• Home
  • News
  • અમેરિકન પ્રમુખપદની ચૂંટણી:ટ્રમ્પ ફરી પ્રમુખ બને કે બાઈડેનની પસંદગી થાય, ના તો USને ફાયદો છે કે ના ભારતને, બંને નેતાનો ઝોક ચીન તરફ જ છે
post

ટ્રમ્પના કાળમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહેલા જોન બોલ્ટને ટ્રમ્પને ‘નકલી’ ગણાવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-06 09:51:18

ટ્રમ્પ આવે કે બાઈડેન, ભારત સાથે અમેરિકાના સંબંધમાં કોઈ ફેરફાર નહીં પડે. બંનેની પ્રાથમિકતા ચીન સાથે મજબૂત આર્થિક સંબંધ છે.આ શબ્દો છે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહેલા જોન વૉલ્ટનના. 

સવાલ: તમે કોને પ્રમુખ બનતા જોવા માંગશો?
જોન વૉલ્ટન: હું ટ્રમ્પ કે બાઈડેન કોઈને મત નહીં આપું. પ્રમુખ કોઈ પણ બને, અમેરિકાને ફાયદો નહીં થાય. તમે બંનેની ડીબેટ જોઈ હશે. તૂ-તૂ-મેં-મેં સિવાય તેમણે કશું ના કર્યું. ભવિષ્યમાં પણ કશું નહીં થાય.

સવાલ: તો ટ્રમ્પ કે બાઈડેનના આવવાથી ભારત સાથેના સંબંધમાં શું ફર્ક પડશે?
જોન વૉલ્ટન: બાઈડેન જીતશે તો ઓબામાની નીતિ લાગુ પડશે. ઓબામાએ ચીન સાથેના આર્થિક સંબંધને વધુ પ્રાથમિકતા આપી હતી. ટ્રમ્પે પણ એવું જ કર્યું. હા, કોરોનાકાળમાં ટ્રમ્પ જરૂર ચીન વિરુદ્ધ બોલતા રહ્યા, પરંતુ તે ચૂંટણી મુદ્દા છે. ટ્રમ્પ જીતશે તો જિનપિંગ સાથે સંબંધ સુધારી શકે છે કારણ કે, તેમને હોંગકોંગ કે ભારતમાં શું થઈ રહ્યું છે તેનાથી કોઈ ફર્ક નથી પડતો. બસ, ચીન ટ્રેડ ડીલ મુદ્દે રાજી થઈ જાય એટલું પૂરતું છે. ટ્રમ્પ નકલીમાણસ છે એટલે પ્રમુખ કોઈ પણ બને, ભારત સાથે વધુ સારા સંબંધ થાય એવું નથી લાગતું.

સવાલ: ટ્રમ્પ નકલી છે, એવું તમને કેમ લાગે છે?
જોન વૉલ્ટન: ટ્રમ્પને સૌથી વધુ ખુશી શક્તિશાળી લોકો સાથે તસવીરો ક્લિક કરાવવામાં મળે છે. તેઓ અમેરિકાનાં હિતો વિશે વિચારવાના બદલે પુટિન, જિનપિંગ અને કિમ જોંગ સાથે ફોટો સેશન કરાવીને વધુ ખુશ રહે છે. રાષ્ટ્રીય હિતને સમજવા માટે જે ટેમ્પરામેન્ટ જોઈએ, એ તેમની પાસે નથી.

સવાલ: એવો આરોપ છે કે ટ્રમ્પ રાષ્ટ્રીય અને આર્થિક હિતોમાં ફર્ક નથી જોઈ શકતા.
જોન વૉલ્ટન: એક કિસ્સો કહું. રાષ્ટ્રીય સુરક્ષાની મહત્ત્વની બેઠકમાં ઈન્ટેલિજન્સ ઓફિસર દુનિયાના હોટ સ્પોટ, ઈસ્લામિક ટેરરિઝમ અને ન્યુક્લિયર પ્રોલિફરેશન મુદ્દે ચર્ચા કરતા હતા. ટ્રમ્પ પણ સાંભળી રહ્યા હતા. ત્યારે તેમની પુત્રી ઈવાન્કા આવી અને આખી મીટિંગ પરિવારના વેપારની ચર્ચામાં બદલાઈ ગઈ. રાષ્ટ્રીય સુરક્ષાને લઈને જે બેઠક યોજાઈ હતી, તે પૂરી જ ના થઈ.

સવાલ: ભારત-અમેરિકાના સંબંધ વધુ મજબૂત કેમ નથી થતાં?
જોન વૉલ્ટન: અમેરિકનો ભારતીયો સાથે વધુ સહજતા અનુભવે છે, પરંતુ ઐતિહાસિક રીતે અમેરિકન સરકારોનો ઝુકાવ ચીન તરફ વધુ રહ્યો છે. કારણ કે, શરૂઆતથી જ અમેરિકાએ ચીન સાથે વધુ મજબૂત આર્થિક સંબંધ સ્થાપવાના પ્રયાસ કર્યા છે કારણ કે, તે રશિયાની નજીક જતું ના રહે. એટલે અમેરિકાના ચીન સાથે મજબૂત આર્થિક સંબંધ છે. બાદમાં ચીનની સૈન્યશક્તિ વધવા લાગી તો અમેરિકા તેને ખતરાની રીતે જોવા લાગ્યું. કોરોના કાળમાં સરકારો અને લોકોમાં ચીન પ્રત્યે શંકા વધી ગઈ. બીજી તરફ, ભારત અને રશિયાના મજબૂત સંબંધ છે. જોકે, અમેરિકા જાણે છે કે, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતની ભૂમિકા મહત્ત્વની રહેશે. મોદીના આવ્યા પછી અમેરિકા પાસે સોનેરી તક હતી, પરંતુ ટ્રમ્પ તે ઝડપી ના શક્યા. એ તો જાપાનના વડાપ્રધાન આબેના કારણે ભારત સાથેના સંબંધની વાત થઈ જતી હતી. એ માટે મોદીએ આબેનો આભાર માનવો જોઈએ.

સવાલ: શું ટ્રમ્પ સરમુખત્યારોને વધુ પસંદ કરે છે?
જોન વૉલ્ટન: મેં કહ્યું તેમ, ટ્રમ્પને શક્તિશાળી લોકો સાથે દેખાવું અને તેમની સામે પોતે પણ શક્તિશાળી નેતાની જેમ આવવું પસંદ છે. તેમને ટ્રેડ ડીલ સાઈન કરવામાં પણ મજા આવે છે. ભલે તેઓ સુરક્ષા હિતોથી વિરુદ્ધ કેમ ના હોય. ટ્રમ્પને લાગે છે કે, પુટિન અને જિનપિંગ સાથે તેમના વ્યક્તિગત સંબંધ સારા છે, તો તેનો અર્થ એ થયો કે અમેરિકાના સંબંધ પણ આ દેશો સાથે સારા છે.

સવાલ: ઈસ્લામિક ન્યુક્લિયર પ્રસાર વિશ્વ માટે કેટલો મોટો ખતરો છે, આવું ક્યાં સુધી રહેશે?
જોન વૉલ્ટન: પાકિસ્તાનના એક્યુ ખાનની મદદથી ઉત્તર કોરિયા અને ઈરાન જેવા દેશો પાસે ન્યુક્લિયર ક્ષમતા વધી છે. આ બહુ મોટો ખતરો છે. આજે નિષ્ણાતોને સમજાય છે કે, ઉત્તર કોરિયાની ન્યુક્લિયર ક્ષમતા વિકસાવવામાં ચીનનો હાથ છે. એટલે કે આજે ચીન સૌથી મોટો ખતરો છે, જેનો મુકાબલો કરવા અમેરિકા, જાપાન, ભારત, વિયેતનામ અને ઓસ્ટ્રેલિયાએ સાથે આવવું પડશે. જોકે, એ માટે સરકાર ચલાવનારા પરિપક્વ અને સમજદાર હોય એ જરૂરી છે.

સવાલ: મોદી સાથે ટ્રમ્પ અને અમેરિકાના સંબંધ કેવા છે?
જોન વૉલ્ટન: મોદી વ્યક્તિગત સંબંધને રાષ્ટ્રીય સંબંધ વચ્ચે નથી આવવા દેતા. જો વ્યક્તિગત સંબંધથી રાષ્ટ્રહિત સાધી શકાય તો તે સારી વાત છે. મોદી આ વાત જાણે છે, પરંતુ આ સમજ ટ્રમ્પ પાસે નથી એટલે બંને દેશ વચ્ચે સરકારી મુલાકાતો તો બહુ થઈ, પરંતુ સંબંધ સીમિત રહ્યા. કોઈ મોટી ડીલ ના થઈ શકી.

 

adv

Related News

post
post
post
post
post
post
post