• Home
  • News
  • અમેરિકામાં લૉકડાઉનમાં બે અઠવાડિયાનો વિલંબ ન કર્યો હોત તો 54 હજાર લોકોના જીવ બચી જતાં
post

કોલંબિયા યુનિવર્સિટીના સંશોધકોનો કોરોનાથી મૃત્યુ અંગે સ્ટડી રિપોર્ટ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-22 10:04:12

વોશિંગ્ટન: અમેરિકામાં લૉકડાઉનમાં જો બે અઠવાડિયાનો વિલંબ ન કરાયો હોત તો ત્યાં કોરોનાથી 83 ટકા ઓછા મૃત્યુ થતાં. કોલંબિયા યુનિવર્સિટીના સ્ટડી રિપોર્ટમાં આ દાવો કરાયો છે. સંશોધકોએ 3 મે સુધીના કોરોના દર્દીઓના આંકડાઓનો અભ્યાસ કર્યો હતો. તે અનુસાર જો સરકારે 1 માર્ચ પહેલાં લૉકડાઉન લગાવ્યું હોત તો 11,253 મૃત્યુ થાત. જોકે 65,307 મૃત્યુ થયા. તેનો અર્થ એ છે કે જો બે અઠવાડિયા પહેલાં લૉકડાઉન લગાવાયું હોત તો 54,054 લોકોના જીવ બચી જતાં. સંશોધકોએ કહ્યું કે એક અઠવાડિયા જલદી લૉકડાઉન લગાવાતાં 36 હજારથી વધુ લોકોના જીવ બચ્યાં હોત. રિસર્ચ ટીમના વડા જેફરી શમને કહ્યું કે આ મૃત્યુના આંકડાનું મોટું અંતર છે. આપણે ચેપને રોકવા માટે એક એક દિવસના વિલંબની અસરને સમજવી પડશે. અમેરિકામાં કોરોનાના અત્યાર સુધી 15,93,297 કેસ સામે આવ્યાં છે, જોકે 94,948 લોકો મૃત્યુ પામ્યા છે. 


રાજ્યોનો નિર્ણય : વધારે ચેપગ્રસ્ત ન્યૂયોર્કે લૉકડાઉનમાં વધુ વિલંબ કર્યો 
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 16 માર્ચે લૉકડાઉનની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ રાજ્યો પર નિર્ભર રહેશે કે કેટલાં સમય સુધી લૉકડાઉન રાખવા ઈચ્છે છે. કોરોનાના દોરમાં ઘરમાં રહો, મર્યાદિત પ્રવાસ કરો. આ અપીલ પછી રાજ્યોએ અલગ અલગ સમયે લૉકડાઉન લગાવ્યું. જેમ કે સૌથી વધુ ચેપગ્રસ્ત ન્યુયોર્કમાં 22 માર્ચે સ્ટે એટ હોમનો આદેશ જારી કરાયો હતો. આ રાજ્યની ન્યુયોર્ક સિટી માટે સ્ટડી રિપોર્ટમાં કહેવાયું છે કે જો અહીં એક અઠવાડિયા વહેલાં લૉકડાઉન લગાવાયું હોત તો 3 મે સુધી અહીં 2838 મૃત્યુ થાત, જોકે 17581 થયા. અહીં 14743 જીવ બચાવી શકાયા હોત.


એશિયન ડૉક્ટરોથી સારવાર લેવાનો ઈનકાર કર્યો, ચીનીઓ પર વધુ ગુસ્સો બતાવ્યો
અમેરિકામાં એશિયન ડૉક્ટર અને નર્સ જાતીય ભેદભાવનો સામનો કરી રહ્યાં છે. ગત અઠવાડિયે અહીં એવા કેસ સામે આવ્યા જેમાં કોરોના દર્દીઓએ આ ડૉક્ટરો, નર્સોથી સારવાર કરાવવાનો ઈનકાર કરી દીધો. સ્થાનિક મીડિયાના રિપોર્ટમાં દાવો કરાયો હતો. તે મુજબ આ ડૉક્ટર, નર્સ રોજિંદા જીવનમાં પણ જાતીય હુમલાનો સામનો કરી રહ્યાં છે. તેમાં મારપીટ, અપમાનજનક ટિપ્પણીઓ સામેલ છે. બોસ્ટન હોસ્પિટલમાં એક દર્દીએ ચીનના ડૉક્ટરોને કહ્યું કે તમે ચીનના લોકો સૌને કેમ મારી રહ્યાં છો. અમુક દર્દી માને છે કે એશિયન લોકોથી કોરોના થાય છે. અમેરિકામાં 18 ટકા ડૉક્ટર અને 10 ટકા નર્સ એશિયન છે. 


અમેરિકી મંત્રીએ કહ્યું ભારતીય વિદ્યાર્થીઓ ફરી ભણવાં અમેરિકા આવે તેવી ઈચ્છા
અમેરિકાના દક્ષિણ એશિયાઈ બાબતોના ઉપમંત્રી એલિસ વેલ્સે કહ્યું કે કોરોનાએ ચિંતા અને અનિશ્ચિતતા સ્થિતિ પેદા કરી છે. તેમ છતાં અમેરિકી સરકાર ઈચ્છે છે કે સ્થિતિ સુધર્યા પછી ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ફરી અમેરિકા આવે. વેલ્સ એટલાન્ટિક કાઉન્સિલની ઓનલાઈન ચર્ચાને સંબોધી રહ્યા હતા. તેમણે કહ્યું કે ગત વર્ષે અમેરિકામાં ભારતના 2 લાખથી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post