• Home
  • News
  • નવાઝ પર દેશદ્રોહનો કેસ:ઈમરાનખાને કહ્યું- હું તો બર્થડે કેક કાપી રહ્યો હતો, મને ખબર નથી કેસ કોણે નોંધાવ્યો; કેબિનેટમાં પણ આ બાબતે વિભિન્ન અભિપ્રાય
post

લાહોરના એક વ્યક્તિએ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધાવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-08 11:54:42

પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને કેટલાક વિપક્ષી નેતાઓ સામે દેશદ્રોહનો મામલો પાકિસ્તાનમાં જોર પકડતો જાય છે. નવાઝની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ (પીએમએલ-એન)નો આરોપ છે કે નવાઝ પર ઇમરાનની પાર્ટી પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) દ્વારા કેસ દાખલ કરાયો છે. જ્યારે વડાપ્રધાન ઇમરાનખાન ખુદ આ વાતનો ઇનકાર કરી રહ્યા છે.ઇમરાનના કહેવા મુજબ, તેમને નવાઝ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હોવાની માહિતી તે સમયે મળી જ્યારે તેઓ પોતાના જન્મદિવસની કેક કાપી રહ્યા હતા.

પીટીઆઈએ કિનારો કર્યો
નવાઝ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધાયા બાદ પાકિસ્તાનનું રાજકારણ ગરમાયું છે. સરકારના કેટલાક મંત્રીઓ પણ આથી નારાજ છે. લગભગ દરેક વિભાગમાં આ બાબતે વિરોધ પછી ઇમરાન સરકાર હવે આ મામલાથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહી છે. પીટીઆઈનું કહેવું છે કે નવાઝ વિરુદ્ધ એક વ્યક્તિ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે. અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. જ્યાં આ કેસ નોંધાયો હતો તે લાહોરની પોલીસ પણ કહી રહી છે કે આ કેસ કોઈ વ્યક્તિ તરફથી નોંધવામાં આવ્યો છે.

શું કહ્યું ઈમરાનખાને?
મંગળવારે વડાપ્રધાન ઈમરાન ખાનના નેતૃત્વમાં પાકિસ્તાન સરકારની કેબિનેટ બેઠક મળી હતી. 'ધ ટ્રિબ્યૂન' પ્રમાણે, આ બેઠકમાં ઇમરાને કહ્યું કે, લોકો કહી રહ્યા છે કે નવાઝ સામે એફઆઇઆર મારા કહેવા પર નોંધવામાં આવી છે. પણ, મને તો એફઆઇઆર નોંધાયાની જાણકારી ત્યારે મળી, જ્યારે હું મારા બર્થ-ડેની કેક કાપી રહ્યો હતો. ઇમરાને આ બાબતની જાણકારી મંત્રીઓને કહી હતી.

સરકારની મુશ્કેલીઓ વધી
પાકિસ્તાનમાં તમામ વિપક્ષ સરકાર વિરુદ્ધ એક થઈ ચૂક્યું છે. આ માટે પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેંટ (PDM) નામનું નવું સંગઠન બનાવવામાં આવ્યું છે. મૌલાના ફઝલ-ઉર-રહેમાનને તેના નેતા બનાવવામાં આવ્યા છે. આ સંગઠન બન્યા બાદથી જ વિપક્ષના નેતાઓ સામે અલગ-અલગ મામલાઓમાં ઘણા કેસ નોંધવામાં આવ્યું છે. નવાઝ શરીફ સામે દેશદ્રોહનો કેસ દાખલ થયો છે અને હવે આ સરકારની પણ મુશ્કેલીઓમાં વધારો થયો છે. ઇમરાનના કેટલાક મંત્રીઓ પણ આ બાબતે કડક વિરોધ કરી રહ્યા છે. ઇમરાન સ્વયં કહી રહ્યા છે કે તેમની રાજકીય રીતે બદલો લેવાની ભાવના હોતી નથી.

આ નેતાઓ સામે નોંધાઈ એફઆઇઆર
પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (POK)ના વડાપ્રધાન રાજા, મરિયમ નવાઝ શરીફ, આયાઝ સાદિક, પૂર્વ પીએમ શાહિદ ખકાન અબ્બાસી, પરવેજ રાશિદ, ખ્વાઝા આસિફ, રાણા સના ઉલ્લાહ અને ઇકબાલ ઝફર. કહેવામા આવી રહ્યું છે કે નવાઝ સામે દેશદ્રોહનો કેસ બદર રાશિદ નામના વ્યક્તિએ નોંધાવ્યો છે. તે ઈમરાનની પાર્ટી સાથે જોડાયેલો કહેવામા આવી રહ્યું છે. ઇમરાનના મંત્રી શિબલી ફરાઝે કહ્યું, એફઆઇઆર કોઈ પણ નોંધાવી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post