• Home
  • News
  • 'હું આભારી છું...', અરબાઝ ખાનના બીજા લગ્ન બાદ મલાઈકા અરોરાએ શેર કરી ક્રિપ્ટિક પોસ્ટ
post

અરહાને તેના પિતા અરબાઝના લગ્નમાં હાજરી આપી હતી. અરહાનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-29 19:15:19

બોલિવૂડ દિવા મલાઈકા અરોરા રોજ તેની ફેશન સેન્સ અને પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે. ખાસ કરીને એકટ્રેસ પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકાના એક્સ હસબેન્ડ અરબાઝ ખાનના બીજા લગ્ન બાદ મલાઈકા લાઈમલાઈટમાં આવી ગઈ છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જે વાયરલ થઈ રહી છે. 

મલાઈકા અરોરાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ક્વોટ શેર કર્યો છે. જેમાં લખ્યું હતું- હું જાગી ગઇ ,મારી પાસે પહેરવા માટે કપડાં છે, પીવા માટે પાણી, ખાવા માટે ખોરાક છે. હુ આભારી છુ. આ પોસ્ટમાં મલાઈકાએ લખ્યું છે કે, તેની પાસે જે પણ છે તેના માટે તે આભારી છે.

અરબાઝે બીજા લગ્ન કર્યા

મલાઈકા અરોરા અને અરબાઝ ખાન વર્ષ 2017માં અલગ થઈ ગયા હતા. જે બાદ 24 ડિસેમ્બરે અરબાઝે મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે લગ્ન કર્યા હતા. જો કે આ લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મિત્રો જ હાજર રહ્યા હતા. અરબાઝના લગ્નમાં મલાઈકા ન હતી પરંતુ તેનો પુત્ર અરહાન ગયો હતો. અરહાને તેના પિતા અરબાઝના લગ્નમાં હાજરી આપી હતી. અરહાનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

આ દિવસોમાં મલાઈકા અરોરા ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જામાં જજ તરીકે જોવા મળી રહી છે. શોનો નવો પ્રોમો વાયરલ થઈ રહ્યો છે જેમાં ફરાહ ખાન મલાઈકાને તેના બીજા લગ્ન વિશે પૂછે છે. ફરાહે મલાઈકાને પૂછ્યું કે, શું તે 2024માં સિંગલ પેરેન્ટ અને એક્ટ્રેસમાંથી ડબલ પેરેન્ટ એક્ટ્રેસ બની જશે? આ સવાલ સાંભળીને મલાઈકા મૂંઝવણમાં પડી જાય છે અને પૂછે છે કે, મારે ફરીથી કોઇને અપનાવવુ પડશે? આ પછી ગૌહર તેને સમજાવે છે કે, તે પૂછે છે કે શું તે ફરીથી લગ્ન કરશે? આના જવાબમાં મલાઈકા કહે છે કે, જો કોઈ પૂછે તો કેમ નહીં.

મલાઈકા આગળ કહે છે - જો કોઈ હશે તો હું તેની સાથે 100 ટકા લગ્ન કરીશ. ફરાહ ખાન આ સાંભળીને આશ્ચર્ય સાથે કહે છે. 'કોઈ નથી, ઘણા છે.' 

મલાઈકાએ કહ્યું, 'જ્યારે હું કહું છું કે, કોઈ છે, તો તેનો અર્થ એ છે કે, જો કોઈ લગ્ન માટે પૂછશે તો હું કરીશ.' ફરાહે તેને ફરી પૂછ્યું, "કોઈ પૂછે તો કરી લઇશ?" મલાઈકાએ આ સવાલ પર હા પાડીને શરમાવવા લાગી હતી. 

adv

Related News

post
post
post
post
post
post
post