• Home
  • News
  • કેરળમાં RSSના નેતા રંજીત શ્રીનિવાસ હત્યા કેસમાં કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, 15 આરોપીને મોતની સજા
post

19મી ડિસેમ્બર 2021માં રંજીત શ્રીનિવાસ અલાપ્પુઝા શહેરમાં પોતાના ઘરે મોર્નિંગ વોક માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે હુમલાખોરો તેના ઘરમાં ઘૂસી ગયા હતા.

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-30 16:15:42

 કેરળની એક કોર્ટે ભાજપના નેતા રંજીત શ્રીનિવાસની હત્યા કેસમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના 15 કાર્યકરોને મોતની સજા સંભળાવી છે. આ તમામ આરોપીઓને વકીલ અને આરએસએસ નેતાની હત્યામાં કોર્ટે દોષિત જાહેર કર્યા હતા.

રંજીત શ્રીનિવાસની હત્યા કેસમાં માવેલિક્કારા એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટના જજ વીજી શ્રીદેવીએ આ ચુકાદો સંભળાવ્યો હતા. પીડિત પક્ષના વકીલે કોર્ટમાં કહ્યું કે,'દોષિતોએ રંજીતની માતા, પત્ની અને બાળકની સામે જ નિર્મમ હત્યા કરી હતી.'

પોલીસના જણાવ્યાનુંસાર, 19મી ડિસેમ્બર 2021માં રંજીત શ્રીનિવાસ અલાપ્પુઝા શહેરમાં પોતાના ઘરે મોર્નિંગ વોક માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે હુમલાખોરો તેના ઘરમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન રંજીતની માતા, પત્ની અને બાળક પણ ઘરમાં હાજર હતા. આ હુમલાખોરોએ રંજીતને નિર્દયતાથી માર મારતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રંજીત શ્રીનિવાસ ભાજપના ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને વ્યવસાયે વકીલ પણ હતા.

adv

Related News

post
post
post
post
post
post
post