• Home
  • News
  • ન્યૂયોર્ક-ન્યૂજર્સીમાં બેન છતાં બીચ પર લોકો ઊમટી પડ્યા, સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ભૂલ્યાં
post

ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્ર્યૂ ક્યુઓમોએ ગરમીના કારણે 22 મે બાદ ન્યૂજર્સી અને કનેક્ટિકટની સાથે વાતચીત પછી જ બીચ ખોલવાની યોજના બનાવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-18 09:30:57

ન્યૂયોર્ક: અમેરિકાના ન્યૂયોર્ક અને નજીકનાં રાજ્યોમાં લૉકડાઉનમાં ઢીલની શરૂઆત થઇ ગઇ છે. પરંતુ આ રાજ્યોમાં 22 મે સુધી બીચ પર જવાનો પ્રતિબંધ છે. તેમ છતાં ન્યૂજર્સીના બેલ્મર, ન્યૂયોર્કના બ્રિગ્ટન અને કોની આઇલેન્ડ પર સેંક્ડો લોકો ઊમટી પડ્યા હતા. લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ન રાખ્યું અને કોઇ સાવચેતી પણ રાખી નહીં. ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્ર્યૂ ક્યુઓમોએ ગરમીના કારણે 22 મે બાદ ન્યૂજર્સી અને કનેક્ટિકટની સાથે વાતચીત પછી જ બીચ ખોલવાની યોજના બનાવી હતી. ન્યૂયોર્કના મેયર બિલ ડે બ્લેસિયોના જણાવ્યા મુજબ શહેરમાં તા 22 મે પછી પણ બીચ નહીં ખૂલે. તેમણે કહ્યું કે કોરોનાની પહોંચમાં બધા છે. સરકાર માત્ર સમજાવી શકે છે. સુરક્ષાનું ધ્યાન લોકોએ જ રાખવાનું છે.

adv

Related News

post
post
post
post
post
post
post