• Home
  • News
  • મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બની તો જાતિ આધારિત વસતી ગણતરી કરાવીશું: દિગ્વિજય સિંહ
post

મેં હંમેશા જાતિ આધારિત વસતી ગણતરીનું સમર્થન કર્યું છે: દિગ્વિજય સિંહ

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-02 17:59:12

ભોપાલ: બિહારમાં નીતિશકુમારની સરકારે જાતિ આધારિત વસતી ગણતરીના આંકડા જાહેર કર્યા છે. બિહાર સરકાર દ્વારા જાતિ આધારિત વસતી ગણતરીના આંકડા જાહેર કરવા પર મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનવા પર જાતિ આધારિત વસતી ગણતરી કરાવવામાં આવશે. 

જાતિ આધારિત વસતી ગણતરી પર બોલ્યા દિગ્વિજય સિંહ

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, મેં હંમેશા જાતિ આધારિત વસતી ગણતરીનું સમર્થન કર્યું છે. જો મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો અહીં અમે જાતિ આધારિત વસતી ગણતરી કરાવીશું. 

બિહારમાં 13 કરોડથી વધુ લોકોની વસતી

બિહાર સરકારે જાતિ આધારિત વસતી ગણતરી પૂર્ણ કરી છે. મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓએ તેનો રિપોર્ટ જાહેર કર્યો. બિહાર સરકારે જણાવ્યું કે, રાજ્યમાં જાતિ આધારિત વસ્તીગણતરીમાં 13 કરોડથી વધુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જાતિ આધારિત ગણતરીમાં કુલ વસ્તી 13 કરોડ 7 લાખ 25 હજાર 310 જણાવવામાં આવી છે. 

2024માં જ્યારે સરકાર બનશે તો આખા દેશમાં જાતિ આધારિત વસતી ગણતરી કરાવીશું : લાલુ પ્રસાદ યાદવ

રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે આજે ગાંધી જયંતિ પર આ ઐતિહાસિક ક્ષણના અમે સાક્ષી બન્યા છીએ. ભાજપે અનેક કાવતરાં, કાનૂની અવરોધ અને તમામ ષડયંત્ર કર્યા છતાં આજે બિહાર સરકારે જાતી આધારિત સરવે જાહેર કરી દીધો. આ આંકડા વંચિતો, ઉપેક્ષિતો અને ગરીબોના સર્વાંગી વિકાસ અને પ્રગતિ માટે સમગ્ર યોજના બનાવવા તથા હાંસિયામાં ધકેલાયેલા સમૂહોની વસતીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ આપવામાં દેશ માટે ઉદાહરણ પૂરું પાડશે. સરકારે હવે સુનિશ્ચિત કરવું જોઈએ કે જેની જેટલી વસતી તેની તેટલી ભાગીદારી. કેન્દ્રમાં જ્યારે 2024માં અમારી સરકાર બનશે તો અમે સમગ્ર દેશમાં જાતિ આધારિત વસતી ગણતરી કરાવીશું.

adv

Related News

post
post
post
post
post
post
post