• Home
  • News
  • ઇમરાન સરકારે એક જ દિવસમાં પેટ્રોલમાં લિટરે 25 અને ડીઝલમાં 21 રૂપિયાનો વધારો કર્યો, વિપક્ષે કહ્યું- ગરીબોને ખતમ કરવાનું ષડયંત્ર
post

વડાપ્રધાન ઇમરાન ખાને શુક્રવારે પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારાને મંજૂરી આપી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-27 12:20:18

ઇસ્લામાબાદ: શુક્રવારે પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકારે તમામ પેટ્રોલિયમ પેદાશો મોંઘા કરી દીધા છે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 25.58 (પાકિસ્તાન ચલણમાં)નો વધારો કરવામાં આવ્યો છે. હવે નવો ભાવ રૂ. 100.10 પ્રતિ લિટર થયો છે. ડીઝલ રૂ. 21 પ્રતિ લિટર મોંઘુ થઈ રૂ. 101.46 પર પહોચી ગયું છે. કેરોસીન પણ લિટર દીઠ રૂ. 24 મોંઘુ થઈ ગયું છે.

નવી કિંમતો બહાર આવ્યા બાદ દેશના ઘણા શહેરોમાં પેટ્રોલ પમ્પ બંધ કરી દેવામાં આવ્યા હતા. જિયો ન્યૂઝ અનુસાર, મોટાભાગના પેટ્રોલ પમ્પ પર ટેક્નિકલ ફોલ્ટના બોર્ડ લટકાવવામાં આવ્યા હતા. તેવી જ રીતે, અમુકને કોઈ સૂચના વિના બંધ કરવામાં આવ્યા હતા. વિપક્ષે પેટ્રો પેદાશોના ભાવ વધારવાનો વિરોધ કર્યો છે.

'સરકાર ગરીબીનો નહીં, ગરીબોનો અંત લાવવા માંગે છે'
સરકારના આ પગલાનો વિપક્ષે વિરોધ કર્યો હતો. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું - આ કેવો નિર્ણય છે. સરકારની નિષ્ફળતાને કારણે દેશ નાદાર થવા ઉપર છે. આનો અર્થ એ નથી કે તેઓ ખજાનો ભરવા માટે ગરીબોને લૂટે. સિલેક્ટેડ પ્રાઈમ મિનિસ્ટર મનમાની ન કરે તો સારું. નવાઝ શરીફની પાર્ટીના PML-N સાંસદ આસિફ કિરમાનીએ કહ્યું- આ પેટ્રોલ બોમ્બ છે. વિશ્વના અન્ય દેશો ગરીબીને સમાપ્ત કરવા પર ધ્યાન આપી રહ્યા છે. અમારી સરકાર ગરીબોનો અંત લાવવાનો ઇરાદો ધરાવે છે.

આ છે નવા ભાવ

પ્રોડક્ટ

પહેલાના ભાવ

નવા ભાવ

કેટલું મોંઘુ

પેટ્રોલ

74.52

100.10

25.58

હાઈ સ્પીડ ડીઝલ

80.15

101.46

21.21

કેરોસિન 

35.56

59.06

23.50

લાઈટ ડીઝલ ઓઈલ

38.14

55.98

17.84

કિમત : પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટર

ભારત સામે પાકિસ્તાની રૂપિયો
ભારતનો 1 રૂપિયો પાકિસ્તાનના 2.22 રૂપિયા બરાબર છે. એટલે કે ભારતીય ચલણની કિંમત પાકિસ્તાની ચલણ કરતા બમણી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post