• Home
  • News
  • માતાને કોરોના થાય તો ગર્ભનાળને નુકસાન પહોંચી શકે છે અને લોહી ગંઠાઈ જાય છે, પ્રી-મેચ્યોર ડિલિવરી સાથે બાળકનો જીવ પણ જોખમમાં
post

જો માતા કોરોનાથી સંક્રમિત છે તો ખાસ ધ્યાન રાખવું, બાળકોમાં આગળ જઈને કોઈ સમસ્યા ન થાય તેથી ફેરફાર પર નજર રાખવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-26 11:09:37

કોરોનાવાઈરસ ગર્ભનાળની સાથે ગર્ભને પણ નુકસાન પહોંચાડી શકે છે અને બ્લડ સપ્લાય અટકાવીને ગર્ભમાં ઉછરી રહેલા ભ્રૂણ માટે જોખમ વધારે છે. આ દાવો અમેરિકાની નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના સંશોધકોએ કર્યો છે. 

સંશોધકોના જણાવ્યા પ્રમાણે, જો કોરોનાનું સંક્રમણ ગર્ભનાળ સુધી પહોંચે તો પ્રીમેચ્યોર ડિલીવરી થઈ શકે છે, ભ્રૂણના અંગોને નુકસાન પહોંચી શકે છે અને ગર્ભાશયમાં જ બાળકના મૃત્યુનું જોખમ વધી જાય છે.

6 ટકા સંક્રમિત મહિલાઓને ગર્ભપાતનું જોખમ
સંશોધકોએ આ રિસર્ચ 16 મહિલાઓ પર કર્યું, તેમાંથી  15 ગર્ભવતી મહિલાઓએ સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો હતો. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ગર્ભવતી મહિલાઓને વધારે સાવધાની રાખવાની જરૂર છે. સંક્રમણ થવા પર 6 ટકા મહિલાઓને ગર્ભપાતનું જોખમ રહે છે. આ જોખમ બીજા ત્રિમાસિક ગાળામાં થતા સરેરાશ ગર્ભપાતથી એક ટકા વધારે છે. 

ફેરફાર જોવા મળ્યા 
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, 12 ગર્ભવતી મહિલાઓની ગર્ભનાળમાં અલગ પ્રકારના જોખમ જોવા મળ્યા જે માતાથી બાળક સુધી લોહીના પ્રવાહને અવરોધે  છે. 16માંથી 6 મહિલાઓની ગર્ભનાળમાં લોહીની ગાંઠ જોવા મળી. સંશોધનકાર અને સ્ત્રીરોગ નિષ્ણાત ડો. એમિલે મિલરના જણાવ્યા પ્રમાણે, "અમે લોકોને ડરાવવા માંગતા નથી, પરંતુ આ એક ચિંતાનો વિષય છે."

કોરોના નુકસાન પહોંચાડી શકે છે
સંશોધનકર્તા ડો. જેફરી ગોલ્ડસ્ટીનના જણાવ્યા પ્રમાણે, રિસર્ચ બહુ ઓછી મહિલાઓ પર કરવામાં આવ્યું છે. રિસર્ચ દરમિયાન પ્રેગ્નન્ટ મહિલાઓમાં નકારાત્મક ફેરફાર જોવા નહોતા મળ્યા પરંતુ કોરોનાવાઈરસ ગર્ભનાળને નુકસાન પહોંચાડી શકે છે તેની પુષ્ટી થઈ. જો માતા કોરોનાથી સંક્રમિત છે તો એ ખાસ ધ્યાન રાખવું કે, બાળકમાં આગળ જઈને કોઈ સમસ્યા ન થાય. 

ફલૂ મહામારીની અસર જોવા મળી હતી
અગાઉન રિસર્ચમાં જાણવા મળ્યું હતુ કે, એવા બાળકો જે 1918-19ની ફ્લૂ મહામારીમાં જન્મ્યા હતા તેમને હૃદય રોગનું જોખમ વધારે હોવાનું જોવા મળ્યું હતું. સંશોધનકર્તા ડો. ગોલ્ડસ્ટીનના જણાવ્યા પ્રમાણે, રિસર્ચ સિવાય કોરોનાનાં અન્ય 4 કેસમાં કસુવાવડ થઈ છે. તેમાં ત્રણને કોરોનાનો સામાન્ય ચેપ લાગ્યો હતો અને 1ની હાલત ગંભીર હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post