• Home
  • News
  • શ્વાસ થંભાવી દેનારી મેચમાં હૈદરાબાદે પંજાબને માત્ર 2 રને આપ્યો પરાજય
post

પંજાબ કિંગ્સના શશાંક સિંહ અને આશુતોષ શર્માએ પોતાના બેટથી પરચો બતાવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-10 09:26:49

મોહાલી: મંગળવારે મોહાલીના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પંજાબના કેપ્ટન શિખર ધવને ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 182 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 180 રન જ બનાવી શકી હતી.SRHના નીતિશ કુમાર રેડ્ડીએ 37 બોલમાં 64 રનની ઇનિંગ રમી હતી. તેણે IPLમાં પોતાની પ્રથમ ફિફ્ટી ફટકારી હતી. અબ્દુલ સમદે 25 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી અર્શદીપ સિંહે 4 વિકેટ લીધી હતી. હર્ષલ પટેલને બે વિકેટ મળી હતી.PBKS માટે શશાંક સિંહે અણનમ 46 અને આશુતોષ શર્માએ અણનમ 33 રન બનાવ્યા હતા. સેમ કરને 29 રન અને સિકંદર રઝાએ 28 રનનું યોગદાન આપ્યું હતું. SRH તરફથી ભુવનેશ્વર કુમારને બે વિકેટ મળી હતી. જોકે પંજાબ કિંગ્સ આ મેચ સરળતાથી જીતી જાય તેમ હતું. જોકે 20મી ઓવરના છેલ્લા બોલે સેમ કરનની બોલિંગમાં સિક્સ જતાં હૈદરાબાદનો સ્કોર 182 સુધી પહોંચી ગયો હતો. પરંતુ આ રમત છે. રમતમાં હંમેશા હાર જીત ચાલતી રહે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post