• Home
  • News
  • CSJનો ઘટસ્ફોટ:પાકિસ્તાનમાં 11થી 15 વર્ષની 32.7% દીકરીઓનું ફરજિયાત ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું
post

CSJના આંકડા અનુસાર, બળજબરીથી ધર્મ પરિવર્તનના 52% કેસ પંજાબ પ્રાંતમાં નોંધાયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-30 09:47:52

પાકિસ્તાનમાં બીજા ધર્મોની 32.7% છોકરીઓનું બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવી દેવાયું. એમાં મોટા ભાગની વય 11થી 15 વર્ષની જ હતી. આમાં ફક્ત 16.67% બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનથી પીડિત 18 વર્ષથી ઉપરની હતી. પાકિસ્તાનના માનવાધિકાર સમૂહ- સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસ(સીએસજે)ના હવાલાથી આ સમાચાર સામે આવ્યા હતા. પાકિસ્તાનના અખબાર ડૉને આ માહિતી આપી હતી.

સૌથી વધુ સગીર છોકરીઓ ભોગ બની
સીએસજેના આંકડા અનુસાર, પંજાબ પ્રાંતમાં સૌથી વધુ 52% બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનના કેસ નોંધાયા હતા. આવા કેસમાં સૌથી વધુ 46.3% સગીર છોકરીઓ જ ભોગ બની હતી. સીએસજેએ શનિવારે બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનની ફરિયાદો અને ધાર્મિક સ્વતંત્રતા વિષય પર ઓનલાઈન આયોજિત ડિબેટમાં આ આંકડા શેર કર્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post