• Home
  • News
  • ચાર મહિનામાં વિશ્વને પોતાના ભરડામાં ઘેરી લીધુ- જાન્યુઆરીથી અત્યાર સુધીની ઝડપને જોતા આ મહામારી માનવજાત માટે મોટું સંકટ
post

કોરોનાથી 11મી જાન્યુઆરીએ પ્રથમ અને 17મી જાન્યુઆરીએ બીજુ મૃત્યુ નોંધાયુ હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-28 10:56:16

ન્યૂયોર્ક : વિશ્વમાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોનો આંક લગભગ 5,50,000 નજીક પહોંચી ગયો છે. આશરે 24,500થી વધુ લોકોના મોત થયા છે. અત્યાર સુધી ચીન વિશ્વમાં સૌથી વધારે સંક્રમિતોની સંખ્યા ધરાવતો હતો, પણ છેલ્લા 24 કલાકમાં આ સ્થિતિમાં મોટુ પરિવર્તન આવ્યું છે અને અમેરિકા સૌથી વધારે સંક્રમિતોની સંખ્યા ધરાવતો દેશ બની ગયો છે. જ્યારે સૌથી વધારે મૃત્યુઆંક ધરાવતો દેશ તરીકે ઈટાલી પ્રથમ સ્થાન પર છે.

આંકડાકીય માહિતી દર્શાવે છે કે વિશ્વમાં કોરોનાનું પ્રથમ 1,00,000 લોકોને સંક્રમણ થવામાં 67 દિવસનો સમય લાગ્યો હતો એટલે કે 7 માર્ચના રોજ વિશ્વમાં કોરોના સંક્રમણના કુલ એક લાખ કેસ થયા હતા. આ સમય દરમિયાન આ વાઈરસ ચીન પૂરતો મર્યાદિત હતો. પણ ત્યારબાદ તેનો ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં ફેલાવો થવા લાગ્યો એક લાખથી બે લાખ સુધી પહોંચવામાં 12 દિવસનો સમય લાગ્યો. એટલે કે 19 માર્ચના રોજ વિશ્વમાં કોરોના સંક્રમણનો આંક બે લાખને પાર થયો હતો. ત્યારબાદ 23 માર્ચના રોજ એટલ કે ફક્ત ચાર જ દિવસમાં આ આંક 3 લાખની સપાટીને સ્પર્શી ગયો હતો. 25મીની રાત્રે એટલે કે લગભગ અઢીથી ત્રણ દિવસમાં આ આંક ચાર લાખને પાર થઈ ગયો. ગઈકાલ રાત્રે એટલે કે માત્ર બે દિવસમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 5,00,000ને પાર થઈ ગઈ છે. આ અહેવાલ લખાય છે ત્યારે એટલે કે 27મી માર્ચની સાંજે કુલ સંક્રમિતોની સંખ્યા 5,50,000 નજીક છે, જે જોતા આજે રાત્રે અથવા વહેલી સવારે આ આંકડો 6,00,000 થઈ જશે.

શરૂઆતમાં કોરોના વાઈરસનું ઉદગમ સ્થાન ચીન સંક્રમણના ફેલાવાનું એપી સેન્ટર બન્યું હતું, પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. ચીનમાં સંક્રમણના કેસ ખૂબ જ ઓછા થઈ ગયા છે, પણ યુરોપના દેશોમાં કોરોના સંક્રમણ ભારે ખુવારી સર્જી રહ્યો છે અને પાંચ લાખ સંક્રમિત લોકો પૈકી લગભગ ત્રણ લાખથી વધારે લોકો યુરોપ તથા અમેરિકાના દેશમાંથી છે. આ સંક્રમણ કેટલું ભયજનક રીતે વધી રહ્યું છે ગઈકાલે રાત્રે અમેરિકા માત્ર 24 કલાકમાં 12 હજારથી વધારે લોકોના સંક્રમણ થયાના સમચાર પરથી અંદાજ લગાવી શકાય છે.

કોરોના સંક્રમણ ફેલાવાની કેટલીક ખાસ વાતઃ

·         31મી ડિસેમ્બરના રોજ ચીને વુહાનમાં ન્યુમોનિયાના લક્ષણો ધરાવતો રોગ ફાટી નિકળ્યો હોવાનું ડબ્લ્યુએચઓને માહિતી આપી

·         7 જાન્યુઆરીના રોજ ચીને જાહેરાત કરી કે પોતાને ત્યાં ફાટી નિકળેલ વાઈરસ નોવેલ કોરોના વાઈરસ-2019-nCov છે.

·         ચીને 11મી જાન્યુઆરીના રોજ ચીને કોરોનાથી પ્રથમ મૃત્યુ થયું હોવાની પૃષ્ટી કરી

·         17 જાન્યુઆરીએ ચીનમાં કોરોનાને લીધે મૃત્યુઆંક બે થયો

·         આ સમયમાં ચીનથી કોરોના દક્ષિણ કોરિયા, અમેરિકા, ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, વિયેતનામ,તાઈવાનમાં ફેલાયો.

·         31 જાન્યુઆરીના રોજ ડબ્લ્યુએચઓએ અન્ય દેશોમાં કોરોનાના જોખમને ધ્યાનમાં રાખી 'ઈન્ટરનેશનલ ઈમર્જન્સી' જાહેર કરી

·         31 જાન્યુઆરીએ ચીનમાં 9,700 સંક્રમણના કેસ હતા. મૃત્યુઆંક 213 હતો.

·         7, માર્ચના રોજ વૈશ્વિકસ્તરે કોરોના સંક્રમણના કેસ 1 લાખ થયા- આ સ્તરે પહોંચવામાં 67 દિવસનો સમય લાગ્યો

·         19 માર્ચના રોજ કોરોના સંક્રમણના કેસ 2 લાખ થયા, આ સ્તરે પહોંચવામાં 12 દિવસનો સમય લાગ્યો

·         23 માર્ચના રોજ કોરોના સંક્રમણના કેસ 3 લાખ થયા

·         25 માર્ચના રોજ કોરોના સંક્રમણના કેસ 4 લાખ થયા

·         26 માર્ચની રાત્રે કોરોના સંક્રમણના કેસ 5 લાખને પાર થયા

·         27 માર્ચના રોજ આ મહામારી વિશ્વના 199 દેશમાં પહોંચ્યો

·         27 માર્ચના રોજ કોરોના સંક્રમણના કેસ 5.50 લાખ નજીક પહોંચા

 

 

adv

Related News

post
post
post
post
post
post
post