• Home
  • News
  • આગની તબાહીનો સામનો કરી રહેલું ઓસ્ટ્રેલિયા હવે 10 હજાર ઊંટ મારશે
post

દેશમાં જળસંકટ, એસીમાંથી નીકળતું પાણી પણ એકઠું કરાય છે પરંતુ ઊંટ પી જાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-09 08:27:31

કેનબેરાઆગની તબાહી સામે ઝઝૂમી રહેલું ઓસ્ટ્રેલિયા હવે 10 હજાર ઊંટ મારવા જઇ રહ્યું છે, કેમ કે ઊંટ વર્ષમાં એક ટન મિથેન ગેસ ઉત્સર્જિત કરે છે, જે તેટલા કાર્બન ડાયોક્સાઇડ જેટલો છે. એટલું નહીં, તે રસ્તા પર વધારાની 4 લાખ કાર બરાબર પણ છે. સ્થાનિક સંગઠન એપીવાયનું કહેવું છે કે ઊંટોને મારવાનું એક કારણ દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં પાણીની અછત પણ છે. પ્રોફેશનલ શૂટર્સે બુધવારથી ઊંટોને મારવાનું શરૂ કર્યું છે. મધ્ય ઓસ્ટ્રેલિયામાં ઊંટોની વસતી 12 લાખથી વધુ છે.

જંગલી ઊંટની વસતી દર 9 વર્ષે બમણી થઇ જાય છે

ડેઇલી મેલના એક રિપોર્ટ મુજબ, ઊંટ ગ્લોબલ વોર્મિંગ વધારી રહ્યા છે. એપીવાયના કાર્યકારી બોર્ડ મેમ્બર મારિયા બેકરે કહ્યું કે, ‘ઊંટ ઘરોમાં ઘૂસીને એર કન્ડિશનર્સમાંથી પાણી પી જાય છે.’ સ્થાનિક વહીવટીતંત્રનો દાવો છે કે જંગલી ઊંટની વસતી દર 9 વર્ષે બમણી થઇ જાય છે. અહીં વર્ષ 2009થી 2013 દરમિયાન પણ 1.60 લાખ ઊંટને મારવામા આવ્યા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post