• Home
  • News
  • અમેરિકા, ઈટાલી સહિતના વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં સંક્રમણ કાબુમાં, છતાં ઈરાનની હાલત જોતાં તીવ્ર સતર્કતા જરૂરી
post

ઈટાલી, ઈરાન, સ્પેન, ફ્રાન્સ અને અમેરિકામાં એક જ મહિનામાં સંક્રમણના કેસમાં હજારોનો વધારો નોંધાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-17 11:03:15

અમદાવાદઃ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોનાના સંક્રમણને વૈશ્વિક મહામારી જાહેર કરાયા બાદ સમગ્ર વિશ્વના વિવિધ દેશો ચાંપતી તકેદારી રાખી રહ્યા હોવા છતાં સંક્રમણ ઝડપભેર વધતું જાય છે. જોકે ભારતની સરખામણીએ ઈટાલી, સ્પેન, ફ્રાન્સ અને અમેરિકા જેવા વિકસિત દેશો તેમજ કંઈક અંશે ભારત જેવું જ વાતાવરણ ધરાવતા ઈરાનમાં સંક્રમણની ઝડપ અને મૃત્યુઆંક ઘણાં જ ઊંચા છે. આમ છતાં, ભારતમાં વસતીની ગીચતા જોતાં રોગચાળો સ્ટેજ-2માં હોય ત્યારે જ કાબૂમા લઈ શકાય એ ઈચ્છનિય છે.

ચાર અઠવાડિયામાં કોરોનાએ વિશ્વને ધ્રુજાવ્યું

·         એક મહિના પહેલાં ભારત ઉપરાંત અમેરિકા, ઈટાલી, ફ્રાન્સ, સ્પેન અને ઈરાન એમ કુલ 6 દેશમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા 40થી વધુ ન હતી.

·         તેની સામે એક જ મહિનામાં એ વધીને સંક્રમણગ્રસ્ત દર્દીઓની સંખ્યા 50 હજાર સુધી પહોંચવા આવી છે.

·         સંક્રમણની ઝડપ સૌથી વધુ ઈટાલી અને ઈરાનમાં જોવા મળી છે. આ બંને દેશોમાં એક જ મહિનામાં અનુક્રમે 24,747 અને 13,938 કેસ નોંધાયા છે.

·         સ્પેન, ફ્રાન્સ અને અમેરિકામાં આ બંને દેશની તુલનાએ સંક્રમણની ઝડપ ઓછી છે પરંતુ ભારત કરતાં ઘણી વધુ છે. એ ત્રણે દેશોમાં અનુક્રમે 7988, 5423 અને 3680 કેસ નોંધાયા છે.

·         ભારતમાં આ દરેક વિકસિત દેશોની તુલનાએ સંક્રમણની ઝડપ ઓછી છે. ભારતમાં હજુ સત્તાવાર રીતે 110 કેસ નોંધાયા છે, જે પૈકી 2 મૃત્યુ થયા છે. ભારતમાં ગરમ હવામાનને લીધે કોરોના વાઈરસની અસરકારકતા ઓછી થઈ જતી હોવાનું અનુમાન છે.

·         જોકે ભારતમાં વસતીની ગીચતા અને આરોગ્ય-સ્વચ્છતા પ્રત્યેની ઉદાસિનતાને લીધે જો આ રોગચાળો પ્રસરે તો જોખમ વધી શકે છે.

વિકસિત દેશોમાં સંક્રમણ કેમ વધ્યું?

·         યુરોપમાં ઈટાલી કોરોનાનું પ્રવેશદ્વાર બન્યું છે.

·         પ્રવાસીઓના ફેવરિટ દેશ તરીકે ઈટાલીમાં ડિસેમ્બર એન્ડમાં નાતાલ નિમિત્તે લાખોની સંખ્યામાં વિવિધ દેશના પ્રવાસીઓ ઉમટ્યા હતા, જેમાં કોરોનાના એપિસેન્ટર ગણાતાં ચીનના અઢી લાખ મુલાકાતીઓ હતા.

·         કોરોનાના લક્ષણો અને ઉદભવસ્થાન તરીકે ચીનના વુહાનની ઓળખ સ્પષ્ટ થયા ઈટાલીએ 8 ફેબ્રુઆરી પછી ચીની પ્રવાસીઓ માટે પ્રતિબંધ મૂક્યો પરંતુ ત્યાં સુધીમાં લાખો ચીની નાગરિકો ઈટાલીનો પ્રવાસ કરી ચૂક્યા હતા.

·         એ પછી પણ ઈટાલીએ સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક, ખાડી દેશોના પ્રવાસીઓની આરોગ્ય ચકાસણીમાં ઢીલાશ દાખવી હતી.

·         ઈટાલીનું ઠંડું, સુક્કું હવામાન, આસપાસ સમુદ્ર અને મોટા પ્રમાણમાં જળાશયોને લીધે કોરોના વાઈરસ વધુ ઘાતક બને છે.

·         ઈટાલીનો રોગચાળો પાડોશી દેશો ફ્રાન્સ, જર્મની મારફત છેક સ્પેન સુધી પહોંચી ચૂક્યો છે. સંક્રણમની ઝડપ એટલી વેગીલી છે કે અહીં સ્ટેજ-2 અને સ્ટેજ-3 વચ્ચે માત્ર 2 અઠવાડિયાનો સમય રહ્યો છે.

·         અમેરિકાએ આરંભથી જ પૂરતી તકેદારી રાખીને તમામ એરપોર્ટ પર આઈસોલેશન અને ક્વોરેન્ટાઈન સેન્ટર્સ ઊભા કરી દીધા હતા. પરંતુ દુનિયાભરમાંથી ભારે મોટી સંખ્યામાં પ્રવાસીઓની આવ-જાને લીધે અમેરિકા પર સંકટ વધ્યું હોવાનું માનવામાં આવે છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post