• Home
  • News
  • 'હું આશ્ચર્યચકિત છું કે તમે...', કેજરીવાલ ઈડી સમક્ષ ત્રીજી વાર હાજર ના થયા, સમન્સનો આપ્યો જવાબ
post

દિલ્હીમાં રાજ્યસભાની ચૂંટણી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તરીકે હું તેમાં વ્યસ્ત છું.

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-03 17:25:15

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક્સાઈઝ પોલિસી મામલે પૂછપરછ માટે ત્રીજી વખત ED સમક્ષ હાજર નથા થયા. આ સાથે જ કેજરીવાલે ઈડીના સમન્સનો જવાબ આપતા કહ્યું છે કે, દિલ્હીમાં રાજ્યસભાની ચૂંટણી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તરીકે હું તેમાં વ્યસ્ત છું. દિલ્હીના મુખ્યમંત્રી હોવાના કારણે હું 26 જાન્યુઆરીની તૈયારીમાં પણ વ્યસ્ત છું પરંતુ જો તમે સવાલોની યાદી મોકલવા માંગતા હોય તો હું તેનો જવાબ આપીશ.

ADVERTISEMENT

કેજરીવાલે ઈડીને આપેલા જવાબમાં બીજું શું કહ્યું....

- હું આશ્ચર્યચકિત છું કે તમે મારા દ્વારા ઉઠાવેલા વાંધાઓનો જવાબ ન આપ્યો અને અગાઉના સમન્સ જેવું જ સમન્સ ફરીથી પાઠવ્યું.

- હું એ માનું છું કે, તમારી પાસે આ સમન્સનું કોઈ જસ્ટિફિકેશન નથી.

- EDનો વ્યવહાર મનસ્વી અને બિન પારદર્શક છે.

- પહેલાની જેમ જ હું ફરીથી કહું છું કે, હું કાયદાનું સમ્માન કરું છું અને તપાસમાં સહયોગ આપવા માટે તૈયાર છું.

- તમારું મૌન નિહિત સ્વાર્થની પુષ્ટિ કરે છે.

- હું એવા ઘણાં મામલા વિશે જાણું છું જેમાં ED સમન્સ મેળવનાર વ્યક્તિના પૂછવા પર વિગતવાર સ્પષ્ટીકરણ આપે છે.

- હું ફરીથી માંગ કરું છું કે, તમે મારા સવાલોના જવાબ આપો જેથી કરીને હું આ તપાસના ઉદ્દેશ્ય વિસ્તારને યોગ્ય રીતે સમજી શકું.

- દરેક વખતે સમન્સ મારા સુધી પહોંચતા પહેલા મીડિયામાં પહોંચી જાય છે. તેનાથી સવાલ ઉઠે છે કે, આ સમન્સનો ઉદ્દેશ્ય કોઈ તપાસ કરવાનો છે કે, પછી મારી પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો છે.

- દિલ્હીમાં રાજ્યસભાની ચૂંટણી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તરીકે હું તેમાં વ્યસ્ત છું

- દિલ્હીના મુખ્યમંત્રી હોવાના કારણે હું 26 જાન્યુઆરીની તૈયારીમાં પણ વ્યસ્ત છું. પરંતુ, જો તમે કોઈ સવાલોની સૂચિ મોકલવા માંગતા હોય તો હું તેનો જવાબ આપીશ. 


adv

Related News

post
post
post
post
post
post
post