• Home
  • News
  • અમેરિકામાં વૃદ્ધોની તુલનામાં 18માંથી 24 વર્ષના યુવાનોને કોરોનાની 5 ગણી ચિંતા, 77% લોકો દર 2 કલાકે હાથ ધોઈ રહ્યા છે
post

52%એ નાઈટ ક્લબ અને 66%એ બાર અને રેસ્ટોરન્ટ જવાનું છોડ્યું છે. 68%એ તો હાથ મિલાવાનું બંધ કરી દીધું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-13 11:56:32

ન્યૂયોર્ક. કોરોના વાઈરસથી અમેરિકમાં 5 લાખ 30 હજારથી વધારે લોકો સંક્રમિત થયા છે અને 21 હજાર કરતા વધારે લોકોના મોત થઈ ચુક્યા છે. અમેરિકન સંસ્થા વન્ડરમેન થોમ્પસન ડેટાની એક સર્વેમાં પણ આ વાતનો ઘટસ્ફોટ થયો છે. આ સંસ્થાએ દુનિયાના સૌથી શક્તિશાળી દેશના યુવાનોનો માર્ચમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં યુવાનોને કોરોના, તેનાથી બચવા અને મહામારી ખતમ થયા બાદની સ્થિતિ વિશે સવાલ કરવામાં આવ્યા હતા. સર્વેને આધારે ખબર પડી કે અમેરિકામાં વૃદ્ધોની સરખામણીમાં 18થી 24 વર્ષના યુવાનો કોરોના અંગે પાંચ ગણા ચિંતિત છે. 77% લોકો દર બે કલાકે હાથ ધોઈ રહ્યા છે. 52%એ નાઈટ ક્લબ અને 66%એ બાર અને રેસ્ટોરન્ટ જવાનું બંધ કરી દીધું છે. 68%એ તો હાથ મિલાવવાનું છોડી દીધું છે. જાણો આ સર્વેની મહત્વની વાતો

અમેરિકન લોકો એક સમયમાં એક જ વાત માટે ચિંતિત હોય છે 

સર્વે કરનારી સંસ્થા વન્ડરમેન થોમ્પસન ડેટાના મુખ્ય રિસર્ચર માર્ક ટ્રસના જણાવ્યા પ્રમાણે,અમેરિકન સામાન્ય રીતે એક સમયમાં માત્ર એક વિષય વિશે ચિંતિત હોય છે. પરંતુ કોરોના વાઈરસે લોકોને ત્રણ ત્રણ મોર્ચે હેરાન થવા માટે મજબૂર કરી દીધા છે.જેમાં સ્વાસ્થ્ય, નોકરી અને ઈકોનોમી સામેલ છે. આ સંસ્થા આ પહેલા 2003માં ઈરાક યુદ્ધ, 2008ની વૈશ્વિક મંદી અને 2009માં H1N1 મહામારી દરમિયાન સર્વે કરી ચુકી છે. ઈરાકના યુદ્ધ દરમિયાન 2008ની વૈશ્વિક મંદી અને 2009માં H1N1 મહામારી દરમિયાન સર્વે કરી ચુકી છે. ઈરાક યુદ્ધ દરમિયાન 37%, નાણાકીય સંકટ દરમિયાન 27%, H1N1 મહામારી દરમિયાન માત્ર એક ટકા લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી. માર્કના કહ્યાં પ્રમાણે, કોરોના સાથે જોડાયેલા સર્વેમાં હાલ જે રિસ્પોન્સ મળ્યા છે, તેના હિસાબથી ચિંતાનું સ્તર 36% જ છે. પરંતુ ઈરાક યુદ્ધ અને કોરોનામાં ફરક છે. હાલ સંક્રમણ અને મૃત્યુદર સતત વધી રહ્યો છે. યુવાનોનું ચિંતિત થવું સ્વાભાવિક છે.

ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, કેલિફોર્નિયા, વોશિંગ્ટન અને મિશિગનમાં લોકોને નોકરીની ચિંતા 
સર્વેના જણાવ્યા પ્રમાણે ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, કેલિફોર્નિયા, વોશિંગ્ટન અને મિશિનગન રાજ્યના લોકો વધારે ચિંતિત જોવા મળ્યા હતા. જો સ્થિતિ ટૂંક સમયમાં સુધરશે નહીં તો આવનારા સપ્તાહ અને મહિનાઓમાં ચિંતાનું સ્તર વધશે. સર્વેમાં હિસ્સા લેનારા આ રાજ્યના લોકો જમવાની ચીજ વસ્તુઓની ઉપલ્બધતા, ધીમી ઈન્ટરનેટ બેન્ડવિડ્થ અને અશાંતિ જેવા મુદ્દાઓની જગ્યાએ લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ અને નોકરી ગુમાવવા જેવા વિષયો પર ચિંતિત જોવા મળ્યા. વધુ એક વાત સામે આવી કે જૂની વિચારધારા રાખનારા લોકોની તુલનામાં ઉદાર નજર રાખનારા લોકોમાં કોરોનાને ચિંતા વધારે છે. 

કોરોના વાઈરસ પર સર્વેમાં અમેરિકનનો પુછવામાં આવેલા સવાલ અને તેમને આપેલા જવાબ 

શું તમે સતત હાથ ધોઈ રહ્યો છો?
77%
એ સ્વીકાર્યુ, દર બે કલાકમાં 

તમે ઘરમાંથી ક્યારે બહાર નીકળો છો?
71%
એ કહ્યું- બહું ઓછું , કદાચ સપ્તાહમાં એક વખત 

નાઈટ ક્બબ જાવ છો?
52%
એ કહ્યું- તેમને નાઈટ ક્લબ જવાનું છોડી દીધું છે.

મિત્રો અને સગા સંબંધીઓ સાથે મુલાકાત થાય તો ભેટી પડો છો?
61%
એ કહ્યું- તેઓ હવે ન તો ભેટે છે અને ન તો કિસ કરે છે 

હાથ મિલાવો છો?
68%
એ સ્વીકાર્યું- હાથ મિલાવવાથી કતરાઈએ છીએ 

શું તમે મોલથી ખરીદી કરી રહ્યા છો?
68%
એ કહ્યું- નહીં, મોલ જવાનું ટાળીએ છીએ 

શું તમે સેનેટાઈઝરનો ઉપયોગ કરો છો?
59%
એ કહ્યું- હાં, વારં વાર 

શક્ય હોય તો તમે ઘરેથી કામ કરવાનું પસંદ કરશો?
63%
એ કહ્યું- ના તે ઘરેથી કામ નહીં કરી શકે 
 
બાર અથવા રેસ્ટોરન્ટ જાવ છો?
66%
એ કહ્યું- તે બાર અને રેસ્ટોરન્ટ જવાનું છોડી ચુક્યા છે 

પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરી રહ્યા છે?
56%
એ કહ્યું- ના તે નથી કરતા  

 

adv

Related News

post
post
post
post
post
post
post