• Home
  • News
  • દિલ્હીમાં ‘ખેડૂત હિંસા’ પર બોલ્યું સંયુક્ત રાષ્ટ્ર, ભારત સરકારને આપી દીધી શિખામણ
post

સંયુક્ત રાષ્ટ્ર પ્રવક્તાનું આ તાજું નિવેદન દિલ્હીમાં ભડકેલી હિંસાને લઇને પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં હતો

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-27 10:38:03

દિલ્હી (Delhi)માં છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો (Farmers Protest)ના પ્રદર્શન અને ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા પર સયુક્ત રાષ્ટ્ર (United Nations)નું નિવેદન સામે આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજારિકે (Stéphane Dujarric) કહ્યું કે, ભારત સરકાર શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન, લોકોને ભેગા થવાની સ્વતંત્રતા અને અહિંસાનું સન્માન કરે. પ્રવક્તાએ આ પહેલા પણ કહ્યું હતુ કે, લોકોને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો અધિકાર છે અને અધિકારીઓને આ કહી દેવું જોઇએ. સંયુક્ત રાષ્ટ્ર પ્રવક્તાનું આ તાજું નિવેદન દિલ્હીમાં ભડકેલી હિંસાને લઇને પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં હતો.

લોકોને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો અધિકાર

આ પહેલા સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના પ્રવક્તાએ કહ્યું હતુ કે, જ્યાં સુધી ભારતનો પ્રશ્ન છે તો હું એ જ કહેવા ઇચ્છુ છું કે જે મે આ મુદ્દાઓને ઉઠાવનારા અન્ય લોકોને રહ્યું છે, એ કે લોકોને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો અધિકાર છે અને અધિકારીઓએ તેમને આ કરવા દેવું જોઇએ. સંયુક્ત રાષ્ટ્ર પ્રવક્તાના આ નિવેદન બાદ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે વિદેશી નેતાઓની ટિપ્પણી વિશે કહ્યું હતુ કે, “અમે ભારતમાં ખેડૂતો સંબંધિત કેટલીક એવી ટિપ્પણીઓને જોઇ છે જે ભ્રામક સૂચનાઓ પર આધારિત છે. આ પ્રકારની ટિપ્પણીઓ અનુચિત છે, ખાસ કરીને ત્યારે જ્યારે આ એક લોકતાંત્રિક દેશના આંતરિક મુદ્દાથી સંબંધિત હોય.

પોલીસે શરૂ કરી કાર્યવાહી

મંત્રાલયે એક સંદેશમાં કહ્યું કે, “સારું રહેશે કે કૂટનીતિક વાતચીત રાજકીય ઉદ્દેશ્યો માટે ખોટી રીતે પ્રસ્તુત કરવામાં ના આવે.ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે મંગળવારના રાષ્ટ્રીય રાજધાનીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડના મામલે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં મોડી રાત સુધી 15 એફઆઈઆર નોંધવામાં આવી છે. આમાં પોલીસ કર્મચારીઓ સાથે મારઝૂડથી લઇને બંદૂક ઝુંટવવા જેવા મુદ્દા સામેલ છે. ગણતંત્ર દિવસ પર ટ્રેક્ટર પરેડ નીકાળી રહેલા ખેડૂતોએ દિલ્હીને યુદ્ધનું મેદાન બનાવી દીધું હતુ.

ખેડૂતોએ પોલીસના બેરિકેડ્સ તોડી દીધા

આ પહેલા દિવસમાં ત્રણ કૃષિ કાયદાઓની વિરુદ્ધ હજારો ખેડૂતોએ પોલીસના બેરિકેડ્સ તોડી દીધા અને પોલીસની સાથે ઝપાઝપી કરી. પ્રદર્શનકારીઓએ ગાડીઓમાં તોડફોડ કરી અને લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવી દીધો. જાણકારી પ્રમાણે હિંસામાં 150થી વધારે પોલીસકર્મચારી ઝખ્મી થયા છે. બીજી તરફ આઈટીઓમાં એક પ્રદર્શનકારીનું ટ્રેક્ટર પલટી ખાઈ ગયું જેના કારણે તેનું મોત થઈ ગયું. દિલ્હી પોલીસે નિવેદન જાહેર કરીને જણાવ્યું કે સંયુક્ત કિસાન મોરચા તરફથી ગણતંત્ર દિવસના અવસર પર ખેડૂત ટ્રેક્ટર રેલીનું આયોજન થયું હતુ.

 

adv

Related News

post
post
post
post
post
post
post