• Home
  • News
  • સુશાંત ડેથ કેસ:મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં સુશાંતની બહેનોએ સ્વીકાર્યું, 2013થી સુશાંતને માનસિક બીમારી હતી
post

પિતાને સુશાંતની મેન્ટલ હેલ્થ અંગે જાણ નહોતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-03 09:31:55

હાલમાં સુશાંત સિંહ રાજપૂત મોત કેસની તપાસ CBI કરી રહ્યું છે. આ દરમિયાન સુશાંતની ત્રણ બહેનોએ મુંબઈ પોલીસને જે નિવેદન આપ્યું તે મીડિયામાં વાઈરલ થયું છે. ત્રણમાંથી બે બહેનોએ સ્વીકાર્યું હતું કે સુશાંત વર્ષ 2013થી ઠીક નહોતો અને તેણે તે વર્ષે સાઇકિઍટ્રિકની મદદ લીધી હતી. અન્ય એક નિવેદનમાં એમ કહેવામાં આવ્યું હતું કે સુશાંત વર્ષ 2013માં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવા માગતો હતો.

સુશાંતની ચારમાંથી બે બહેનો પ્રિયંકા તથા નીતુ સિંહ તથા જીજાજી સિદ્ધાર્થે સુશાંતના મોતના બે દિવસ બાદ મુંબઈ પોલીસને નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં સિદ્ધાર્થે કહ્યું હતું કે તેને લાગે છે કે સુશાંતે એન્ગઝાઈટી તથા ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી હોઈ શકે. સિદ્ધાર્થે સુશાંતના મોત પાછળ કોઈની તરફ શંકા કે ફરિયાદ કરી નહોતી. ઉલ્લેખનીય છે કે સુશાંતના પિતા કે કે સિંહ તથા પરિવારના વકીલ વિકાસ સિંહે દાવો કર્યો હતો કે પરિવારના કોઈ પણ સભ્યને સુશાંતના ડિપ્રેશન અંગે માહિતી નહોતી. કે કે સિંહે બિહાર પોલીસમાં કરેલી ફરિયાદ પ્રમાણે 2019 પહેલા સુશાંતને કોઈ માનસિક બીમારી નહોતી. રિયા સુશાંતના જીવનમાં આવી પછી જ તેને બીમારી થઈ હતી. ફરિયાદમાં રિયા પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તે સુશાંતને ડ્રગ્સનો ઓવરડોઝ આપતી હતી.

કેટલાક મીડિયા હાઉસે સિદ્ધાર્થનો સંપર્ક સાધીને મુંબઈ પોલીસને આપેલા નિવેદન અંગે સવાલ કર્યો હતો પરંતુ તેણે કહ્યું હતું કે તેને આ અંગે કોઈ માહિતી નથી. તે આ મુદ્દે કમેન્ટ કરવા માગતો નથી. તે પોલીસ તપાસમાં કંઈ જ કહેશે નહીં.

સુશાંતના મોતના છ દિવસ પહેલાં પ્રિયંકાએ મેન્ટલ હેલ્થ અંગે વાત કરી હતી
તાજેતરમાં જ વાઈરલ થયેલી ચેટમાં પ્રિયંકાએ સુશાંતને એમ કહ્યું હતું કે તે તેનો સંપર્ક મુંબઈના સૌથી સારા ડોક્ટર્સ સાથે કરાવશે અને બધું ગુપ્ત જ રાખવામાં આવશે. પ્રિયંકાએ સુશાંતને એન્ગઝાઈટીની દવા અંગે વાત કરી હતી અને દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટે લખેલી દવાઓ લેવાનું કહ્યું હતું.

સુશાંતની બીજી બહેન નીતુ સિંહે (તેના પતિ ઓ પી સિંહ હરિયાણા કેડરના IPS ઓફિસર છે અને પંચકુલામાં રહે છે) પોતાના નિવેદનમાં કહ્યું હતું કે 2013માં સુશાંતે અંધેરીના સાઇકિઍટ્રિકની મદદ લીધી હતી. નીતુએ કહ્યું હતું કે 2013માં સુશાંતે તેને તથા અન્ય બહેનોને કહ્યું હતું કે તેને માનસિક તબિયત ઠીક નથી. બધી જ બહેનોએ તેને વિશ્વાસ અપાવ્યો હતો કે તે ઠીક છે અને પછી તે આમાંથી બહાર આવી શક્યો હતો. 2013માં સુશાંતે સાઇકિઍટ્રિકની મદદ લીધી હતી. સુશાંતને થોડો સમયમાં બહુ બધી સફળતા મળી ગઈ હતી.

એક મહિના બાદ નીતુએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે સુશાંતની તબિયતમાં કોઈ ફેર પડ્યો નહોતો અને તેણે મુંબઈની હિંદુજા હોસ્પિટલના ડૉક્ટર પાસે સારવાર કરાવી હતી. ચાર જૂનના રોજ સુશાંતે તેને કહ્યું હતું કે તેની તબિયત ઠીક નથી. સુશાંતની બીજી બહેન મીતુ થોડાં દિવસ સુશાંતના ઘરે રોકાઈ પણ હતી. મીતુ મુંબઈના ગોરેગાંવમાં રહે છે. મીતુ આઠ જૂનથી 12 જૂન સુધી સુશાંતના ઘરે હતી. સુશાંતે 14 જૂનના રોજ પોતાના ફ્લેટમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. નીતુ સિંહે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેને ખ્યાલ નથી કે તેણે બિઝનેસ કે અન્ય કોઈ કારણોસર આત્મહત્યા કરી છે કે કેમ. 16 જૂનના રોજ સુશાંતની ત્રીજી બહેન પ્રિયંકાએ પણ આ જ વાત કહી હતી.

પ્રિયંકાના પતિ સિદ્ધાર્થ તન્વર સુપ્રીમ કોર્ટમાં વકીલ છે. તેણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે નવેમ્બર, 2019ના રોજ સુશાંતે પ્રિયંકાને ફોન કરીને પોતાની તબિયત ઠીક ના હોવાનું અને વિચિત્ર લાગણી થતું હોવાનું કહ્યું હતું. સુશાંતે પ્રિયંકાને મુંબઈ આવાવનું કહ્યું હતું. જોકે, પ્રિયંકાએ સુશાંતને દિલ્હી બોલાવ્યો હતો. વધુમાં સિદ્ધાર્થે કહ્યું હતું કે સુશાંતની બહેનો તેને મળવા માટે મુંબઈ ગઈ હતી અને ચંદીગઢની ટિકિટ બુક કરાવી હતી. જોકે, સુશાંતે છેલ્લી ઘડીએ ચંદીગઢ આવાવની ના પાડી હતી. તેનું મગજ ક્યારેય સ્થિર રહેતું નહીં અને તેના વિચારો સતત બદલાતા રહેતા હતા.

સિદ્ધાર્થે આગળ કહ્યું હતું, 2013માં સુશાંત દિલ્હી આવ્યો હતો. આ સમયે તેની ફિલ્મ 'શુદ્ધ દેસી રોમાન્સ' રિલીઝ થવાની હતી. જોકે, તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા માગતો નહોતી. તે સમયે તેણે સુશાંતને સમજાવ્યો હતો કે દરેકે જીવનમાં કંઈકને કંઈક કામ કરવું પડે છે. ત્યારબાદ સુશાંતે ફરીવાર ફિલ્મમાં કામ કરવાની શરૂઆત કરી હતી.

સિદ્ધાર્થના નિવેદન પ્રમાણે, આ વર્ષે મે મહિનામાં સુશાંતે ફરીવાર તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાની તથા તબિયત સારી ના હોવાની વાત કહી હતી. તેણે બાળકો માટે સ્કૂલ ખોલવાની તથા ખેતી કરવાનું કહ્યું હતું. સિદ્ધાર્થે સુશાંતને દિલ્હી બોલાવ્યો હતો પરંતુ કોવિડ 19ને કારણે સુશાંત દિલ્હી આવી શકે તેમ નહોતો.

પિતાને સુશાંતની મેન્ટલ હેલ્થ અંગે જાણ નહોતી
CBI
એ સુશાંતના પિતા કે કે સિંહ તથા મીતુ સિંહના નિવેદન નોંધ્યા છે. CBIને આપેલા નિવેદનમાં કે કે સિંહ તથા મીતુએ સુશાંતની તબિયત 2013માં ખરાબ હતી તે અંગે કોઈ વાત કહી નથી. કે કે સિંહે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે તેઓ છેલ્લે 13 મે, 2019ના રોજ સુશાંતને મળ્યા હતા. સુશાંત બે દિવસ માટે પટના આવ્યો હતો. તે ટેન્શન કે તણાવમાં જોવા મળ્યો નહોતો. સામાન્ય રીતે તેઓ ફોન પર નહીં પરંતુ વ્હોટ્સએપ ચેટમાં વાત કરતા હતા. સાત જૂન, 2020ના રોજ તેમણે સુશાંત સાથે વાત કરી હતી. તેમણે સુશાંતને પટના આવવાની વાત કરી હતી, કારણ કે તેમની તબિયત સારી નહોતી. કે કે સિંહમાં પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેમને ખ્યાલ નથી કે તેમના દીકરાએ શા માટે આત્મહત્યા કરી. તેમણે ક્યારેય ડિપ્રેશન કે ટેન્શન અંગે કોઈ વાત કરી નહોતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post