• Home
  • News
  • રશિયામાં 10 દિવસમાં કોરોનાના 67,634 કેસ વધ્યા, ભારતમાં આ સમયમાં 2 લાખથી વધુ કેસ વધ્યા
post

રશિયામાં અત્યાર સુધી 6 લાખ 81 હજાર 251 સંક્રમિત મળ્યા છે, તે પૈકી 4 લાખ 50 હજાર 750 દર્દીને સારું થયુ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-06 10:40:17

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઈરસના કેસ રવિવારે રશિયાથી વધારે થઈ ગયા છે. અહીં 6 લાખ 85 હજાર 85 દર્દી છે, જ્યારે રશિયામાં 6 લાખ 81 હજાર 251 દર્દી છે. આ સાથે જ ભારત વિશ્વમાં ત્રીજા ક્રમનો સૌથી સંક્રમિત દેશ થઈ ગયો છે. છેલ્લા 10 દિવસના આંકડા જોઈએ તો ભારતમાં સંક્રમણના કેસ ખૂબ જ ઝડપથી વધ્યા છે. રશિયામાં જ્યાં 67 હજાર 634 કેસ મળ્યા જ્યારે ભારતમાં 2 લાખ 919 કેસ સામે આવ્યા છે.

ભારતમાં 6.85 લાખ કેસ થવામાં 158 દિવસનો સમય લાગ્યો. ભારતમાં હવે દરરોજ સરેરાશ 22 હજારથી વધારે નવા કેસ આવી રહ્યા છે. ભારતમાં જૂન મહિનામાં 3 લાખ 87 હજાર 425 કેસ આવ્યા હતા. અહીં 21 જૂન બાદ દરરોજ 15 હજારથી વધારે કેસ મળી રહ્યા છે. બીજી બાજુ, દરરોજ સામે આવી રહેલા કેસમાં 4 જુલાઈના રોજ અહીં સૌથી વધારે 24 હજાર 18 દર્દી મળ્યા.

રશિયામાં સૌથી વધારે કેસ મે મહિનામાં
રશિયામાં સંક્રમણના સૌથી વધારે કેસ મે મહિનામાં મળ્યા. આ મહિને અહીં સૌથી વધારે 2 લાખ 91 હજાર 412 કેસની પુષ્ટી થઈ હતી. દરરોજ સામે આવી રહેલા કેસમાં અહીં 11 મેના રોજ સૌથી વધારે 11 હજાર 656 કેસ હતા.

ભારતમાં 110 દિવસમાં પ્રથમ 1 લાખ કેસ
ભારતમાં સંક્રમણનો પહેલો કેસ 30 જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો. તેના 110 દિવસ બાદ એટલે કે 10 મે ના રોજ અહીં સંખ્ય વધીને એક લાખ થઈ. ત્યારબાદ કેસ ખૂબ ઝડપથી વધવા લાગ્યા. માંડ 15 દિવસમાં અહીં આંકડો 2 લાખને પાર થઈ ગયો હતો. ત્યારબાદ સંક્રમિતોની સંખ્યા 2થી 3 લાખ થવામાં માંડ 10 દિવસ લાગ્યા હતા. 3થી 4 લાખ કેસ થવામાં 8 દિવસ અને હવે 4 થી 5 લાખ કેસ થવામાં ફક્ત 6 દિવસનો સમય લાગ્યો. હવે 5 થી 6 લાખ થવામાં 5 દિવસ સમય લાગ્યો.

રશિયામાં 91 દિવસમાં પ્રથમ 1 લાખ કેસ
રશિયામાં સંક્રમણનો પહેલો કેસ 31 જાન્યુઆરીના રોજ આવ્યો હતો. તેના 91 દિવસ બાદ એટલે કે 30 એપ્રિલના રોજ દર્દીની સંખ્યા 1 લાખને પાર થઈ. ત્યારબાદ માંડ 11 દિવસ એટલે કે 10 મેના રોજ સંક્રમિતોની સંખ્યા 2 લાખ થઈ હતી. ત્યારપછી 10 દિવસ એટલે કે 20 મેના રોજ ત્રણ લાખથી વધારે કેસ થયા. આ ઉપરાંત 3 થી 4 લાખ કેસ થવામાં 11 દિવસ (31 મે) લાગ્યા અને 4થી 5 લાખ થવામાં 12 દિવસ સમય લાગ્યો. આ ઉપરાંત 5 થી 6 લાખ કેસ થવામાં 14 દિવસ સમય લાગ્યો.

 

adv

Related News

post
post
post
post
post
post
post