ ટ્રેનના કુલ રુટની લંબાઈ 8.4 કિલોમીટર હતી. આ રુટમાં કુલ છ સ્ટેશન હતા. તે સમયે પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ તેનું ઉદઘાટન કર્યું હતું. 8.4 કિલોમીટર લાંબા રુટ તથા 6 સ્ટેશનોથી શરૂ થયેલી દિલ્હી મેટ્રો 389 કિલોમીટર લાંબો રુટ આવતા 285 સ્ટેશનો સુધી પહોંચી ગઈ છે. દિલ્હી મેટ્રો હવે દિલ્હી ઉપરાંત ગુડગાંવ, નોઈડા, ગ્રેટર નોઈડાના લોકોના જીવનનો મહત્વનો હિસ્સો બની ગયો છે.

3 મે, 1995ના રોજ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના રજિસ્ટ્રેશનના પાંચ વર્ષ બાદ મેટ્રો સર્વિસ શરૂ કરવાનો શ્રેય ઈ.શ્રીધરનને જાય છે. તેમણે આ કાર્યને પૂરું કરીને સાબિત કરી આપ્યું. શ્રીધરનને દિલ્હી મેટ્રોની અનેક પરિયોજનાઓને સફળ બનાવી છે. વર્ષ 1995માં દિલ્હી મેટ્રો સાથે જોડાયા બાદ વર્ષ 2005 સુધીમાં ઈ શ્રીધરનને દિલ્હી મેટ્રોના MD બનાવી દેવામાં આવ્યા હતા. મીડિયાએ તેમના કાર્યને જોતા 'મેટ્રો મેન' તરીકે ઓળખ આપી હતી. વર્ષ 2005માં ફ્રાંસ સરકારે તેમને ફ્રાંસના સર્વોચ્ચ નાગરિક સન્માન 'નાઈટ ઓફ ધ લિજો ઓફ ઓનર'થી સન્માનિત કર્યાં. વર્ષ 2001માં તેમને પહ્મશ્રી તથા વર્ષ 2008માં પહ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા.

અભિનેતાથી CMની ખુરશી સુધી પહોંચ્યા એમજી રામચંદ્રનનું અવસાન
આજે મરુથુર ગોપાલન રામચંદ્રન એટલે કે એમજી રામચંદ્રનની પૂણ્યતિથિ છે. તેમના પ્રશંસકો તેમને MGR કહે છે. MGR એ ત્રણ દાયકા સુધી તમિલ સિનેમા પર રાજ કર્યું. 100થી વધારે ફિલ્મોમાં કામ કર્યું. આ પૈકી 28 ફિલ્મોમાં જે જયલલિતા તેમની અભિનેત્રી હતી. જે બાદમાં તેમની સૌથી નજીકની સહયોગી બની. ફિલ્મ કારકિર્દીમાં અને રાજકીય કારકિર્દીમાં પણ. કારકિર્દીની શરૂઆતના દિકવોમાં તેમણે કોંગ્રેસનું સભ્યપદ લીધુ. વર્ષ 1953 સુધી કોંગ્રેસમાં રહ્યા. બાદમાં કરુણાનિધિના કહેવાથી DMK સાથે જોડાયા. બાદ કરુણાનિધિ સાથે સંબંધ બગડતા તેમણે પોતાનો રાજકીય પક્ષ ADMK બનાવ્યો. 30 જુલાઈ 1977ના રોજ તેઓ તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા. 24 ડિસેમ્બર, 1987ના રોજ તેમનું અવસાન થયુ ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રી પદ પર હતા. ADMKને બાદમાં AAIDMK કહેવામાં આવતો. એટલે કે ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કાજગમ. વર્ષ 1988માં તેમને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા.

ભારત અને વિશ્વમાં 24 ડિસેમ્બરની મહત્વની ઘટનાઃ

2014: અટલ બિહારી વાજપેયી અને મદન મોહન માલવીયને ભારત રત્ન આપવાની જાહેરાત

1989: દેશના પ્રથમ અમ્યુજમેન્ટ પાર્ક 'એસેલ વર્લ્ડ' મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ખોલવામાં આવ્યું.

1986: લોટસ ટેમ્પલ સામાન્ય નાગરિકો માટે ખોલવામાં આવ્યું

1962: અભિનેત્રી પ્રીતિ સપ્રૂનો જન્મ થયો. માંડ 13 વર્ષની ઉંમરમાં એક્ટિંગ શરૂ કરનારી પ્રીતિએ લાવારિસ, નજરાના, અવતાર, નિમ્મો, આજ કા અર્જુન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

1956: અભિનેતા અનિલ કપૂરનો જન્મ દિવસ છે. ફિલ્મી પરિવારમાં જન્મેલા અનિલ કપૂરે વો સાત દિન, મશાલ, મેરી જંગ, બેટા, કર્મા, 1942 અ લવ સ્ટોરી જેવી ફિલ્મો બનાવી છે. અનિલ હજુ પણ ફિલ્મોમાં સક્રિય છે. તેમની દિકરી સોનમ કપૂર પણ અભિનેત્રી છે.

1924: જાણિતા સિંગર મોહમ્મદ રફીનો જન્મ થયો હતો. રફીએ બહારો ફૂલ બરસાઓ મેરા મહબૂબ આયા હૈ, યે ચાંદ સા રોશન ચેહરા, ક્યા હુઆ તેરા વાદા, યે રેશમી જુલ્ફે, લિખે જો ખત તુઝે જેવા અનેક સુપરહિટ ગીતો ગાયા. રફીએ એક હજારથી વધારે ફિલ્મોના ગીતોને પોતાના અવાજ આપ્યો.
1524: 
યુરોપથી ભારત પહોંચવાનો સમુદ્રી માર્ગ શોધનાર પોર્ટુગલના નાવિક વાસ્કો ડી ગામાનું કેરળના કોચ્ચિમાં અવસાન થયું

 

adv

Related News

post
post
post
post
post
post
post