• Home
  • News
  • હું 22 જાન્યુઆરી પછી પરિવાર સાથે રામ મંદિર જઈશ, જાણો કેજરીવાલે કેમ આમ કહ્યું
post

આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા માટે વિપક્ષના ઘણાં નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-17 19:48:03

દેશમાં રામમય વાતાવરણ વચ્ચે હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે ‘હું ટૂંક સમયમાં રામલલા દર્શન કરવા અયોધ્યા જશે. અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીશું કે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ દિલ્હીથી અયોધ્યા સુધી વધુ ટ્રેનો દોડે.’ 

આમંત્રણ બાબતે કેજરીવાલે કહ્યું...

રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રણના પ્રશ્ન અંગે કેજરીવાલે કહ્યું કે ‘મને ટ્રસ્ટ તરફથી એક પત્ર મળ્યો છે. ત્યાર પછી અમે તેમને ફોન કરીને કહ્યું કે અયોધ્યાથી એક ટીમ અંતિમ આમંત્રણ આપવા આવશે. પરંતુ અમને કોઈ આમંત્રણ મળ્યું નથી. આમ છતાં હું મારા પરિવાર સાથે અયોધ્યા રામ મંદિર જવા માંગુ છું. તેથી હું 22 જાન્યુઆરી પછી અયોધ્યા જઈશ.’

પ્રાણ પ્રતિષ્ઠામાં વિપક્ષી નેતાઓને પણ આમંત્રણ 

આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા માટે વિપક્ષના ઘણાં નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરી જેવા નેતાઓએ પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવાનું આમંત્રણ ફગાવી દીધું હતું. આ મામલે વિપક્ષી નેતાઓ ભાજપ પર આરોપ લગાવી રહ્યા છે કે ‘ભાજપ આ કાર્યક્રમનો રાજકીય ફાયદો ઉઠાવવા માંગે છે.’

adv

Related News

post
post
post
post
post
post
post