• Home
  • News
  • ડોનાલ્ડ ટ્રમ્પ તેમના હરિફ જો બાઇડેન અને પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાને જેલમાં ધકેલવા ઇચ્છે છે, એટર્ની જનરલને કહ્યું- આમની સામે કાર્યવાહી નહીં કરો તો ઇતિહાસ તમને ક્યારેય માફ નહીં કરે
post

ટ્રમ્પે વિદેશ મંત્રી માઇક પોમ્પિયો સામે આક્ષેપ કર્યો કે તેમણે હિલેરી ક્લિન્ટનના ઇ-મેલ જાહેર ન કર્યા. હું તેમના કામથી જરાય ખુશ નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-10 10:48:47

કોરોના સંક્રમિત થયા બાદ ગુરુવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની કેબિનેટના ઉચ્ચ અધિકારીઓને જાહેરમાં એટલા માટે ખરું-ખોટું સંભળાવ્યું કે તેઓ ટ્રમ્પના રાજકીય હરીફો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી નથી કરી રહ્યા. ટ્રમ્પ ઇચ્છે છે કે તેમના હરીફ જો બાઇડેનની સાથોસાથ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સામે પણ કેસ ચલાવાય અને તેમને ઇતિહાસના સૌથી મોટા ષડયંત્ર બદલ જેલમાં ધકેલી દેવાય. પોતાના એટર્ની જનરલ વિલિયમ બાર માટે ટ્રમ્પે કહ્યું કે જો તેઓ બાઇડેન અને ઓબામા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી નહીં કરે તો ઇતિહાસ તેમને ક્યારેય માફ નહીં કરે.

ટ્રમ્પે વિદેશ મંત્રી માઇક પોમ્પિયો સામે આક્ષેપ કર્યો કે તેમણે હિલેરી ક્લિન્ટનના ઇ-મેલ જાહેર ન કર્યા. હું તેમના કામથી જરાય ખુશ નથી. એફબીઆઇના ડાયરેક્ટર ક્રિસ્ટોફર રે અંગે પણ ટ્રમ્પે કહ્યું કે તેમનું કામ સંતોષકારક નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ અગાઉ પણ જો હારી જાય તો ખુરશી છોડવાના મુદ્દે સુપ્રીમકોર્ટમાં જઈ શકે છે. આ વખતની અમેરિકી ચૂંટણી આટલા વર્ષોમાં લડાઈ એ રીતની નથી. એ તો સ્પષ્ટ થઈ ગયું છે

.ટ્રમ્પના મતે ઓબામાએ ઇતિહાસનો સૌથી મોટો રાજકીય ગુનો કર્યો છે
ટ્રમ્પ ઇચ્છે છે કે વિલિયમ બાર બાઇડેન-ઓબામા સામે ઇતિહાસના સૌથી મોટા રાજકીય ગુનાના આરોપ લગાવે અને સાબિત કરીને તેમને જેલમાં ધકેલે. ટ્રમ્પનું માનવું છે કે 2016માં તેમના રાજકીય પ્રચારને રશિયા સાથે જોડવામાં આવ્યો અને પછી તેમની સામે તપાસ બેસાડાઇ, જે આગળ જતાં મૂલર રિપોર્ટના માધ્યમથી જાહેર થઇ. ત્યાર બાદ કોંગ્રેસના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ટ્રમ્પ સામે મહાભિયોગ ચલાવ્યો. ટ્રમ્પનો આક્ષેપ છે કે ઓબામા અને બાઇડેને મળીને કાવતરું ઘડ્યું, જેથી તેમને બદનામ કરી શકાય.

ટ્રમ્પે અગાઉ પણ ઘણીવાર કહ્યું છે કે તેમના રાજકીય વિરોધીઓ સામે કાનૂની કાર્યવાહી કરાય પણ આ વખતે તેમણે પોતે કબૂલ્યું છે કે તેમણે એટર્ની જનરલ બાર પર દબાણ કર્યું છે કે આ મામલે વધુ પુરાવાની જરૂર નથી, જેટલા પહેલેથી ઉપલબ્ધ છે તે તત્કાળ કાર્યવાહી શરૂ કરવા માટે પૂરતા છે. બારને જેટલા પુરાવા જોઇએ તે બધા ઉપલબ્ધ છે. તેઓ ઇચ્છે છે કે તેમને વધુ પુરાવા મળે. તેઓ ઇચ્છે તેનાથી વધુ મળતું રહ્યું છે. હવે વધુ પુરાવાની જરૂર નથી.

ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા 4 દાવા

·         ટ્રમ્પ ઇચ્છે છે કે 2016ની ચૂંટણીમાં રશિયાની દખલની તપાસના દસ્તાવેજો જાહેર કરી દેવાય. તેમનો આક્ષેપ છે કે ચૂંટણી અગાઉ હિલેરીએ તેમના ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર સાથે મળીને ટ્રમ્પ સામે રશિયાની મદદથી ચૂંટણી લડવાનો આક્ષેપ કરવાનું કાવતરું ઘડ્યું હતું.

·         ટ્રમ્પે કહ્યું કે તેમણે સતત પ્રયાસ કર્યો છે કે તેઓ બને તેટલું જલદી અફઘાનિસ્તાનમાંથી બધા સૈનિકો પાછા બોલાવી લે, જેથી તેઓ ચીન અને રશિયા સામે લડી શકે.

·         બાઇડેન ચૂંટણી જીતે તો 2 મહિના પણ રાષ્ટ્રપતિપદે નહીં રહી શકે, કેમ કે તેમની માનસિક સ્થિતિ સારી નથી. પરિણામે કોમ્યુનિસ્ટ કમલા હેરિસ રાષ્ટ્રપતિ બની જશે.

·         સોશિયલ મીડિયા પર ટ્રમ્પે એવો દાવો પણ કર્યો કે ડેમોક્રેટિક લીડર અને હાઉસ આૅફ રિપ્રેઝન્ટેટિવ્સનાં સ્પીકર નેન્સી પેલોસી કાવતરું ઘડીને તેમને રાષ્ટ્રપતિપદેથી હટાવવા માગે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post