• Home
  • News
  • ધ ઈકોનોમિસ્ટ તરફથી:બિડેન ચૂંટણી જીત્યા તો તેમને અસંખ્ય સમસ્યાનો સામનો કરવો પડશે, ટ્રમ્પની અરાજક કાર્યપદ્ધતિએ મુશ્કેલી વધારી
post

અમેરિકામાં ડેમોક્રેટિક ઉમેદવાર ડાબેરી હોવાની ધારણા, પરંતુ વાસ્તવિક્તા એવી નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-03 15:01:12

અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેનના આર્થિક વલણ અંગે દરેકની નજર છે. બંને ઉમેદવારો વચ્ચે પ્રથમ ચર્ચામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના હરિફને કારોબારનો સત્યાનાશ કરનારા જણાવ્યા છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે, બિડેન ડાબેરીઓના દબાણમાં સરકારી તંત્રનો નાટકિય વિસ્તાર કરશે. જોકે, બિડેનની ડાબેરી વિચારધારાની આશંકા અમેરિકાના કેટલાક મોટા વ્યવસાયિકોને પણ છે. આ આરોપમાં સત્ય નથી. બિડેન લેફ્ટના આદર્શવાદી વિચારોને ફગાવી ચૂક્યા છે. ટેક્સ અને સરકારી ખર્ચ સંબંધે તેમનો પ્રસ્તાવ ઉચિત છે. બીજી તરફ બિડેન જો રાષ્ટ્રપતિ પદે ચૂંટાશે તો તેમને વારસામાં અસંખ્ય સમસ્યાઓ મળશે. ટ્રમ્પે તેમના માટે સમસ્યાનો પહાડ ઊભો કર્યો છે.

બિડેને સરકારી ખર્ચ થોડો વધારવાનો પ્રસ્તાવ જરૂર મુક્યો છે, છતાં તેમનું લક્ષ્ય અમેરિકાની વાસ્તવિક સમસ્યાઓ ઉકેલવા સંબંધિત છે. દેશનું પાયાનું માળખું તૂટી રહ્યું છે, જળવાયુ પરિવર્તન અને નાના વ્યવસાયિઓ સાથે જોડાયેલી સમસ્યાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. જોકે, કેટલાક ક્ષેત્રોમાં બિડેનના પ્રસ્તાવ દુરોગામી નથી. 2017માં ટ્રમ્પે જ્યારે સત્તા સંભાળી ત્યાર તેમણે બિઝનેસને ઝડપથી આગળ લઈ જવાની આશા જગાડી હતી. રાષ્ટ્રપતિની ઓવલ ઓફિસ અને વ્યવસાયિઓ વચ્ચે હોટલાઈન, ટેક્સ અને સરકારી હસ્તક્ષેપમાં ઘટાડાનું વચન આપ્યું હતું. મહામારીથી પહેલા આ યોજના કેટલીક હદ સુધી કામ કરી રહી હતી. શેર બજાર તેજીમાં હતું, નાના કર્મચારીઓનું વેતન 4.7%ના વાર્ષિક દરે વધી રહ્યું હતું. જો વાઈરસનો પ્રકોપ ન આવતો તો સારા અર્થતંત્રના બળે ટ્રમ્પ ફરી ચૂંટણી જીતી શકતા હતા.

મહામારીમાં ટ્રમ્પની ખામીઓ બહાર આવી ગઈ. તુટી રહેલું અર્થતંત્ર અને અપુરતી સામાજિક સુરક્ષાની જોગવાઈ સહિત અનેક સમસ્યાઓ બહાર આવી. ધંધા નબળા પડ્યા છે. રોકાણ આવતું નથી. જોકે, મોટી કંપનીઓનો પ્રભાવ વધ્યો છે. કાયદાના શાસન પર હુમલો, કંપનીઓનું જાહેરમાં અપમાન જેવી ટ્રમ્પની અરાજક કાર્યપદ્ધતિ વિકાસ દર માટે નુકસાનકારક છે. ચીન સાથેની લડાઈનો ફાયદો ઓછો થયો છે, પરંતુ વૈશ્વિક વેપાર સિસ્ટમ અસ્થિર બની ગઈ છે.

3 નવેમ્બરે ચૂંટણી જીતવાની સ્થિતિમાં 46મા રાષ્ટ્રપતિ તરીકે જો બિડેને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે. 2021માં 50 લાખ લોકો સામે લાંબા સમય સુધી બેરોજગારીનું જોખમ રહેશે. બિડેને બે થી ત્રણ ખરબનું પેકેજ આપવું પડશે. ચીન સાથે તણાવ ઘટાડીને બજારને રાહત આપી શકે છે. જો વાઈરસની વેક્સીન આવી તો બીજા દેશો સાથે સહયોગની બિડેનની નીતિ વિશ્વમાં તેના વિતરણને સરળ બનાવશે. પોતાના વ્યવહારિક વલણને કારણે બિડેનને સાહસિક નિર્ણય લેવામાં મુશ્કેલી પડશે. બિડેન કંપનીઓ બચાવવા માગે છે, પરંતુ તેમની વચ્ચે હરિફાઈનો કોઈ નક્કર પ્રસ્તાવ નથી. બિડેનને અમેરિકાને પાટે ચડાવવા સાહસિક નિર્ણયો લેવા પડશે.

તૂટતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ચીનનો પડકાર મહત્ત્વનો
બિડેનને અમેરિકાની વર્ષોથી ચાલી આવતી સમસ્યાઓ પર ફોકસ કરવું પડશે. તેઓ જળવાયુને અનુકૂળ વિરાટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવા માગે છે. અમેરિકાના પુલ 43 વર્ષ જૂના છે. રિસર્ચ પાછળ સરકારી ખર્ચ 1960માં જીડીપીના 1.5%થી ઘટીને 0.7% રહી ગયો છે. સાયન્સના ક્ષેત્રમાં ચીન અમેરિકાને ગંભીર પડકાર આપી રહ્યું છે. બિડેન બહારના લોકો પર ટ્રમ્પે લાગુ કરેલા પ્રતિબંધો ઘટાડશે. તેઓ શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને રહેઠાણ પાછળ વધુ ખર્ચ કરવા માગે છે. જે કોઈ સમાજવાદી કે ડાબેરીનો એજન્ડા નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post