• Home
  • News
  • ચીનમાં છેલ્લા 24 કલાકમાં 97 લોકોના મોત, મૃતકોનો કુલ આંક 908 થયો; 40 હજારથી વધારે લોકોને ઈન્ફેક્શન
post

ચીનના હુબેઈમાં સૌથી વધારે 91 લોકોના મોત, ઓફિસર્સના જણાવ્યા પ્રમાણે હવે કોરોના વાઈરસ હવામાં ભળવા લાગ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-10 10:50:31

બેઈજિંગ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલો કોરોના વાઈરસ હવે સમગ્ર દુનિયા માટે જોખમ બની ગયો છે. ચીનમાં અત્યાર સુધી 908 લોકોના મોત થયા છે. રવિવાર સુધી મૃતકોનો આંક 811 હતો. છેલ્લા 24 કલાકમાં 97 લોકોના મોત થયા છે. તેમાંથી 91 લોકોના મોત હુબેઈમાં થયા છે. સિવાય ઈન્ફેક્શનના નવા 3062 કેસ સામે આવ્યા છે. વાઈરસથી પીડિતોની સંખ્યા 40 હજારને પાર થઈ ગઈ છે.

કોરોના વાઈરસ માત્ર 15 સેકન્ડમાં વ્યક્તિને તેની ઝપટમાં લઈ લે છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ભારત સહિત ઘણાં દેશોમાં વૈજ્ઞાનિક વાઈરસની વેક્સીન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વાઈરસના કારણે સમગ્ર દુનિયામાંથી અંદાજે 100 લોકોના મોત થઈ રહ્યા છે.

ભારતીય એરપોર્ટ્સ પર અત્યાર સુધી 1.9 લાખ યાત્રીઓની તપાસ
કોરોના વાઈરસના જોખમોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે છેલ્લા કેટલાક સમયમાં તપાસ વધારી દીધી છે. સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે રવિવાર સુધી દેશના 21 એરપોર્ટ પર 1818 ફ્લાઈટ્સના 1.9 લાખ પેસેન્જર્સની તપાસ કરવામાં આવી છે. 32 રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોમાં પણ અત્યારે 9452 લોકોને સર્વિલાંસ પર રાખવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે અત્યારે સૌથી પહેલાં ઈન્ફેક્શન રોકવાની પ્રાથમિકતા છે.

સિવાય અત્યાર સુધી અંદાજે 1510 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. તેમાંથી 1507 કેસ નેગેટિવ નોંધવામાં આવ્યા છે. જે ત્રણ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તે ત્રણેય કેરળના છે. વાઈરસને રોકવા માટે ચીન સિવાય સિંગાપોર, થાઈલેન્ડ અને હોંગકોંગથી આવતી દરેક ફ્લાઈટ પર નજર રાખવામાં આવી રહી છે.

હવામાં ભળીને લોકોને ઈન્ફેક્શન લગાવી રહ્યો છે કોરોના વાઈરસ
એક દિવસ પહેલાં ચીન ઓફિસર્સે કોરોના વાઈરસ વિશે ખૂબ ભયજનક ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, વાઈરસ હવે હવામાં આવેલા સુક્ષ્મ બિંદુઓ સાથે ભળી રહ્યા છે અને બીજા વ્યક્તિને ઈન્ફેક્શન ફેલાવી રહ્યા છે. પ્રક્રિયાને એરોસોલ ટ્રાન્સમિશન કહેવામાં આવે છે. અત્યાર સુધી વાઈરસના ડાયરેક્ટ ટ્રાન્સમિશન અને કોન્ટેક્ટ ટ્રાન્સમિશન વિશેનો ખુલાસો થયો છે. શંઘાઈ સિવિલ અફેર્સ બ્યૂરોના ઉપ પ્રમુખે જણાવ્યું છે કે, એરોસોલ ટ્રાન્સમિશનનો અર્થ છે કે વાઈરસ હવે હવામાં આવેલા સુક્ષ્મ બિંદૂઓ સાથે મળીને એરોસોલ બનાવી રહ્યો છે. મેડિકલ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, આનાથી શ્વાસ લેવાથી પણ ઈન્ફેક્શન લાગી શકે છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post